તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

વિશેષ ઃ યુવકોમાં ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે જાતીય આકર્ષણ

શૈલેન્દ્ર સિંહ

જે આકર્ષણ માટે સદીઓથી યુવા પુરુષ એટલે કે નવયુવાન બદનામ રહ્યા છે, દુનિયામાં લાખો કાવ્યકૃતિઓ જે જાતીય આકર્ષણ પર લખાઈ છે, તે હાલના દિવસોમાં યુવા પુરુષોમાં ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. કોઈ એક દેશ અથવા ક્ષેત્ર વિશેષમાં આવું નથી થઈ રહ્યું.દુનિયા ના મોટા ભાગના હિસ્સાઓમાં આ જોવા મળી રહ્યું છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઑફ એન્વાયરમેન્ટ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત અમેરિકાની બે વિશ્વવિદ્યાલયો યુનિવર્સિટી ઑફ સાઉથ ડકોટા અને બાયલોર યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા, સ્માર્ટ ફોન અને ડિઝિટલ ગેજેટ્સથી ઘેરાયેલા યુવાઓ, ખાસ કરીને નવયુવાનોમાં ઝડપથી જાતીય આકર્ષણ અને ભાવનાત્મક આકર્ષણ ઘટી રહ્યું છે. તેમનું તમામ ધ્યાન કરિયર, સ્ટેટ્સ, બૅન્ક બૅલેન્સ અને ઓછા સમયમાં વધુ ને વધુ સિદ્ધિઓ હાંસલ કરવામાં લાગ્યું છે.

સંશોધનકર્તાઓએ જે યુવાઓ સાથે સંશોધન માટે વાતચીત કરી તે વાતચીત પરથી નિષ્કર્ષ એ છે કે સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોને યુવાઓમાં જાતીય આકર્ષણ અને ભાવનાત્મક સંબંધો પ્રત્યે ઇચ્છાને ઓછી કરી દીધી છે. એટલે સુધી કે કલાકો સુધી એકલા રહેવા છતાં આજે અનેક કરિયરસ્ટિક યુવાઓમાં થોડું પણ જાતીય આકર્ષણ જોવા મળી રહ્યું નથી.

આ જ કારણ છે કે દુનિયાના મોટા ભાગના સંબંધ નિષ્ણાતો અને સમાજશાસ્ત્રી ચિંતિત છે કે યુવાન પુરુષોનો જાતીય આકર્ષણ તરફ ઘટતો રસ ક્યાંક દુનિયામાં જનસંખ્યા ઘટવાની શરૂઆતને ઝડપી ના કરી દે.
વાસ્તવમાં ડેટિંગ અને લગ્નેતર સંબંધો પર કરવામાં આવેલા અનેક અભ્યાસ બતાવે છે કે યુવાઓમાં સતત ખાસ કરીને યુવકોમાં જાતીય ઇચ્છાઓ, ભાવનાત્મક લગાવ અને સમર્પણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

દુનિયાના લગભગ 56 દેશો એવા છે જે વિકસિત અને અર્ધવિકસિત બંન્ને કેટેગરીમાં આવે છે. જ્યાં યુવકો વચ્ચે જાતીય સક્રિયતા અને સંતુષ્ટિમાં એક ટકાનો વાર્ષિક ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલા માટે બે ડઝનેક દેશ પોતાને ત્યાં યુવકો વચ્ચે પોતાની જાતીય સક્રિયતા વધારવા માટે અનેક પ્રકારે પ્રોત્સાહિત કરી રહી છે.

પરંતુ જાપાન, કોરિયા, નોર્વે, સ્વિડન, ચીન, રશિયા, સ્પેન જેવા દેશો દ્ધારા અનેક પ્રકારની લાલચ અને પ્રોત્સાહન આપવા છતાં આ દેશોમાં યોજના અનુસાર, જન્મદર વધી રહ્યો નથી.
આ દેશોની સરકારો ઓછામાં ઓછાં ત્રણ બાળકો પેદા કરવાની યુવાઓને સલાહ આપી રહી છે, પરંતુ કોઈ પણ દેશમાં આ લક્ષ્યને મેળવવામાં સફળતા મળી રહી નથી.

કારણ યુવાઓમાં વિશેષ કરીને પુરુષોમાં ઘટતું જાતીય આકર્ષણ છે. આ પાછળ ઘણાં કારણો છે જેમાં એક સૌથી મોટું કારણ દરરોજની લાઇફમાં વધતી ટેકનોલૉજી અને યુવા પુરુષો સતત તેના રોમાંચમાં કેદ છે.
સોશિયલ મીડિયામાં દિવસ-રાત વ્યસ્ત રહેવાના કારણે યુવાઓની લાઇફની બાકીની ગતિવિધિઓમાં ઉદાસીનતા વધી રહી છે. દિવસ અને રાત ડિજિટલ ડિવાઈસથી ઘેરાયેલા હોવાના કારણે આજનો યુવા માનસિક રીતે ખૂબ જ થાકી જાય છે. જેના કારણે કોઈ અન્ય આકર્ષણનું તેના મનમાં કોઈ સ્થાન નથી. એટલું જ નહીં આ બધાના કારણે જાતીય સંબંધોની ગુણવત્તામાં ભારે ઘટાડો થયો છે.

આ સંબંધમાં સંશોધકો એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે યુવાઓ સતત માનસિક રીતે તણાવગ્રસ્ત રહેવાના કારણે તે ખૂબ જ થાકી જાય છે અને ભાવનાત્મક ગતિવિધિઓથી કંટાળી જાય છે. એટલા માટે મોટા ભાગના કરિયરમાં ખૂબ સફળ યુવા જાતીય આકર્ષણ ન હોય તે તરફ વધી રહ્યા છે.

ડિજિટલ જીવનશૈલી, વધુ ને વધુ મશીની ગતિવિધિઓ, ઓછી કસરત કરવી, પ્રકૃતિથી વધુ અંતર, ડિજિટલ પ્રસાર માધ્યમોના કારણે પોર્નોગ્રાફીની વધતી લત અને જાતીય સંબંધોમાં અવાસ્તવિક ઇચ્છાઓમાં વધારો છે. આ તમામ બાબતો યુવાઓના જાતીય આકર્ષણને ખૂબ પ્રભાવિત કરી રહી છે.

આપણી તમામ ગતિવિધિઓ સાથે વધતો ટેકનોલૉજીનો હસ્તક્ષેપ પણ છે. આજનો યુવા 18મી અને 19મી સદીના યુવાઓની સરખામણીએ દરરોજ પોતાના કામકાજમાં પાંચથી છ કલાકથી વધુ સક્રિય રહે છે અને આ સક્રિયતા શારીરિક કરતાં વધુ માનસિક હોવાના કારણે તે અંદરથી થાકી જાય છે જે કારણે તે તમામ પ્રકારનાં આકર્ષણો ગુમાવી દે છે. આજની લાઇફસ્ટાઇલ એટલું વધુ કામ અને એક્યૂરેસીની માગ કરે છે કે યુવા ટાર્ગેટ પૂરા કરતાં હાંફી જાય છે.

જોકે આ દુનિયાનો પ્રથમ એવો સમયગાળો છે જ્યાં તમામ સમસ્યાઓ માટે જ્ઞાન ઉપલબ્ધ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આજે દિલ અથવા મગજમાં ઊઠનારા તમામ સવાલોનો જવાબ ઉપલબ્ધ છે. જે કારણે યુવાઓમાં તમામ ક્ષણે મગજમાં પઝલ બનતી રહે છે. જ્યારે બીજી તરફ યુવતીઓ આજે જાતીય સંબંધો મામલે અગાઉ કરતાં વધુ ચાહતથી ભરપૂર છે. તેમનામાં એક એવું આકર્ષણ પેદા થયુ છે કે જ્યાં પુરુષો અથવા યુવકોનું જાતીય આકર્ષણ ઘટી રહ્યું છે જ્યારે યુવતીઓમાં આ વધી રહ્યું છે.

આ અસંતુલનથી વૈજ્ઞાનિક પરેશાન છે. તેમને લાગે છે કે જો આ આગામી અનેક દાયકાઓ સુધી યથાવત્ રહેશે તો આ માનવીઓના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. આ કારણ છે કે સંશોધનકર્તા વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોએ યુવા પુરુષોમાં જાતીય આકર્ષણ વધારવા માટે એક એડવાઇઝરી ડિઝાઇન કરી છે.

જે અનુસાર, યુવા છોકરાઓ અને છોકરીઓએ મળવું જોઈએ. રોજગારના કલાકો સિમિત કરવા જોઈએ, વર્ક ફ્રોમ હોમની સંસ્કૃતિ ભલે ઓછા સમયમાં વધુ કામ કરવાની છૂટ આપતી હોય અથવા તો તેનાથી આવક વધુ થતી હોય, પરંતુ તે સ્વાભાવિક લાઇફ માટે ખતરો છે.

Also Read – મોજની ખોજ ઃ મેરી ક્રિસમસ આઈ ઓર ગઈ, મગર મેરી કિસ્મત ખૂલી નહીં

માનસિક સ્વાસ્થ્ય અને મગજના વિકાસ માટે વર્ક ફ્રોમ હોમ સંસ્કૃતિ વિનાશકારી છે. સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે યુવાઓમાં ખાસ જાતીય સંપર્કો પ્રત્યે શારીરિક ઉત્તેજના સતત ઘટી રહી છે. કારણ કે આજે સંબંધો મશીન જેવા થઈ ગયા છે. એટલા માટે સંબંધોમાં જીવંત રહેવાની જરૂર છે. રોજગારના સમયની ક્લોક બદલાઇ જવાથી કસરત, ડાયટ અને શારીરિક ગતિવિધિઓની નૈસર્ગિક સંસ્કૃતિ ખતમ થઈ રહી છે.

યુવાઓ મોટા ભાગે પોતાના ઘરમાં અથવા જિમમાં કસરત કરે છે. કુદરતના ખોળે કસરત કરવાના વધુ ફાયદા છે. વર્ક ફ્રોમ હોમ હોવાના કારણે નિયમિત કસરત અને સતત કંફર્ટ ઝોનમાં રહેવાની આદત પડી જાય છે. વૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ માને છે કે જો લાઇફમાં રુચિઓ, આકર્ષણ જાળવી રાખવું છે તો આપણે આપણી લાઇફસ્ટાઇલમાંથી મશીનો અને ઓટોમેશનને દૂર કરવું પડશે. પ્રકૃતિની નજીક જવું પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button