શું પગમાં ઝણઝણાટી અનુભવો છો? | મુંબઈ સમાચાર
તરોતાઝા

શું પગમાં ઝણઝણાટી અનુભવો છો?

સ્વાસ્થ્ય – મનીષા ભટ્ટ

કેટલીકવાર કેટલાક લોકો તેમના પગમાં વિચિત્ર સંવેદનાઓ અનુભવે છે, જેમ કે ખંજવાળ, ઝણઝણાટ અથવા તેમના પગની અંદર કંઈક ક્રોલ થવાની લાગણી. ઘણી વખત કેટલાક લોકોને સતત પગને હલાવવાની ઇચ્છા થાય છે. આ કોઈ સામાન્ય સમસ્યા નથી, આ સ્થિતિને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ એટલે કે છકજ કહેવાય છે. તે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આનાથી પીડિત લોકો તેમના પગમાં વિચિત્ર અસ્વસ્થતા અનુભવે છે. સામાન્ય રીતે તે રાત્રે અથવા આરામ કરતી વખતે છકજ અનુભવાય છે. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ 30 થી 60 મિનિટ સુધી ચાલે છે. જો કે, આ સિન્ડ્રોમના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી, તે ડોપામાઇન નામના ન્યુરોટ્રાન્સમીટરના સ્તરમાં અસંતુલનને કારણે હોવાનું માનવામાં આવે છે. ડોપામાઇન સ્નાયુઓના સંકોચન અને મૂડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમે કેટલાક વિટામિન્સનું સેવન કરીને પણ આ સિન્ડ્રોમના લક્ષણોને નિયંત્રિત કરી શકો છો. વિટામીનની ઉણપ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમનું કારણ બને છે. આપણે આના વિશે જાણીએ.
નિષ્ણાતોના મતે, જે લોકો કીડનીની સમસ્યાથી પીડાતા હોય છે તેમને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ થવાનું જોખમ વધુ હોય છે. આવી સ્થિતિમાં વિટામીન સીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવાથી કીડની સ્વસ્થ રહે છે અને આરએલએસ નિયંત્રણમાં રહે છે. વિટામિન સી માટે, લીંબુ, ઓરેન્જ, આમળા, ટામેટા, દ્રાક્ષ જેવા ખાટાં ફળોનો તમારા રોજિંદા આહારમાં સમાવેશ કરો. જામફળ, કેળા, સફરજન, કિસમિસ, બીટટ વગેરેનું પણ સેવન કરવું જોઈએ.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button