તરોતાઝા

વિશેષ : ભારે ગરમીથી બચવા ‘હિટ પ્રોફાઇલિંગ’ કરવું પડશે

-સંજય શ્રીવાસ્તવ

(ગરમી માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહી છે. ઘણા દેશો તેનો ઉકેલ લાવવા માટે અનેકવિધ પગલાં લઈ રહ્યા છે અને તેમને આંશિક સફળતા પણ મળવા લાગી છે. આપણા દેશમાં તેનાથી છુટકારો મેળવવા માટે જે વ્યૂહરચના બનાવવી જોઈએ તેના માટે શહેરોની હિટ પ્રોફાઇલિંગ ખૂબ જ જરૂરી છે. આ કામ અઘરું છે, પણ સારી વાત એ છે કે સરકારે તેની શરૂઆત કરી દીધી છે.)

આ વખતે દેશમાં ગરમીનું મોજું અત્યંત જીવલેણ હશે, એક ડઝન રાજ્યોમાં તાપમાન અત્યારથી જ 40 ડિગ્રીથી ઉપર છે, ભવિષ્યમાં તાપમાન પચાસને પાર કરશે અને હિટવેવના દિવસો બમણા થશે. આગામી દસ વર્ષમાં ગરમી આપણા માટે સૌથી મોટો પડકાર બનશે. આ તમામ માહિતી હવામાન વિભાગે આપી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકામાં હિટ વેવને કારણે મૃત્યુની સંખ્યામાં 62 ટકાનો વધારો થયો છે અને જાનહાનિ ઉપરાંત સંપત્તિને નુકસાન પણ દસ ગણું વધ્યું છે. આનું કારણ અત્યંત ગરમ ‘અર્બન હિટ આઇલેન્ડ’ની સંખ્યામાં દર વર્ષે થતો વધારો. આ ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરવો અત્યારે મુશ્કેલ લાગે છે પરંતુ જો આપણી પાસે તેના વિરુદ્ધ અસરકારક વ્યૂહરચના હોય તો તે થોડું સરળ બની જશે. તેથી કોઈ પ્રકારની વ્યૂહરચના ઘડવા માટેનો આધાર અને પૂર્વશરત છે.

શહેરી ગરમી ટાપુઓની રચનાની આગાહી કરવા માટે શહેરો અને તેમના તમામ વિસ્તારોની વ્યાપક ‘હિટ પ્રોફાઇલિંગ’, જેનાથી અર્બન હિટ આઇલેન્ડની રચનાની આગાહી કરી શકાય, શંકાસ્પદ જોખમથી બચી શકાય.

ગયા વર્ષે જૂનમાં દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં 52.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ ભારતમાં સૌથી વધુ ગરમીનો આંકડો બન્યો. કેટલાકે આ અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે હવામાન વિભાગની મેજરમેન્ટ સિસ્ટમ અને સાધનોમાં ખામી છે. એટલું જ નહીં તાપમાનનો પારો 50 ને પાર કરી ગયો હોવાની પુષ્ટિ કરવા માટે એક સમિતિને મુંગેશપુર મોકલવામાં આવી હતી. આ વાતની પુષ્ટિ થઈ ગઈ. આમાં કંઈ આશ્ર્ચર્યજનક ન હતું. તે જ સમયે, દિલ્હીના નરેલામાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે અન્ય સ્થળોએ 37 થી 45 ડિગ્રી હતું. હવામાન વિભાગે કદાચ આ તરફ અગાઉ બહુ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ હવે એ કંઈ અસામાન્ય ઘટના નથી. 2020માં, હિટ મેપિંગ પ્રોજેક્ટ અંતર્ગત હ્યુસ્ટનની હેરિસ કાઉન્ટીમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળ વચ્ચે 17-ડિગ્રીનો તફાવત હતો. એ જ રીતે ન્યુયોર્કના સાઉથ બ્રોંક્સમાં એક જ દિવસ અને રાતના તાપમાનમાં ત્યાનાં સેન્ટ્રલ પાર્કથી 20 થી 22 ડિગ્રીનો ફરક હતો. હવે આવાં ઉદાહરણો ભારતનાં તમામ શહેરોમાં પણ છે. જ્યારે એવું કહેવામાં આવે છે કે આજે કોઈ ચોક્કસ શહેરનું સરેરાશ મહત્તમ સામાન્ય તાપમાન 39 ડિગ્રી છે, તે જ સમયે તે જ શહેરના કેટલાક વિસ્તારનું તાપમાન 48 ડિગ્રી અથવા કેટલાક વિસ્તારમાં 35 ડિગ્રી પણ હોઈ શકે છે. જો ઉનાળા દરમિયાન શહેરોના વિવિધ ભાગોમાં સતત ‘હિટ પ્રોફાઇલિંગ’ કરવામાં આવે તો તે સ્પષ્ટ થશે કે વિવિધ શહેરોમાં ક્યાં ક્યાં એવી સ્થિતિ જોવા મળે છે કે અન્ય શહેરની તુલનામાં અત્યંત અસામાન્ય તાપમાન દર્શાવે છે, જેને કારણે સંબંધિત વિસ્તાર ક્યારે અને કેટલી વાર ‘અર્બન હીટ આઇલેન્ડ’ બની જાય છે.

