સફેદ ચહેરો
કનુ ભગદેવ – ભાગ-12
`ઠીક છે.’ સામે છેડેથી ધીરજનો
અવાજ આવ્યો : `પરિસ્થિતિ શું કહે છે ? ખૂનો દિવાકરે જ કર્યાં હોય એવું લાગે છે ખરું ?
સુનીલ પારાવાર બેચેની અને ભરપૂર પરેશાની સાથે મુંબઈ પાછો ફર્યો હતો.
ડેનીને શોધવાના એના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. નાગપાલને શું જવાબ આપવો, એ જ તેને સૂઝતું નહોતું. ખૂબ વિચાર્યા બાદ એણે પૂના ખાતે નાગપાલને તથા નાસિક ખાતે ઈન્સ્પેક્ટર ધીરજના નામના ટ્રંકકોલ બુક કરાવ્યા. આજ સુધીમાં સુનીલે એકલે હાથે કેટલાયે કેસ ઉકેલ્યા હતા, કેટલાએ ગુમ થયેલા માનવીને એની કુશાગ્ર બુદ્ધિ અને દિમાગનો ઉપયોગ કરીને શોધી કાઢ્યા હતા પરંતુ આજે તે ડેનીને શોધી કાઢવામાં નિષ્ફળ નીવડ્યો હતો. એની નિષ્ફળતાનું એક બીજુ પણ કારણ હતું. મુંબઈની અંધારી આલમથી તે અજાણ્યો હતો. અને અહીં તેનો કોઈ જ સોર્સ નહોતો.
જ્યારે રાજનગર, વિશાળગઢ, દિલ્હી વિગેરે શહેરોમાં વસતા ખતરનાક અપરાધીઓથી તે પરિચિત હતો. નાગપાલ માટેના કોલનો રીપ્લાઈ આવ્યો. જ્યારે નાસિક ખાતે રહેલા ધીરજને સંપર્ક ફોનમાં તે સાધી શક્યો. એણે ધીરજને રંગપુર વિષેની બધી માહિતી આપી તેમજ દિવાકર વિષે પણ વાકેફ કર્યો. ધીરજે અલબત્ત રંગપુરમાં થયેલા હત્યાકાંડના સમાચાર અખબારમાં જરૂર વાંચ્યા હતા, પરંતુ ઘણાએ મુદ્દાઓ તો તેને સુનીલ પાસેથી જ મળ્યા.
સુનીલે એ પણ જણાવ્્યું કે કિરણ રંગપુર ગઈ હોય એવું લાગતું જ નથી, બીજી તરફ દિવાકર બેહોશ પડ્યો છે. અને નજીકનાં ભવિષ્યમાં તેના ભાનમાં આવવાની કોઈ જ શક્યતા નથી.ઠીક છે.' સામે છેડેથી ધીરજનો અવાજ આવ્યો :
પરિસ્થિતિ શું કહે છે ? ખૂનો દિવાકરે જ કર્યાં હોય એવું લાગે છે ખરું ?કદાચ ! આ કામ એનું જ છે, એવી માન્યતા રંગપુર તથા મુંબઈ પોલીસની છે.'
ઓહ…! સાંભળ સુનીલ ! મને લાગે છે કે કિરણની તપાસ માટે શરૂઆતથી જ તું અવળા માર્ગે ચડી ગયો છે.’એટલે...?'
જો દિવાકર ખૂન કરવા સુધીની હદે જઈ શકે એવો માણસ હોય તો સંજોગો કહે છે એ પ્રમાણે તે એ સાંજે ખૂનો કરવા માટે રંગપુર જવા માટે રવાના થયો હોય ! તો બનવાજોગ છે કે મુંબઈમાં જ એણે એકાદ ખૂન કરી નાખ્યું હોય…’શું...?' સુનીલ જોરથી ચમક્યો.
