તરોતાઝા

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર જાતજાતના પુડલા

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર જાતજાતના પુડલા

સ્વાદ-સ્વાસ્થ્ય – રાજકુમાર દિનકર

ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ સુધી સમગ્ર હિન્દુસ્તાનમાં સવારના નાશ્તામાં પુડલા ખાવાનું ચલણ છે. તેને ચીલા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર દેશમાં સ્થાનિકતાને આધારે અલગ અલગ પ્રકારના પુડલા બને છે. પણ એ બધા જ પોતાના સ્વાદ અને પોષણમાં બેમિસાલ હોય છે. આમ તો પુડલાની પૌષ્ટિકતા ઉપર સેંકડો પુસ્તકો લખી શકાય તેમ છે અને સ્વાદનું તો કહેવું જ શું! પણ આપણે અહીંયા સેંકડો રીતના પુડ્લામાંથી કેટલાક સૌથી લોકપ્રિય પુડલા વિશે વાત કરીશું અને જણાવીશું કે સવારના નાશ્તામાં તેમને સામેલ કરવાથી આપણને કેટલે હેલ્થ બેનિફિટ્સ મળે છે.
પોષક તત્ત્વોનો ભંડાર
હોય છે પુડલા
પુડલા સામાન્ય રીતે ઘણા પ્રકારની દાળો અને ચણાના લોટથી બને છે. એટલે તેમાંથી ભરપૂર પ્રોટીન મળે છે. તેને ખાવાથી ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછું થાય છે. મતલબ એ કે તે આપણા લોહીમાં ગ્લુકોઝ ઝપાટાભેર નહીં પણ ધીમેધીમે છોડે છે, જેને કારણે પુડલા ખાઈને આપણે લાંબો સમય સુધી એનર્જેટિક રહી શકીએ છીએ. પુડલામાં અન્ય તળેલાં કે શેકેલા પદાર્થો કરતાં કેલેરી પણ ઘણી ઓછી હોય છે. તેથી જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેમના માટે પુડલા ખાવાથી તેમાં મદદ મળી શકે છે. પુડલા ફાઈબરથી ભરપૂર પણ હોય છે, કેમકે તેમાં ઘણી જાતની ભાજીઓ ભેળવવામાં આવે છે, જેથી તેનું ફાઈબર ક્નટેન્ટ ઘણું સાં હોય છે. કેમકે પુડલા હંમેશાં દાળ અને ચણાના લોટના બનાવવામાં આવે છે, એટલે તેઓ કુદરતી ગ્લુટેન ફ્રી હોય છે. પુડલામાં ઘણા પ્રકારના વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓકિસડન્ટ તત્ત્વ હોય છે, તેથી સવારના નાશ્તામાં તેમની સમજદારી ભરી પહેલી પસંદગી હોય છે.
કેટલાક ખાસ પુડલા
વિશેષ પુડલાની સૂચિ બનાવીએ ત્યારે તેમાં સૌથી ઉપર તો આપણા સહુના ઘરમાં નિયમિત બનતા ચણાના લોટના પુડલા આવે છે. કેમકે ભારતના દરેક ખૂણે ચણાના લોટના પુડલા અલગ અલગ રીતે બનાવીને ખાવામાં આવે છે. એવું હોય પણ એમ નહીં? જ્યારે તેમાં ડઝનબંધ પોષક તત્ત્વો મળી આવે છે. દાખલા તરીકે ચણાના લોટના પુડલા ખાવાથી શરીર એનર્જેટિક રહે છે.
જેમના શરીરમાં લોહીની ઊણપની સમસ્યા હોય, તેમને ચણાના લોટના પુડલા ખાવા લાભદાયક હોય છે. જેમને ડાયાબિટીઝ હોય તેમના માટે તો આ બહુ જરૂરી નાશ્તો છે. ચણાના લોટના પુડલા હાડકા માટે પણ ફાયદાકારક હોય છે અને એ હૃદયના ધબકારાને પણ કાબૂમાં રાખે છે. આમ,ચણાના લોટના પુડલા સવારના નાશ્તામાં ખાવા એક સ્વાદિષ્ટ અને ફાયદાકારક વિકલ્પ છે.
મગની દાળના પુડલા