અહીં કોઇ વિસ્તારની હિટ પ્રોફાઇલનો અર્થ એ છે કે વિસ્તારના તાપમાનમાં સમય-સંબંધિત ફેરફારોની પેટર્ન અથવા વર્ણન અને ‘અર્બન હિટ આઇલેન્ડ’નો અર્થ છે શહેરોનો તે ચોક્કસ ભાગ જે સામાન્ય રીતે તેની આસપાસના અથવા નજીકના ગ્રામીણ વિસ્તારો કરતાં વધુ ગરમ હોય છે. ‘હિટ પ્રોફાઇલિંગ’નો વ્યાપક ડેટા આપણને જણાવશે કે શહેરના ચોક્કસ વિસ્તારમાં ‘અર્બન હિટ આઇલેન્ડ’ જેવી પરિસ્થિતિઓ કેવી રીતે નિર્માણ થાય છે. તેના ડેટા અભ્યાસના તારણો કહી શકે છે કે કયા પરિબળો વિસ્તારને અર્બન હિટ આઇલેન્ડ બનાવી દે છે. એ પણ કે, આવી પરિસ્થિતિઓ લાંબાગાળાનું શું નુકસાન થાય છે અને વર્તમાન ગ્લોબલ વોર્મિંગના યુગમાં તેનાથી છુટકારો મેળવવા સંબંધિત વિભાગ અને સરકાર શું કરી રહી છે, શું કરવા જઈ રહી છે અને શું કરવું જોઈએ? અન્ય દેશો, જે ગરમીની સમસ્યા સામે આપણી જેમ ઝઝૂમી રહ્યા છે, અથવા આપણા કરતાં વધુ પરેશાન છે, તેઓ આ સમસ્યાથી છુટકારો મેળવવા શું કરી રહ્યા છે. તેમની પાસેથી શીખી લઈએ કે તેનાથી છુટકારો મેળવવા આપણે કઈ ફૂલપ્રૂફ વ્યૂહરચના અને નવી ટેકનિક અપનાવવી જોઈએ. આ બધા પ્રશ્નોના જવાબ એક છે, હિટ પ્રોફાઇલિંગ. દેખીતી રીતે, આપણે દેશના, શહેરોના વિવિધ વિસ્તારોમાં અને ખૂબ મોટા પાયે હીટ પ્રોફાઇલિંગ કરવું પડશે અને તેના ડેટાના પૃથક્કરણ પછી એ સમજવું પડશે કે કોઈ ચોક્કસ વિસ્તારનું અર્બન હિટ આઇલેન્ડ બનવાના મુખ્ય કારણો કયાં છે. આ સમજ્યા વિના, વધતી જતી ગરમીથી બચવા માટે કોઈ નક્કર અને દૂરગામી વ્યૂહરચના અશક્ય છે. કારણ કે હિટ પ્રોફાઇલિંગ પછી, તેમાંથી મેળવેલા ડેટાના આધારે, જ્યારે આપણે કોઈ ચોક્કસ વિસ્તારમાં પરિબળો અને કારણોનું વિશ્ર્લેષણ કરીએ છીએ, ત્યારે આપણે જાણીશું કે શહેરના તે ચોક્કસ વિસ્તારમાં તીવ્ર હિટ વેવ માટે જવાબદાર કારણો શું છે જે જીવન અને સંપત્તિ માટે જોખમ ઊભું કરે છે. કયાં ક્ષેત્રોમાં કયાં કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવું, ક્યાં તાત્કાલિક રાહતની વ્યવસ્થા કરવી અને ક્યાં લાંબા ગાળાની વ્યૂહરચનાનો અમલ કરવો. નિ:શંકપણે, આવી કોઈપણ વ્યાપક નક્કર વ્યૂહાત્મક યોજનાને અમલમાં મૂકતા પહેલા, આપણી પાસે તે હોવું જોઈએ અને તેના નિર્માણ માટે આપણી પાસે હિટ પ્રોફાઇલિંગ સંબંધિત પર્યાપ્ત ડેટા અને માહિતી હોવી જરૂરી છે. હાલમાં, સામાન્ય રીતે હવામાન વિભાગનાં માપન સાધનો દ્વારા શહેરનું સરેરાશ તાપમાન નોંધવામાં આવે છે. આના પરથી એ જાણી શકાતું નથી કે કોઈ શહેરના ક્યાં વિસ્તારમાં ગરમીને કારણે જાનમાલનું મોટું નુકસાન થવાનું જોખમ છે અને કયો વિસ્તાર ખતરાથી બહાર છે. આવી સ્થિતિમાં, શહેરોની હિટ પ્રોફાઇલિંગ સરળ નથી કારણ કે ઉનાળામાં તીવ્ર ગરમીથી પ્રભાવિત ન થનારાં રાજ્યો, ગરમીથી પ્રભાવિત થતાં રાજ્યો કરતાં વધારે છે. આ માટે સરકારે માનવ સંસાધન અને સાધનસામગ્રી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટા પાયે ખૂબ જ વ્યાપક વ્યવસ્થા ગોઠવવી પડશે.