કિરણ, દિવાકરને મળવા માટે જ ગર્લ્સ હોસ્ટેલમાંથી બહાર નીકળી હતી. સાંભળ, એ તેના બંગલે ગઈ… અને એ પળે જ દિવાકરે તેને માર્ગનો કાંટો સમજીને તેને ખતમ કરી નાખી.. ‘ધીરજસાહેબ !' સુનીલ હસ્યો,
તમારી આ થિયરી બરાબર નથી. મેં કહ્યું તેમ એ જ દિવસે સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી દિવાકરના બંગલામાં બે માળીઓ, કડિયા મિસ્ત્રી વિગેરે બગીચામાં કામ કરતા હતા. તેઓએ પૂછપરછમાં સ્પષ્ટ જણાવ્્યું છે કે અહીં કોઈ જ છોકરી નથી આવી અને દિવાકર સાહેબ પોતે એકલા જ મોટરમાં બેસીને બહાર ગયા છે. જતી વખતે એમણે ભરેલા સલામનો જવાબ પણ દિવાકરે સ-સ્મિત આપ્યો હતો. એમ એ લોકોનું કહેવું છે.’તારી અક્કલ આજે ઘાસ ચરવા ગઇ લાગે છે.' સામેથી ધીરજનો કર્કશ અવાજ આવ્યો,
સુનીલ, બનવાજોગ છે કે દિવાકરનો ભોગ લેવા માટે એ ચોરીછૂપીથી માળી-મિસ્ત્રી વિગેરેની નજર ચૂક્વીને ચૂપચાપ એના બંગલામાં દાખલ થઈ ગઈ હોય.’હં, પછી ?'
પછી શું…? દિવાકર કોઈની સાથે ફોન પર વાત કરતો હોય… અને ડેની છુપાઈને એ વાતચીત સાંભળી ગઈ હોય. ત્યારબાદ અચાનક જ દિવાકરને તેની હાજરીનો આભાસ મળી ગયો હોય ! પોતાની વાતચીત એ સાંભળી થઈ છે, એનું ભાન થતાં જ એણે ડેનીને મારી નાખી હોય ! બોલ, આમ બને કે ન બને ?’ઓહ ગોડ...!' સુનીલનો અવાજ તરડાઈ ગયો. ધીરજે કહેલી શક્યતા પર તો તેનું ધ્યાન જ નહોતું ગયું. એ બોલ્યો,
હું હમણાં જ એના બંગલામાં જઈને તલાશી લઉં છું…’હા, આ મિનિટે જ ઊપડ! અને સાંભળ ! હું પણ હમણાં જ મુંબઈ આવવા રવાના થઉં છુ.' પરંતુ એની આ વાત સાંભળવાના હોશ જ સુનીલમાં ક્યાં હતા ? એણે તો ઝડપભેર રિસીવર મૂકી દીધું હતું. બે જ મિનિટમાં એ તૈયાર થઈને નીચે ઊતર્યો અને પછીની મિનિટે એની કાર વરલી તરફ જવા લાગી. તલાશી માટે વોરન્ટ કઢાવવાનો એનો વિચાર આવ્યો, પરંતુ એમાં સમય લાગશે એમ માનીને તેણે તે વિશે માંડી વાળ્યો. મરીન લાઈન્સથી વરલી તે વીસેક મિનિટમાં જ પહોંચી ગયો... દિવાકરના બંગલાની આજુબાજુમાં કેટલાએ નવા ફ્લેટો બંધાયા હતા. ઉપરાંત સાગરકિનારે માછીમારોની વસ્તી પણ હતી. દિવાકર પોતાના બંગલામાં બીજા માળ પર રહેતો હતો. સાંજનો સમય હતો, આથી સહેલાણીઓની સાથે સાથે ત્યાં કેટલાએ માછીમારો પણ પોતાનું કામ કરતા હતા. દિવાકરના બંગલાની બરાબર પાછળ તેમજ બે નવા ફ્લેટ સિસ્ટમનાં મકાન પછી લાઈનબંધ ગેરેજ હતાં અને બંધ રસ્તાઓ પણ...! તે બધાં ગોડાઉનો હોય એવું લાગતું હતું... એક આધેડ માનવી નીચે બગીચામાં કામ કરતો હતો. સુનીલ આ પહેલાં પણ તેને મળી ચૂક્યો હતો. બન્ને એક-બીજાને નમસ્તે કર્યાં.
કહો સાહેબ ! પછી પત્તો મળ્યો આપને ?’ના...' સુનીલે જવાબ આપ્યો,
ફરી ફરીને મારે છેવટે દિવાકર સાહેબ પાસે જ આવવું પડ્યું છે.’એ છોકરી અહીં તો આવી જ નહોતી સાહેબ ! કારણ કે તે દિવસે હું બપોરે 1 થી 3 સિવાય એટલે કે બપોરના ત્રણ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી સતત જાગતો હતો. જો એ આવી હોત તો ચોક્કસ જ મેં એને જોઈ હોત !'
તમે દિવાકરને બહાર જતો જોયો હતો ને ? જરા યાદ કરો…!’ સુનીલ એ માળીના ચહેરા પર નજર કરતા બોલ્યો, શું' એ ચિંતાતુર કે પરેશાન લાગતો હતો ?
બિલકુલ નહિ…’એનો દેખાવ અસ્તવ્યસ્ત, થાકેલો, કંટાળા ભરેલો કે ગભરાટભર્યો અને તે ખૂબ જ ઉતાવળમાં હોય એવું તમને લાગ્યું હતું ?' સુનીલે આશાભર્યા અવાજે પૂછ્યું.
જી નહિ ! તેઓ તો ખૂબ જ આરામથી કોઈક ફિલ્મી ટ્યુનસિટીના અવાજમાં ગણગણતા નીચે ઊતર્યા હતા. ગેરેજ ઉઘાડું જ હતું. તેઓ અંદર ગયા અને પછી કારને બહાર કાઢીને દરવાજા તરફ વાળી. મારી પાસેથી કાર પસાર થઈ ત્યારે મેં એમને સલામ ભરી હતી અને તેઓએ હસીને એ સલામ ઝીલી હતી તથા કારને ફાટકમાંથી પસાર કરાવીને સડક પર હંકારી ગયા હતા ! અને આ વાત મેં હમણાં પોલીસને પણ જણાવી છે.’પોલીસને ?'
હા, અત્યારે અહીં પોલીસ હાજર છે.’
સુનીલ તાબડતોબ ઉપર બીજા માળે પહોંચ્યો.
ત્યાં ચીફ ઈન્સ્પેક્ટર બમનજીની હાજરીમાં પોલીસ તલાશી લઈ રહી હતી.
બમનજીએ તેને આવકાર આપ્યો.આ ઉપરના ભાગને બરાબર કાળજીથી જુઓ મિ.સુનીલ !' બમનજી તેને સંબોધીને બોલ્યો. સુનીલે બીજા માળાએ ફ્લેટમાં ચારે તરફ શોધપૂર્ણ નજર દોડાવી. સુખ-સગવડ અને એશોઆરામની પ્રત્યેક વસ્તુઓ ત્યાં મોજૂદ હતી. ફ્લેટ જે ખૂબ જ સુરુચિપૂર્ણ રીતે સજાવવામાં આવ્્યો હતો. દિવાકર ખૂબ જ આરામ પસંદ હૃદયનો માનવી હશે એવું સ્પષ્ટ લાગતું હતું. એકેએક વસ્તુઓ તેના યોગ્ય સ્થાને ગોઠવાયેલી હતી. ફ્લેટની સાદગી તથા સુરુચિ સમ્પન્નતાથી સુનીલ પણ બેહદ પ્રભાવિત બની ગયો હતો. કોઈ જ જાતની ત્યાં અવ્યવસ્થા કે વેરવિખેર નહોતી. એણે પોતાની શંકા બમનજીને જણાવી.
હા.’ બમનજી વિચારપૂર્ણ અવાજે બોલ્યા, આ એક શક્યતા છે ખરી ! આપણે તે વિશે વિચારવું જોઈએ. પરંતુ દોસ્ત અહીં ખૂન જેવો ભયંકર અપરાધ થયો હોય તો ઓછામાં ઓછું આ ફ્લેટમાં થોડી ઘણી તો અવ્યવસ્થા કે વેરણછેરણ વાતાવરણ હોવું જોઈએ...ને જ્યારે અહીં તો બધું વ્યવસ્થિત છે. જાણે કંઈ બન્યું નથી !
ઠીક છે ‘ સુનીલ બોલ્યો. પછી તે એ લોકોને ત્યાં જ રહેવા દઈને નીચે આવ્યો. તે દિવાકરના ગેરેજ તરફ આગળ વધ્યો. ફ્લેટ એકદમ વ્યવસ્થિત હતો તો પછી ડેનીની હત્યા જો ખરેખર જ હત્યા કરવામાં આવી હોય તો ક્યાં કરવામાં આવી ? ગેરેજમાં…? અને…અને શેડ શાના છે ? એણે તે વિશે પેલાં માળીને પૂછ્યું.આ તો ગોડાઉનો છે સાહેબ ! દિવાકર સાહેબની કું.નાં ગોડાઉનો ! એમનો ધંધો રોજગાર ખૂબ જ મોટો છે. કેટલાએ સ્થળે એમના વહાણવટાની ઓફિસો તથા આવાં ગોડાઉનો છે. દરરોજ હજારોનાં માલની આવજા-હેરાફેરી થાય છે.'
બરાબર…’ સુનીલ બોલ્યા, પરંતુ મેં એમ સાંભળ્યું છે કે હાલમાં એમની કુાં.ને વેપાર ધંધામાં ખૂબ જ નુકસાન થયું છે. અને હજારો કે પછી બે પાંચ લાખ રૂપિયાની ખોટ ગઇ છે. તેઓ કદાચ આજકાલ ખૂબ જ નાણાભીડમાં હોય એવું લાગે છે.'
સાહેબ !’ એ માળી બોલ્યો. હું અવારનવાર એમને ત્યાં છૂટક કામ કરવા આવું છું. આથી એમના વિશે હું જે કંઈ જાણું છું, એથી તેઓ આર્થિક મુસીબતમાં આવી પડ્યા હોય એમ હું હરગીઝ નથી માનતો. અરે હું તો ત્યાં સુધી જાણું છું કે એમને એમના વેપારધંધામાં દરરોજ પારાવાર નફો થાય છે. ખૂબ જ કમાય છે આપ કદાચ નહિ જાણતા હો-બે મહિના પહેલાં જ એમણે આ બંગલાની આસપાસની તમામ જમીન તથા આ પ્રાઈવેટ ગોડાઉન રોડ, ગોડાઉનો સહિત પોતાના નામ પર રજિસ્ટર્ડ કરાવ્યાં છે. લગભગ વીસ લાખ રૂપિયામાં...! બોલો, હવે કેવી રીતે હું એમ માનું કે તેઓ આર્થિક-નાણાભીડમાં છે ?'
ઓહ…પોતાના મિત્રો પાસે તો જો કે તેઓ આર્થિક મુસીબતનાં રોદણાં જ રડ્યા હતા.’
સુનીલે સ્મિત ફરકાવ્્યું અને માળી પોતાના કામે લાગી ગયો.
સુનીલ આગળ વધ્યો. એ વિચારતો હતો-ઈન્સ્પેક્ટર ધીરજની થિયરી પ્રમાણે જો દિવાકરે કિરણને મારી નાંખી હોય યા તેના પર હુમલો કર્યો હોય અથવા તો તેને કેદ કરી હોય તો પણ એ કામ એણે પોતાના ફ્લેટમાં તો નથી જ કર્યું. એની નજર ગોડાઉન તથા ગેરેજ તરફ ફરી. કદાચ ગેરેજમાં…? એનાથી વધુ સારું સ્થળ બીજું કયું હોઈ શકે? એ તરફ કોઈની ખાસ આવજા પણ નથી. ગોડાઉન છેડે દરિયો ઊછળતો હતો. કદાચ એને મારી નાખીને દરિયામાં ફેંકી દેવાઈ હોય… સાગરના પેટાળમાં હંમેશને માટે દફનાવી દેવામાં આવી હોય !
એણે ચારે તરફ નજર કરી. એ શાંત વાતાવરણમાં એકલદોકલ માણસો આવજા કરતા હતા. એણે પોતાનું કામ એકાંતમાં ચુપકીદીથી પાર ઉતારવાનું નક્કી કર્યું. તે સાગરકિનારા તરફ આગળ વધીને છેવટે ઠંડી રેતીમાં બેસી ગયો. દરિયો શાંત હતો અને દૂર સૂર્ય આથમવાને વાર નહોતી…
થોડીવાર સુધી તે ઊછળતાં મોજાઓને તાકી રહ્યો.
એના દિમાગમાં વિચારોનું ધમસાણ તો ચાલુ જ હતું. રહી રહીને એક જ પ્રશ્ન એના દિમાગમાં ટકરાતો હતો.
-ડેની ક્યાં ગઈ ?
મિસ ચૌધરીના કહેવા પ્રમાણે તે ગુમ થઈ ગઈ એ જ દિવસે સાંજે લગભગ સાત વાગ્યે દિવાકર સાથે ફોનમાં વાતો કરતી હતી. ચૌધરીની વાતચીત પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે તેનો પ્રોગ્રામ મેટ્રોમાં જવાનો કેન્સલ થયો હતો. બીજી તરફ લગભગ સાડા સાત વાગ્યે દિવાકર પોતાના બંગલામાંથી બહાર નીકળ્યો હતો અને એ વખતે તે તદ્દન બેફિકર દેખાતો હતો. માળીના કહેવા પ્રમાણે ત્યાં કોઈ જ છોકરી નહોતી આવી.
કદાચ ડેની સાત વાગ્યે દિવાકરને મળવા માટે ફોર્ટમાંથી નીકળે તો પણ વરલી પહોંચતા તેને ઓછામાં આછી વીસ-પચ્ચીસ મિનિટ થાય. જ્યારે દિવાકર સાડા સાત વાગ્યે એકલો જ બહાર નીકળ્યો હતો. કદાચ તે દિવાકરને મળી તો પણ ફક્ત આઠ-દશ મિનિટના ગાળામાં જ એણે તેનું શું કર્યું ? નહિ, અશક્ય છે. એ દિવાકરને પહોંચી જ નથી…તે અત્યારે ક્યાં છે, જે દરિયો એની સામે ઊછળી રહ્યો છે કદાચ…દૂર સૂરજ ડૂબી ગયો…
તે ઊભો થયો. હવે ત્યાં નિર્જનતા છવાઈ ગઈ હતી. કોઈ કરતાં કોઈ જ ત્યાં નહોતું. આજુબાજુની ઈમારતોમાં રોશની પથરાઈ ગઈ હતી. સાગરની સપાટી પર દૂર..દૂર સ્ટીમરો પર પ્રકાશ ફેલાયેલો નજરે ચડતો
હતો.
દિવાકરના ગેરેજની સામે આવીને સુનીલ ઊભો રહ્યો. અત્યારે ગેરેજના દ્વાર પર તાળું હતું. કદાચ બંગલાના માળીએ સાવચેતી ખાતર તેને બંધ કરી દીધું હતું. એણે ચારે તરફ નજર કરી. ચોકીદાર કદાચ ક્યાંક બહાર ગયો હતો. સુનીલે ગજવામાંથી સાઈલેન્સર ફીટ કરેલી રિવોલ્વર કાઢી અને પછી તેનું ટ્રીગર દબાવ્યું. વળતી જ પળે ફીસ' અવાજ સાથે ગોળી છૂટી અને આંખના પલકારામાં તાળું તૂટીને નીચે પડ્યું. એણે ફરીથી ચોપાસ નજર કરી. ખોફનાક સન્નાટો અને અંધકાર સિવાય કંઈજ નહોતું. શટર ઊંચું કરીને એ અંદર પ્રવેશ્યો. તૂટી ગયેલા તાળાને એણે કોઈની નજર ન પડે એટલા ખાતર ગેરેજમાં જ એક મોટા ટાયર નીચે છુપાવી દીધું. પછી શટરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. ગેરેજના વાતાવરણમાં કેટલીએ જાતની મિશ્રિત ગંધ હતી. પેટ્રોલ, મોબીલ, ઓઈલ અને રબ્બરનાં ટાયરોની ! એણે ચારે તરફ બેટરીનો પ્રકાશ ચમકાવ્યો. મોટર રિપેરિંગનાં હથિયારો, પકડ, પાના, જેક પેટ્રોલ અને ઓઈલવાળાં કાળાં પડી ગયેલાં કપડાના દુર્ગંધ મારતા ટુકડાઓ, પેટ્રોલનું કેન અને આવા જ પરચૂરણ સરસામાનનો ત્યાં કબાડો ભર્યો હતો. ના, અહીં કોઈનું ખૂન થયું હોય એવું નથી લાગતું. ખૂન તો દૂરની વાત રહી. કશુંએ થયું હોવાનાં ચિહ્નો નથી. સાધારણ મારપીટ પણ નહિ. ગેરેજની વચ્ચે જ્યાં કાર ઊભી રાખવામાં આવતી હતી ત્યાં અત્યારે કાર ન હોવાથી તે જગ્યા ખાલી હતી... અને તેની બરાબર વચ્ચે એક નાનો તખ્તો હતો. કાર જ્યારે ઊભી હોય ત્યારે આ તખ્તો તેની નીચે છુપાઈ જતો. મોટરમાં રિપેરિંગ વર્કશોપમાં આવા તખ્તા હોય છે. સુનેલે ત્યાં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. લાકડાંના એ ચોરસ ભાગની કિનારને સુનીલે જોરથી ઉથલાવી તો તે પેટીનાં ઢાંકણાની જેમ ઊઘડી ગયો. સુનીલની આંખોમાં ચમક પથરાઈ ગઈ. ટોર્ચનો પ્રકાશ ઊઘડી ગયેલા તખ્તા નીચે દીવાલ સરસી ગોઠવાયેલી મજબૂત દોરડામાંથી બનાવેલી સીડી પર રેલાતો હતો.
સુરંગ !’ તે બબડ્યો પછી વળતી જ પળે તે દોરડાની સીડી પર બેહદ સાવચેતીથી નીચે ઊતરી ગયો. સીડી એક લાંબા-પહોળા માર્ગમાં પૂરી થઇ કાચી-પાકી, ઊંચી-નીચી જમીન પર અંકિત થયેલાં પગલાનાં નિશાનો સ્પષ્ટ રીતે સૂચવતાં હતાં કે આ સુરંગનો ઉપયોગ લગાતાર કરવામાં આવ્યો. દિવાકરની જિંદગીનું બીજું પરદા પાછળનું રૂપ ! જે જમીન નીચે જ ખુલ્લું થાય છે. આ સુરંગનાં અસ્તિત્વ વિશે કદાચ કોઈ જ નહીં જાણતું હોય ! અને આટલા માટે જ એના બંગલાની આજુબાજુની જમીન ખરીદી લેવામાં આવી છે, જેથી ત્યાં બહારનો કોઈ જ માણસ ન આવી શકે કે તેની પ્રવૃત્તિને જોઈ શકે. તે આગળ વધતો ગયો. અને એ માર્ગ પાછો એક બીજી લાકડાની સીડી પાસે પૂરો થયો. ઘટાટોપ અંધકાર ! એણે ટોર્ચની રોશનીમાં સર્વગ્રાહી નજર દોડાવી. એનું અનુમાન સાચું નીકળ્યું. તે એક મોટું વિશાળ ગોડાઉન હતું, ચારે તરફ લોખંડની બંધાયેલી લાકડાંની પેટીઓનાં ગંજ ખડકાયેલા હતા અને ઉપર લેબલ હતા. ઈન્ડિયન કલોથગુ ! સુદાન. ઈન્ડિયન પ્લાસ્ટિક્સ એડન ! મેડિકલ ગુડ્ઝ…ઈરાક બગદાદ…! ઈન્ડિયન ટી…દુબઈ…! એણે એક પેટી તોડી નાખી.
જોકે તેમાં ખૂબ જ મહેનત પડી. એ પેટી પર લખ્યું હતુ – ઈન્ડિયન ટી…દુબઈ ! પેટી તૂટતાં જ ચાની સુગંધ ત્યાં ફેલાઈ ગઈ. પણ ચાની નીચે ઉ5ર ચાનાં ઢગલાંની નીચે સિંગતેલનો સીલબંધ નીચે મસૂરની દાળ ભરેલી પારદર્શક મજબૂત પ્લાસ્ટિકની થેલી ભરેલી હતી. એના હોઠ પર હાસ્ય ફરક્યું. વાહ..શું માસૂમિયત છે ? ચાહના ઓઠા નીચે આ દિવાકરસાહેબ દુબઈ ખાતે સિંગતેલ અને ચોખાને ધકેલી રહ્યા છે.’ દેશાઇ સ્ટીમ કુાં. લોકોની દૃષ્ટિએ એક પ્રમાણિક ઈજ્જતદાર કુાં. જેનાં વહાણો દરિયામાં કાયદેસર રીતે આયાત-નિકાસ કરે છે. આ ગોડાઉનમાં જે પેટીઓ ભરી છે તે આજકાલમાં જ માલવાહક જહાજમાં ચડાવી દેવામાં આવશે… અને કોઈ જ વાંધો નહિ ઉઠાવી શકે… ભારતીય ચાહ, કાપડ, પ્લાસ્ટિક્સ વિગેરે નિકાસ કરવાનો કોઈ ગુનો તો છે જ નહિ !
આમ તો જો કે કશું જ ગેરકાયદેસર નથી. આ સુરંગ પણ નહિ…! પરંતુ લોકોની નજરે…! આ જ રીતે બહારથી પણ ફોરેન ગુડઝ લાવવામાં આવતું હશે. જેમ કે ટ્રાન્ઝિસ્ટર્સ, રેડિયા, ટેપ રેકોર્ડર, ઘડિયાળો, સોનું એ ગેરકાયદેસર માલસામાન આવી જ પેટીઓમાં નિર્દોષ વસ્તુઓના ઢગલા નીચે છુપાયેલી હોઈ શકે અને પછી અહીંથી આ સુરંગ દ્વારા બીજી તરફ આવેલા ગેરેજમાં પહોંચાડવામાં આવતી હશે. અને સાંજે જ્યારે દિવાકરસાહેબ હાથમાં ચાવીના ઝૂડાની ચેઈનને ઘુમાવતાં ઘુમાવતાં મોંએથી સીટી વગાડતાં નીચે ઊતરીને ગેરેજ તરફ જતા હોય ત્યારે જોનારાને તો એમ જ લાગતું હશે કે જનાબ ક્યાંક ફરવા જઈ રહ્યા છે. એ વખતે કોઈને યે કલ્પના નહિ આવતી હોય કે એમની ગાડીમાં, ડીકીમાં તથા સીટ નીચે આવો દાણચોરનો માલ ભર્યો છે અને હવે જનાબ તેનો નિકાલ કરવા જાય છે.
સહસા એણે ટોર્ચ બુઝાવી દીધી.