મગની દાળના પુડલા પણ સ્વાદ અને પૌષ્ટિક્તાથી ભરપૂર છે.
મગની દાળમાં કોપર, ફોલેટ, રાઇબોફ્લેવિન, વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી6, નિયાસિન અને થાયમીન જેવાં પોષક તત્ત્વો જોવા મળે છે. તેને કારણે તે શરીરને અનેક પ્રકારની સમસ્યાઓથી દૂર રાખે છે. નિયમિત રૂપે મગની દાળના ચીલા ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે અને નાશ્તો કર્યા બાદ ઘણા કલાકો સુધી આપણે એનર્જેટિક રહી શકીએ છીએ. મગની દાળના પુડલા ખાવાથી આપણી ઇમ્યુનીટી પણ બહેતર થાય છે. તેના ફાયદામાં વધારો કરવા તેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી ભેળવી શકાય છે.
ઓટ્સના પુડલા
ઓટ્સના પુડલા ખાવાના પણ જબરજસ્ત ફાયદા છે. એ આપણને સ્વસ્થ રહેવામાં તો મદદ કરે જ છે, પણ અન્ય પુડલાની જેમ તે ખાધા પછી આપણે ઘણા કલાકો સુધી એનર્જેટિક રહી શકીએ છીએ. મસાલાઓ, શાકભાજીઓ અને હર્બથી બનેલા સ્વાદિષ્ટ ઓટ્સના પુડલા આપણને ભરપૂર પ્રમાણમાં ફાઈબર, પ્રોટીન, અને ઘણા અન્ય પોષક તત્ત્વો આપે છે. તેમને બનાવવા પણ આસાન હોય છે અને ઝટપટ બની પણ જાય છે. તેથી તમારા આરોગ્ય માટે જો દિવસની શરૂઆત ઓટ્સના પુડલાથી કરવામાં આવે તો તેનાથી વધુ રૂડું શું હોઈ શકે. ઓટ્સના ચીલા નિયમિત ખાવાથી પેટની તકલીફોથી રાહત મળે છે અને પાચનતંત્રને દુરસ્ત રાખે છે. તેમાં મોજૂદ ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે અને હૃદય રોગની સમસ્યાઓથી બચાવે છે. અને હા, જો તમે ડાયાબિટીઝના દર્દી હો, તો તો તમારા માટે રામબાણ છે.
દૂધીના પુડલા
દૂધીના ફાયદાથી તો આપણે પરિચિત છીએ જ. યોગાચાર્ય બાબા રામદેવે દૂધીના રસને ઘેરઘેર પહોંચાડી દીધો છે. પણ કદાચ તમને ખબર ન હોય કે દૂધીના પુડલા પણ સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે બહુ મહત્ત્વપૂર્ણ હોય છે.
દૂધીના પુડલા ન માત્ર આપણને વજન ઘટાડવામાં મદદ કરે છે, પણ આપણા દિવસભરના કામ સુચા રૂપે કરવા માટે આપણને ઊર્જાવાન રાખે છે. કેમકે દૂધીની તાસીર ઠંડી હોય છે, એટલે દૂધીના પુડલા ઉનાળાના સમયમાં ખાવા વધુ ફાયદાકારક હોય છે. દૂધીના પુડલા ખાવાથી આપણા આંતરડા મજબૂત થાય છે. તેમાં ઘણું ફાઈબર હોવાથી તે આપણી પાચનશક્તિને સારી કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે. જેમને પેશાબ ન આવવાની સમસ્યા હોય, તેમણે નિયમિત રીતે દૂધીના પુડલા ખાવા જોઈએ. જો પુડલા ખાવા સંભવ ન હોય તો દૂધીના રસમાં કાળા મરીનો ભૂકો ભેળવીને પીવો જોઈએ. તેનાથી પેશાબ ન આવવાની સમસ્યા દૂર થઇ જાય છે. દૂધીમાં પ્રચુર માત્રામાં પાણી હોય છે એટલે તેના પુડલા એસિડિટીની સમસ્યા પણ દૂર કરે છે. સાથે, દૂધીના પુડલા નિયમિત રૂપે ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચા નિખરી ઊઠે છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો