તરોતાઝા

ગરમીની શરૂઆતમાં જ પડદાને બનાવો મોસમને સાનુકૂળ

વિશેષ -અનુ આર

ગરમીમાં એવા પડદા રાખવા જોઈએ જે રાહત અને ઠંડક આપે અને જે હલકા અને સાત્ત્વિક હોય. આથી જ ગરમી શરૂ થતાં જ ઘરના પડદાને મોસમને અનુકુળ બનાવી દેવાય તો ગરમીનો સામનો કરવામાં આસાની થાય છે. ગરમીમાં આપણે આપણી રૂમના પડદા બદલવા જોઈએ એ માટે બે કારણ હોઈ શકે. પહેલા તો આપણે ગરમીમાં રૂમના પડદા સંપૂર્ણ ડાર્ક રાખવા માગીએ છીએ અથવા તો ઓરડામાં અતિશય લાઈટ કલર રાખવા માગીએ છીએ. ગરમીની મોસમમાં બપોરે તડકો ચરમસીમાએ હોય ત્યારે આપણે ઓરડાને ડાર્ક કલરનો રાખવાનું પસંદ કરીએ છીએ જેથી આરામ કરતી વખતે વાતાવરણ કૂલ અને સ્મૂથ રહે, પરંતુ જેમ સાંજ પડે કે આપણને ઈચ્છા થાય છે કે મોસમની મજા માણીએ અને આ માટે હલકા અને પાતળા ફેબ્રિકનો ઉપયોગ કરવો
બહેતર છે.

આથી ગરમીની મોસમમાં બે રંગના પડદાનો ઉપયોગ કરવો જોઈએ. ગરમીથી બચાવ જોઈતો હોય ત્યારે ઘેરા રંગના મોટા પડદાનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે સાંજે હલકા પડદામાંથી હવા આવતી હોય તો ઠંડકની પ્રતીતિ થાય છે. આમ જોવા જઈએ તો હેન્ડલુમના પડદા દેખાવમાં આકર્ષક હોય છે, પરંતુ પસંદ અને બજેટ પ્રમાણે વિચારીએ તો સિલ્કના પડદા હંમેશાં ટ્રેન્ડવાળા દેખાય છે. આંધ્ર પ્રદેશની કલમકારી ડિઝાઈનના પડદા અતિશય સુંદર દેખાય છે અને રૂમને પરંપરાગત લુક આપે છે. પડદાની પસંદગી વખતે દીવાલોના રંગને ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. એવું જરૂરી નથી કે ઓરડાની દીવાલ એક જ રંગની હોય. દિવાલના રંગ સાથે મેચ થતો પડદો લઈ શકાય. જોકે એક વાત નિશ્ર્ચિત છે કે બારીમાં લાંબા પડદા સુંદર દેખાય છે. ડ્રોઈંગ રૂમ ફોર્મલ હોવાથી એમાં એ તકેદારી લો કે પડદા હલકા રંગના હોય. આનાથી રૂમ મોટો અને ખુલ્લો લાગે છે.

રૉયલ સિલ્કના પડદા ડ્રોઈંગ રૂમમાં વધારે ઉઠાવ આપે છે. બેડરૂમમાં ડાર્ક રંગના પડદા તમારો રોમાન્ટિક મૂડ વધારે છે. ગુલાબી રંગ તો બેડરૂમ માટે પર્ફેકટ હોય છે. તમે ઈચ્છો તો પ્રિન્ટવાળા પડદા પણ વાપરી શકો. બાળકોના રૂમમાં કાર્ટુન કેરેકટરની પ્રિન્ટ હોય એવા પડદા સારા અને મોહક લાગે છે. જોકે એ વાતનો ખ્યાલ રાખો કે ગરમીને ધ્યાનમાં રાખીને રંગ હલકો જ રાખો. પડદાના પ્રયોગમાં કંટાળો આવી જાય તો ગરમીમાં આની જગ્યાએ ચિકનો પ્રયોગ કરી શકાય. લિવિંગ રૂમ અને વરંડાની વચ્ચે તો ચિકનો ઉપયોગ સૌથી ઉત્તમ હશે. આનાથી હલકી લાઈટ રૂમની અંદર આવતી રહેશે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેનો રોલ કરીને વીંટો વાળી શકાય. ચિકમાં વાંસ હોવાને લીધે ગરમી પણ નહીં થાય, ચિકનો ઓર્ડર આપતી વખત તેને ફર્નિચર સાથે મેચ કરી શકાય. જો સોફાના કવર કે કુશન કવર પર ગુજરાતી પ્રિન્ટની ફેબ્રિકનો ઉપયોગ કર્યો હોય તો એની બોર્ડર પર આનો જ ઉપયોગ કરવો ઉપયુક્ત હશે.

કુશન કવરના ચારે બાજુ લંગે પાઈપીન કે ચિકના બોર્ડ પર ધુંધરું લગાડીને સુંદરતામાં ચાર ચાંદ લગાડી શકાય. આજ પ્રમાણે ગોલ્ડ બોર્ડર, સિલ્ક બોર્ડર, એનટિક બોર્ડર આજની ફેશનમાં અનુકૂળ છે. જો તમે પોતે ક્રિેએટીવ હો તો કટપીસનો પ્રયોગ કરીને ચિકની બોર્ડરની સાથે કુશન કવરના બોર્ડર પર પેચ વર્કનું કામ કરી શકાય. આના ઉપયોગથી રૂમ ગરમીમાં ઠંડો અને આકર્ષક બનાવી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button