આવી સ્થિતિમાં કાનપુર આઈઆઈટી દ્વારા નવા મોડલનું નિર્માણ એક સારા સમાચાર છે. આ મોડલ દ્વારા કોઈપણ શહેરના અલગ-અલગ સ્થળોએ તાપમાનનો સચોટ ડેટા અને આગાહી ઉપલબ્ધ થશે, એટલું જ નહીં, તે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ તે પણ જણાવશે. તાત્કાલિક વ્યવસ્થા જેવી કે, ચેતવણી આપવી, સંબંધિત વિસ્તારમાં પાણી અને વીજળીનો અવિરત પુરવઠો, છાયાની જોગવાઈ, આરોગ્ય સુવિધાઓમાં વધારો, જનજાગૃતિનાં પગલાં અને અન્ય સંબંધિત વ્યવસ્થાઓ, લાંબા ગાળાનાં પગલાં જેવા કે વૃક્ષારોપણ, જળાશયોમાં વધારો, હરિયાળી વિસ્તાર, મકાન બાંધકામની યોગ્ય ટેકનોલોજીનો અમલ, કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ વગેરે…

આપણ વાંચો:  તંદુરસ્તી-મનદુરસ્તી : બ્રહ્મચર્ય એટલે આચાર ને વિચારમાં સર્વ ઈન્દ્રિયોનો સંયમ

પરંતુ સમસ્યા એ છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત આ મોડલ હજુ પ્રાયોગિક તબક્કામાં છે. આમાં, એક ખાસ પ્રકારનું સેન્સર વિકસાવવાનું અને તેને માઇક્રો લેવલ પર ઇન્સ્ટોલ કરવાનું બાકી છે. આજે, શહેરોમાં હિટ આઇલેન્ડ કેમ રચાય છે તેની વિગતવાર માહિતીથી દરેક જણ પરિચિત છે. ઈન્ટરનેટ દ્વારા લોકો એ પણ જાણે છે કે સિંગાપોરથી સિએરા લિયોન, એથેન્સ અને બાંગ્લાદેશથી લઈને ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોએ ડીઆઈ એટલે કે થર્મલ ડિસકમ્ફર્ટ ઈન્ડેક્સના એટલાસ બનાવ્યા છે, ચીફ હિટ ઓફિસરની નિમણૂક કરી છે અને તે અધિકારીઓએ તેનો સામનો કરવા માટે શું કર્યું છે અને તેમને કેટલી સફળતા મળી છે. સવાલ એ છે કે આપણે શહેરોની હિટ પ્રોફાઇલિંગ દ્વારા આ કટોકટીનો સામનો કરવા માટે કેટલા તૈયાર છીએ, જે આ સમસ્યાનો ઈલાજ બની શકે છે. સારી વાત એ છે કે સરકારે આ દિશામાં ગંભીર પ્રયાસો શરૂ કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button