તરોતાઝારાશિફળસ્પેશિયલ ફિચર્સ

સૂર્ય સિંહ રાશિમાં… આત્મવિશ્ર્વાસમાં વધારો થશે

આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
સૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)
મંગળ મિથુન (શત્રુ ધર)
બુધ કર્ક રાશિ માં વક્રીભ્રમણ
તા.૨૮ સ્તંભી થઈ માર્ગી થાય છે.
ગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)
શુક્ર ક્ધયા રાશિ
શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ-ક્ધયા રાશિ વક્રીભ્રમણ
ગ્રહમંડળના રાજા સૂર્ય સિંહ રાશિ સ્વગૃહી ભ્રમણ કરવાથી જનમાનસમાં આત્મવિશ્ર્વાસમાં વધારો થશે
તથા રોગ પ્રગતિકારક શકિતનો સંચય વધારશે. લાંબા સમયથી પીડિત અસાધ્ય રોગો, વારસાગત રોગોથી પીડિત દર્દીઓને આરોગ્ય માટે સાનુકુળ સમય સાબિત થાય.‘દે ધના ધન વરસાદી’ સમયમાં તુલસી પાન અવશ્ય ખાશો. ઘરમાં કે ઓફિસમાં પીવાનું પાણી ડોયાથી લેવાની ટેવ રાખવી. સમયસર શિરામણ કરવાથી આરોગ્ય સારું જળવાશે. નિયમિત દવાઓ લેનારે સમયસર દવા લેવી. શીર દર્દ પકડાઇ જવાની શક્યતાઓ. સિનિયર વર્ગે ડેન્ગ્યુ કે ચીકન બુનીયા દર્દો થી પરેશાન થાય. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી તમામ ગ્રહ નડતર તથા આરોગ્યની સુખાકારી માટે દેવાધિદેવ મહાદેવજી જળાભિષેક સાથે પંચાક્ષરી મંત્ર જાપ કરશો. તા.૨ સપ્ટે. પાંચમા શ્રાવણિયા સોમવતી અમાસે શિવલિંગ પર વિશિષ્ટ વ્યંજનો ચડાવાથી અસાધ્ય બીમારીઓ તથા વાઇરલ ઇન્ફેક્શન માંથી મુક્તિ થશે.

(૧) મેષ (અ,લ,ઇ):- છીંક વારંવાર સપ્તાહના છેલ્લા દિવસે આવે.મસ્તક પીડા સતાવે. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો.સફેદ વસ્તુઓ નું દાન કરશો.

(૨) વૃષભ (બ,વ,ઉ):- આ સપ્તાહ આરોગ્ય માટે ખુબજ સારું રહે છતાં તુલસીના પાન નરણા કોઠે ખાવા. શિવજીને સાકર મિશ્રત જળાભિષેક કરશો.

(૨)મિથુન (ક,છ,ધ):- આંખોમાં વીઝન તકલીફ જણાય. ચક્કર આવવા તેમ જ તાવ આવી શકે. શિવજીનો પંચાક્ષરી મંત્ર જાપ કરશો તેમ જ જીવ દયા ચાલુ રાખશો.

(૪) કર્ક (હ,ડ):- માનસિક ભય ચિંતાઓ સાધારણ જણાય. હાથ પગ સતત દુખવાની સમસ્યાઓ લાગે. સૂર્ય,ચંદ્ર,મંગળ ગ્રહોના જાપની એકએક માળા ગણવી.

(૫) સિંહ (મ,ટ):- આ સપ્તાહમાં છાતી દુખવાની ફરિયાદ રહે. ગેસ, કબજિયાત તકલીફ વધી શકે. શનિ ગ્રહના મંત્ર જાપ કરશો. દેવાધિદેવ મહાદેવજીને જવ ચડાવશો.
(૬) ક્ધયા (પ,ઠ,ણ):- કબજિયાતની તકલીફ વધે. ઋતુ ફળનું દાન ગરીબોને વહેંચશો. ઓમ્નમ: શિવાય મંત્રની એક માળા કરશો.

(૭) તુલા (ર,ત):- આરોગ્ય માટે સાનુકુળ રહેશે. કુળદેવીનો ધૂપ દીપ કરશો. શિવજીના મંદિરે સંધ્યા સમયે દર્શન કરશો.

(૮) વૃશ્ર્ચિક (ન,ય):- આરોગ્ય માટે મિશ્ર રહેશે. ઊંઘ,આરામ સમયસર ન લેવાથી આરોગ્ય કથળે. મહાદેવજીને કાચા કપુરીના પાન સાથે લવિંગ અર્પણ કરશો.

(૯) ધન (ભ,ધ,ફ,ઢ):-આ સપ્તાહ આરોગ્ય માટે માનસિક ભય ચિંતાઓ અકારણ રખાવે. શિવજીને અંતર મિશ્રત જળાભિષેક કરશો. બહમ ભોજન કરાવશો.

(૧૦) મકર (ખ,જ):- ઓચિંતા પગમાં સોજો આવવાની શક્યતાઓ.અસાધ્ય બીમારીઓમાં શિવલિંગ પર કાચા તલ ચડાવવા. શિવજીના પંચાક્ષરી મંત્ર જાપ કરશો.

(૧૧) કુંભ (ગ,શ,સ):- ડામચીયા પર સૂવાથી અસાધ્ય બિમારીઓ વધી શકે. પથરીની સમસ્યાઓ હશે તો વધવાની શક્યતાઓ. પાર્વતીજીની મૂર્તિ પાસે દીપ પ્રાગટ્ય કરશો.

(૧૨) મીન (દ,ચ,ઝ,થ):- કફ શરદી ઉધરસની તકલીફ વધી શકે. પોસ્ટેટની બીમારી ધરાવનારે રાહત લાગે. નડતર નિવારણ માટે મહાદેવજીને લાડુનો ભોગ અર્પણ કરશો.

અગામી તા.૨ સપ્ટેમ્બરે સોમવતી અમાસે શકય હોય તો બ્રહ્મ ભોજન સાથે સફેદ કાપડ સાથે ગુપ્ત દક્ષિણા આપશો. અકાળે રોગ, માંદગી ટળશે. માનસિક ભય ચિંતાઓ ઉદ્વેગમાંથી ચોક્કસ રાહત જણાશે.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…