તરોતાઝા

શા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છેશરીરનું પીએચ લેવલ જાળવવું?

સ્વાસ્થ્ય – દેવેશ પ્રકાશ

જ્યારથી યુપીએસસીએ સિવિલ સર્વિસિસની પ્રારંભિક પરીક્ષામાં સી-સેટના ફોર્મેટનો સમાવેશ કર્યો છે, ત્યારથી જનરલ સ્ટડીઝનો વ્યાપ ઘણો વધી ગયો છે. તેથી, પરીક્ષાર્થીઓએ જનરલ સ્ટડીઝના ઘણા નાના પ્રશ્નો નોલેજ બાઈટના રૂપમાં યાદ રાખવા જોઈએ. આ તેમને ખૂબ કામ આવે છે, માત્ર આઇએએસની પરીક્ષામાં જ નહીં, પરંતુ લગભગ તમામ પ્રકારની પરીક્ષાઓમાં હવે જનરલ સ્ટડીઝની વિશાળ શ્રેણીમાંથી પ્રશ્નો પૂછવાનો ટે્રન્ડ શરૂ થયો છે, ત્યારે સતત એક વિષય પર ગંભીરતાથી અભ્યાસ કરવાની જરૂર ચોક્કસપણે હોય છે. વ્યક્તિએ ખૂબ જ ઝડપી ફોર્મેટમાં એક સાથે વિવિધ વિષયો પરના રસપ્રદ પ્રશ્નો દ્વારા જ્ઞાનની બાઈટ લેતા રહેવી જોઈએ, જે ગમે ત્યાંથી અચાનક પૂછાયેલા આવા પ્રશ્નોના જવાબ આપવા માટે ઉપયોગી છે. અહીં આવા ખૂબ જ વિચિત્ર પ્રશ્નોના તેમના સંપૂર્ણ જવાબ આપવામાં આવ્યા છે, જે એકવાર વાંચ્યા પછી સરળતાથી યાદ આવી જશે. તો ચાલો શરૂ કરીએ.


આ પ્રશ્નનો સાચો જવાબ જાણતા પહેલા, આપણે જાણીએ કે પીએચ શું છે અને તેના સાચા લેવલનો અર્થ શું છે ? પીએચનું ફૂલ ફોર્મ છે પાવર ઑફ હાઇડ્રોજન અર્થાત્‌‍ હાઇડ્રોજનની શક્તિ. વાસ્તવમાં પ્રવાહીમાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા નક્કી કરે છે કે તે એસિડિક છે કે આલ્કલાઇન. જો કોઈ પ્રવાહી અથવા પ્રોડક્ટનો પીએચ 1 અથવા 2 હોય, તો તેનો અર્થ એ કે તે એસિડિક છે અને જો પીએચ 13 અથવા 14 છે, તો તેનો અર્થ એ કે તે આલ્કલાઇન છે. પીએચ સ્કેલ 0 થી 14 સુધી જાય છે. આમાં, 0 એ સૌથી વધુ એસિડિક બિંદુ છે અને 14 એ સૌથી વધુ આલ્કલાઇન બિંદુ છે, જ્યારે 7 એ તટસ્થ બિંદુ છે. શરીરનું આદર્શ પીએચ સ્તર 7.35 થી 7.45ની વચ્ચે હોય છે. આ બિંદુઓની આસપાસ કોઈપણ નાના ફેરફારો આપણા શરીર પર ગંભીર અસરો કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો શરીરનું પીએચ સ્તર ઘટીને 6.9 થઈ જાય, તો આપણે કોમામાં જઈ શકીએ છીએ.


પીએચ સંતુલન આપણા સંપૂર્ણ આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ સંતુલન આપણા શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. આ સંતુલનને કારણે, ઓક્સિજન શરીરના પેશીઓને પહોંચાડવામાં આવે છે, જેના કારણે શરીરમાં બાયોકેમિકલ પ્રક્રિયાઓ યોગ્ય રીતે થાય છે. જો શરીરમાં પીએચ સંતુલનમાં ગડબડ થઈ જાય, તો ગ્લાયકોલિટીક એન્ઝાઇમ, ફોસ્ફોફ્રુક્ટોકિનેઝ-1 (પીએફકે-1) ની પ્રવૃત્તિ મંદ પડી જશે, કારણ કે તે પીએચ પર આધારિત છે, જેના પરિણામે ચક્કર આવવા, ખૂબ થાક લાગવો, ભૂખ ન લાગવી, માથામાં દુખાવો થવો, ઝડપી શ્વાસ, ઊલટી, સુસ્તી, મૂર્છા, કોમા અને આખરે આપણું મૃત્યુ પણ થઈ શકે છે. હકીકતમાં, જ્યારે શરીર ખૂબ એસિડિક (એસિડોસિસ) અથવા ખૂબ આલ્કલાઇન (આલ્કલોસિસ) બની જાય છે, ત્યારે એવાં લક્ષણો
ઉદ્ભવી શકે છે, જે રોજિંદા પ્રવૃત્તિઓ પૂર્ણ કરવી અશક્ય બનાવે છે. જો કે, આવું બહુ સરળતાથી થતું નથી, કારણ કે શરીર પોતે પીએચ સંતુલન જાળવવામાં નિષ્ણાત છે, તેથી સામાન્ય રીતે આવી પરિસ્થિતિ મુશ્કેલીથી આવે છે.


અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે પીએચ વાસ્તવમાં એક લઘુગણક સ્કેલ છે જેનો ઉપયોગ જલીય દ્રાવણની એસિડિટી અથવા ક્ષારતાને સ્પષ્ટ કરવા માટે થાય છે. આપણા શરીરના જુદા જુદા ભાગોનું પીએચ લેવલ અલગ-અલગ હોય છે,

ઉદાહરણ તરીકે, પેટનું પીએચ 1.5 થી 3.5ની વચ્ચે હોય છે. ત્વચાનો પીએચ 5.4 થી 5.9 સુધીનો છે. યોનિનું પીએચ 3.8 થી 4.5ની વચ્ચે હોય છે. પીએચ રેન્જ 0 – 14 છે. 7 કરતા વધારે પીએચ એટલે કે પદાર્થ આલ્કલાઇન છે. 7 કરતાં ઓછી પીએચ એટલે કે પદાર્થ એસિડિક છે, જ્યારે પીએચ બરાબર 7 હોય ત્યારે તે સૂચવે છે કે પદાર્થ તટસ્થ છે. શુદ્ધ પાણીનું પીએચ મૂલ્ય 7 છે. એસિડિક સોલ્યુશનમાં પીએચ 7 કરતા વધારે હોય છે. આલ્કલાઇન સોલ્યુશનમાં પીએચ 7થી ઓછું હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો…