તરોતાઝા

કિડનીને ટોક્સિન્સથી બચાવે છે હેલ્ધી હર્બ ગોખરુ

સ્વાસ્થ્ય – રેખા દેશરાજ

ગોખરુને અમુક લોકો બિંદીના નામથી ઓળખે છે. તેનો સમાવેશ જાઈગોફાઈલી કુળમાં થાય છે. આ રેતાળ જમીનમાં અને માટીમાં થાય છે. આયુર્વેદમાં દશમૂળ નામની દસ દવાનો સમૂહ છે જેમાં મુખ્ય દવા ગોખરુ છે.

ગોખરુ અથવા ગોક્ષર નાનો છોડ છે. આ જમીન પર ફેલાય છે અને ચોમાસામાં વરસાદ થાય છે ત્યારે તે ઊગે છે. આર્યુવેદમાં આનો ઉપયોગ વાત, પિત્ત અને કફને નિયંત્રિત કરવા માટેના રામબાણ ઈલાજ તરીકે થાય છે. ગોખરુના ફળ, પાન, ડાળ અને એનાં બધાં અંગો જબરદસ્ત આયુર્વેદિક ઔષધિના ભંડાર છે. ગોખરુ વનસ્પતિની એ શ્રેણીમાં આવે છે જેને ઝાડ કે ઝાડી ન કહી શકાય. આને નાનો છોડ કહી શકાય. આની ઊંચાઈ ઓછી છે અને એની આડીઅવળી ડાળી હોય છે. જોકે આ છોડ સઘન હોય છે અને આની અંદર ચકલી ઘૂસી શકતી નથી. આ છોડ જ્યાં ઊગે છે એ ભૂમિ પણ સામાન્ય નથી. છોડ એવા ભૂભાગમાં ઊગે છે. આવી જગ્યામાં ધાસ, અનેક પ્રખારની જડીબુટી અને ઓષધીય ગુણો હોય એવા છોડ પણ ઉગે છે.
ક્ષુપના બીને ગોખરુ કહે છે અને બજારમાં આ જ નામે તે ખરીદાય છે. ગોખરુનો ઉપયોગ આયુર્વેદિક દવાનો મહત્ત્વનો હિસ્સો છે. આથી એ મોંઘો છે. હવે તો એની માગ વધી ગઈ છે, કારણ કે આનાથી વાંઝયાપણું દૂર થાય છે. એમ પણ મનાય છે કે ગોખરુથી પુરુષોની યૌન શક્તિ વધે છે. આનાથી ઈરેક્ટાઈલ ડિફંકશન જેવી સમસ્યાનું નિદાન થાય છે. આથી કામુકતા માટેની દવામાં ગોખરુ રાતોરાત લોકપ્રિય બની ગઈ છે. આનું જીવશાસ્ત્રમાં નામ ટ્રિબુલસ ટેરેસ્ટ્રિસ છે. આની તાસીર અતિશય ગરમ છે. હવે ગોખરુનો ઉપયોગ જાતિય શક્તિ વધારવા માટે થાય છે. અલબત્ત સદીઓથી તેનો ઉપયોગ વિવિધ બીમારીઓને નાથવા માટે થતો જ આવ્યો છે.
આના ફળની ચારે બાજુ કાંટા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આનું ફળ કાંટાને લીધે સુરક્ષિત હોય છે. ગોખરુ જાતીય સમસ્યાઓ ઉપરાંત છાતીમાં દર્દ, એગ્જિમાં અને વધી રહેલા પ્રોસ્ટેટ દર્દમાં અસરકારક છે. આથી આનો સમાવેશ હેલ્દી હર્બમાં કરાય છે. જોકે આનો ઉપયોગ તબીબી સલાહ વિના ન કરવો જોઈએ. કોઈ યોગ્ય આયુર્વેદાચાર્યની સલાહ લઈને આનો ઉપયોગ કરવો જોઈએ કારણકે આની પ્રબળ આડઅસર છે. આનો ઉપયોગ સૈાંદર્ય સામગ્રી અને સ્વાદિષ્ટ વ્યંજન તરીકે પણ થાય છે.ગોખરુના શાકની ગણતરી એલિટ શાકમાં થાય છે આમાં ગોખરુના નરમ પાન, બટેટાં અને વિવિધ પ્રકારના મસાલા હોય છે.
ગોખરુને અમુક લોકો બિંદીના નામથી ઓળખે છે. તેનો સમાવેશ ેેજાઈગોફાઈલીઈ કુલમાં થાય છે. આ રેતાળ જમીનમાં અને માટીમાં થાય છે. આયુર્વેદમાં દશમૂળ નામની દસ દવાનો સમૂહ છે જેમાં મુખ્ય દવા ગોખરુ છે. આનો ઉપયોગ કાઢો કે ચૂર્ણના રૂપમાં થાય છે. કાઢામાં ઓષધીઓને પાણીમાં ઉકાળવા બાદ પાણી પીવામાં આવે છે, જ્યારે ચૂર્ણમાં ઓષધીનો ભુક્કો કરવામાં આવે છે. કાઢો વધુ પ્રભાવશાળી હોય છે. આથી જાણકારની સલાહ વિના તેનો ઉપયોગ ન કરવો. ગોખરુ સુગર લેવલ ઘટાડે છે, સોઝા ઓછા કરે છે અને મૂત્ર વિરેચનીય ગુણો ધરાવે છે. આથી આનો આયુર્વેદાચાર્યની સલાહ લીધા બાદ જ ઉપયોગ કરવો. આની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈ પણ ખરાબ પરિણામ લાવ્યા વિના ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધારે છે. આ પ્રોટીનથી ભરપૂર એવી જડીબુટ્ટી છે. જોકે એ વાત વારંવાર યાદ રાખો કે તબીબી સલાહ વિના આનું સેવન ન કરવું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button