બાળકને સોલિડ ખોરાક: યોગ્ય સમય ક્યારથી?
સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક
એક મિત્રએ હમણાં જ એના 3 મહિનાના બાળકને સફરજનનો સોસ અને ઢીલી ખીચડી આપવાનું શ કર્યું. મારો પુત્ર એનાં કરતાં
માત્ર 2 અઠવાડિયા નાનો છે હું પણ વિચારી રહી છું કે શું મારે પણ ટૂંક સમયમાં મારા બાળકને ઘન પદાર્થ આપવાના શ કરવા પડશે ? મારે ક્યારે શ કરવું જોઈએ?’ આ અને આવા પ્રશ્નો સામાન્ય રીતે માતાઓ દ્વારા ડોક્ટરને પુછાતા રહે છે,
પરંતુ ઘણી માતા પોતાનાં બાળકોને 4 મહિનાની ઉંમરથી સારી રીતે પીસીને દાળનું પાણી અથવા ફળો અને ખીચડી કે ભાત ખવડાવવાનું શ કરે છે. એમના મતે બાળકોના વિકાસ માટે નાની ઉંમરથી જ એમને નક્કર ખોરાક ખવડાવવાનું શ કરી દેવું જોઈએ.
જ્યારે ડોકટરો બાળકોને ઓછામાં ઓછા 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવાની સલાહ આપે છે.
આવી સ્થિતિમાં, માતા-પિતા ઘણીવાર મૂંઝાતા હોય છે કે બાળકોને કઈ ઉંમરે નક્કર ખોરાક આપવાનું શ કરવું જોઈએ અને શા માટે? ડોક્ટર ઘન ખોરાક 4 મહિના પહેલા શ કરવાની ભલામણ આપતા નથી.
આ વાતને આજે આધુનક ચિકિત્સા પદ્ધતિમાં કહેવાય છે. હકીકતમાં તો આ વાત સદીઓ પહેલા ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવી છે !
મનુષ્યના સમગ્ર જીવનમાં 16 સંસ્કારમાં સાતમો સંસ્કાર અન્નપ્રાશન’ નો છે. અને તેના માટે કહેવાયું છે કે બાળકને દાંત આવવાની શઆત થઇ જાય ત્યારે કે બાળક છ થી સાત મહિનાનું થાય ત્યારે એને નક્કર ખોરાક આપવો જોઈએ…
બાળક લગભગ 6 મહિનાનું થવા આવે તે પછી એને વધારાના પોષણની જર હોય છે – જેમ કે આયર્ન અને ઝિંક, જે નક્કરખોરાક પ્રદાન કરે છે. તમારા શિશુને નવી ચિ અને નવા આહાર સાથે પરિચય કરાવવાનો પણ આ યોગ્ય સમય છે. કેટલાક બાળક
6 મહિના કરતાં વહેલા ઘન પદાર્થો માટે તૈયાર હોય તો પણ જ્યાં સુધી એ ઓછામાં ઓછું 4 મહિનાનું ન થાય ત્યાં સુધી નક્કર ભોજન આપવાની શઆત શરૂ કરશો નહીં.
કેવી રીતે જાણી શકાય કે નક્કર ખોરાક શ કરવાનો યોગ્ય સમય
કયો છે?
આ છે એ માટેનાં કેટલાંક સંકેત:
- એ સામેથી ખોરાકમાં રસ બતાવવાનું શરૂ કરે. ઉદાહરણ તરીકે, અન્ય લોકોને ખાતા જોઈને પોતે પણ ખોરાક સુધી
પહોંચવાનો પ્રયત્ન કરે અને જ્યારે ખોરાક નજીક આવે છે ત્યારે પોતાનું મોં ખોલવા લાગે…. - ખોરાકને મોંમાંથી એ પાછો બહાર ન ધકેલે… ..
- એનું વજન જન્મના વજનથી બમણું અથવા તેની નજીક હોય… કેવો ઘન ખોરાક શ કરવો જોઈએ?
જ્યારે સમય યોગ્ય હોય, ત્યારે તમે સિંગલ-ગ્રેન, આયર્ન-ફોર્ટિફાઇડ બેબી સિરિયલથી શઆત કરી શકો છો. સ્તન દૂધ, અથવા પાણી સાથે મિશ્રિત અનાજના 1 અથવા 2 ચમચીથી પ્રારંભ કરો. બાળકને નાની ચમચીથી ખવડાવો. બાળકની બોટલમાં અનાજ અથવા અન્ય ખોરાક ઉમેરશો નહીં , કારણ કે એનાથી ઝડપી વજન વધારો થઇ શકે છે. તમારા બાળકને ચમચીથી ખાવાની પ્રેક્ટિસ કરવા દો અને જ્યારે ધરાઈ જાય ત્યારે રોકવાનું શીખવો. તમારા બાળકને પહેલો ખોરાક ખાવાનું મન થાય ત્યારે અન્ય પદાર્થ, જેમ કે ફળો, શાકભાજી, કઠોળ, દાળ અથવા દહીં. એક સમયે એક ખોરાક અજમાવો…
જો તમે બાળકના ખોરાકની એલર્જી વિશે ચિંતિત હો તો તમારા ડોક્ટરની સ્લાહ લો… ખાસ કરીને જો તમારા પરિવારના કોઈ સભ્યને ખોરાકની એલર્જી અથવા ખરજવું કે અસ્થમા હોય. ગંભીર ખરજવું અથવા ઇંડાની એલર્જી ધરાવતાં શિશુને મગફળીની એલર્જી થવાની શક્યતા વધુ હોય છે. તમારા બાળકને આ ખોરાક કેવી રીતે અને ક્યારે આપવાની શઆત કરવી તે વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો. ઉ