તરોતાઝા

નવુ વર્ષ ‘રાક્ષસી’ હોવાથી આરોગ્ય સુખાકારી માટે મહિનામાં એક વખત સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય કરાવશો

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહ માં ગ્રહમંડળ માં રાજાદી ગ્રહ

સૂર્ય – વૃશ્ર્ચિક રાશિ,મંગળ- વૃશ્ર્ચિક રાશિ, બુધ – વૃશ્ર્ચિક રાશિ, ગુરુ -મેષ રાશિ વક્રીભ્રમણ, શુક્ર – ક્ધયા રાશિ, શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ, રાહુ-મીન રાશિ વક્રીભ્રમણ, કેતુ-ક્ધયા રાશિ વક્રીભ્રમણ, રાશિમાં રહેશે.

વિ. સં. ૨૦૮૦ નૂતનવર્ષના નૂતન વર્ષાઅભિનંદન.તમામ વાચકોને વધારે લાભદાયી,શુભદાયી,આરોગ્યમય બનાવે તેમજ માન-સન્માન,પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી શુભેચ્છાઓ. નવું વર્ષ ‘રાક્ષસી’ હોવાથી આરોગ્યની વધુ સુખાકારી માટે મહિનામાં એક વખત સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય કરાવશો.આ સપ્તાહમાં ‘વૃશ્ર્ચિક સંક્રાંતિ’ ચાલતી હોય મંગલ-બુધ ની ત્રિપુટી નૈસર્ગિક કુંડળીથી અષ્ટમભાવે જવાથી પાણીજન્ય રોગો, મહિલા વર્ગને સ્પર્શતા રોગો વકરે. સમયસર દવા સાથે પરેજી રાખવામાં ન આવે તો દર્દ પીડાઓ વધી શકે. શનિ માર્ગી થયેલ હોવાથી અસાધ્ય કે લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે ધીમે-ધીમે આરોગ્ય સુધરશે તેમની રોગપ્રતિકારક શકિત સંચાર થશે.યુવાવર્ગે પ્રવાસ- પર્યટન કે લાંબી મુસાફરીનો વિશેષ કાળજી રાખવી.

(૧)મેષ રાશિ (અ,લ,ઇ):-
પડવા કે દાઝી જવાની સંભાવનાવિશેષ રહેલી છે.જમણા અંગ પર અશક્તિ સાથે ખાલી ચડતી જણાય.વહેલી સવારે સૂર્યોદય સમયે ગંગાજળ સાથે જળ મિશ્રત કરીને અર્ગ આપશો. ગાયત્રીમંત્રના અનુકૂળતા મુજબ જાપ કરશો.

(૨)વૃષભ રાશિ (બ,વ,ઉ):-
આંખોમાં વારંવાર બળતરા જણાય. વધુ પડતું જમવાથી આરોગ્ય કથળે. મીઠાઈ સદંતર બંધ કરશો. નિત્ય પૂજા સાથે કુળદેવીનો દીપક અવશ્ય કરશો. માનસિક ભય, ચિંતાઓ રાખશો નહીં.

(૩) મિથુન રાશિ (ક,છ,ઘ):-
મચ્છરો કરડવાથી તાવ આવી શકે. અતિશય તીખું, તળેલું કે ખાટું ખાશો નહીં. શિવ પૂજા સાથે જીવદયા સાથે નિત્ય પૂજા ચાલુ રાખશો.

(૪)કર્ક (હ,ડ):-
સીઝનલ રોગો હાવી થાય. શરદી, કફની બીમારી જણાય પરંતુ ચિંતાઓ કરવા જેવું નથી. આદુ-તુલસીનો રસ પીવો. મહાદેવજીના દર્શન કરશો.

(૫)સિંહ (મ,ટ):-
સાધારણ છાતીમાં દુખાવા લાગે. હરસ, મસાની તકલીફ હશે તો વધી શકે. સત્યવચન સાથે સમય મુજબ કામ કરનાર માટે રોગ, માંદગી ટકશે નહીં.

(૬) ક્ધયા (પ,ઠ,ણ):-
વજન અકારણ વધવાની શક્યતાઓ. કમર સાથે પગ ઝકડાવાની શિકાયત મળે. ઘરગથ્થુ દવાઓ ખાવી નહીં. સપ્તાહના અંતેયથાશકિત દાન કરશો.

(૭) તુલા (ર,ત):-
કિડની કે યુરીન સંબંધિત અગાઉ ની બીમારીઓ હોય તો કાળજી રાખવી. બહારનું પાણી ચીજ-વસ્તુ ખાશો નહીં. શુક્ર, રાહુ ગ્રહના મંત્ર જાપ કરશો.

(૮) વૃશ્ર્ચિક (ન,ય):-
હરસ, મસાની સમસ્યાઓ યથાવત રહે. ગુપ્તાંગ ભાગે બળતરાઓ વધે. કાલભૈરવ કે બટુક ભૈરવની ઉપાસના આરાધના ફળદાયી નીવડશે.

(૯)ધન (ભ,ધ,ફ,ઢ):-
ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે વિશેષ કાળજી રાખવી. તાવમાં ચડ ઉતર આવે. તાત્કાલિક દવા લેવી તેમ જ આરામ કરવો. સાત અલગ-અલગ ધાન્ય મિશ્ર કરીને પંખીને ચણ નાખશો.

(૧૦)મકર (ખ,જ):-
ગુપ્તાંગ, ગુદાના ભાગે સુઝન સાથેસખત દુખાવો જણાય. હઠીલા દર્દો વધે. હનુમાનજી ને કાચા તેલનો દીપક કરીને મનોમન દર્શન કરશો.

(૧૧)કુંભ (ગ,શ,સ):-
આ સપ્તાહ આરોગ્ય માટે સામાન્ય બની રહેશે. જૂની બિમારીઓ
નિયંત્રિત થશે.મહાદેવજીના દર્શન ઉત્તમ બની રહેશે.

(૧૨) મીન (દ,ચ,ઝ,થ):-
મરડો થવાની સંભાવના તેમ જ આંતરડાની તકલીફ આવી શકે. પૂજામાં નવગ્રહ મંત્ર કરશો. દત બાવનીના પાઠ કરશો.

આ સપ્તાહમાં ઓચિંતા માવઠા આવવાના ગ્રહોના એંધાણ સૂચવે છે. ઉમરલાયક માણસોએ કામ કાજ વિના બહાર જવું નહીં. સપ્તાહના અંત અંતે મચ્છરનો ઉપદ્રવ વધવાથી તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટી સાથે ડેન્ગ્યુ ભરડો લઈ શકે માટે યોગ્ય સાફ સફાઈ કરાવવી. નિયમિત તુલસી ક્યારે સંધ્યા સમયે દીપ કરશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button