અચાનક જ તેને આભાસ થયો કે પોતે આ ગોડાઉનમાં એકલો નથી.
કોઈક બીજું પણ છે ! ! !
કોણ હશે એ ?
એ બેહદ સાવચેત બનીને ઘટાટોપ અંધકારમાં શ્વાસ રોકીને ઊભો રહી ગયો, બેહદ ખોફનાક વાતાવરણ હતું અને વાતાવરણને ભયાનક રીતે તોલદાર બનાવતો ભેંકાર સન્નાટો ત્યાં ગુંજવા લાગ્યો હતો. એણે કાનને સરવા કર્યા. ક્યાંય કોઈ જ અવાજ નહોતો !
છતાં પણ એને લાગતું હતું કે પોતાના સિવાય અહીં બીજા કોઈની પણ હાજરી છે જ.
એ ધીમે ધીમે સરકીને સુરંગના દ્વાર તરફ જવા લાગ્યો…
અને પછી અચાનક અંધકારમાં એક કાળી આકૃતિ એના પર સાક્ષાત્ મોત બનીને તૂટી પડી. સુનીલ માછલીની જેમ એની પકડમાંથી છટક્યો.. અંધકારમાં એણે આંખો ફાડીને જોયું અને પછી અનુમાનના આધારે જ એનો હાથ હવામાં ઊંચો થયો.
વળતી જ પળે એનો વીજળિક ગતિએ નીચે ઊતરીને કોઈક વ્યક્તિની ગરદનના પાછલા ભાગમાં સ્ટીમ રોલરનાં તોતીંગ ફટકાની જેમ ભીષણ પ્રહારની જેમ ઝીંકાયો. અંધારામાં જ એક હળવી ચીસ સંભળાઇ. પરંતુ સુનીલનો હરીફ કદાચ બળવાન હતો.. તે પણ લડાઈના દાવપેચથી પરિચિત હતો.
બન્ને માતેલા આખલાની જેમ અંધકારમાં જ પરસ્પરને મહાત કરવાના પ્રયાસોમાં લાગી ગયા. મારપીટ અને ધડાધડીના અવાજથી સુરંગ ગાજી ઊઠી.
પછી અચાનક સુનીલે એ માનવીની પાછળ ઊભા રહીને એની ગરદનમાં પોતાનાં બન્ને હાથ ભયાનક તાકાતથી ભીડી દીધા…તમે છો કોણ જનાબ...! જરા ટોર્ચ સળગાવવા દો એટલે તમારાં દર્શન કરી શકું.' જવાબ આપવાને બદલે તે માનવીએ જોરથી સિસોટી વગાડી. જોતજોતમાં જ કેટલાયે મનુષ્યોનાં દોડી આવવાનાં પગલાં સંભળાયાં. એકસાથે જ જોડાયેલા બીજા ગોડાઉનનો દરવાજો ધડામ કરતો ઊઘડ્યો અને પછી કેટલાએ માણસો તેને ઘેરી વળ્યાં. એ સૌના હાથમાં પાવરફુલ શક્તિશાળી પ્રકાશ ફેંકતી ટોર્ચો ચમકતી હતી. સુનીલને સુરંગમાં પાછો પ્રવેશી જવાની તક જ ન મળી.
એને મારશો નહિ.’ અચાનક સુનીલનાં કાનમાં ભારેભરખમ અને તીખો બરછીની ધાર જેવો અવાજ આવ્યો, તમે લોકો સમયસર જ આવી પહોંચ્યા છો. મારપીટની જરૂર નથી. જે દાવ અજમાવીને એ મારા હાથમાંથી માછલીની જેમ સરકી ગયો, એ દાવ હું તેની પાસેથી શીખવા માગું છું...'
જેવી આપની મરજી દેશાઈભાઈ.’
`દેશાઈભાઈ…!’
સુનીલ ચમકી ગયો.
તો આ જનાબ દિવાકરના પાર્ટનર દેશાઈભાઈ છે !
એ દેશાઈભાઈ કે જેના ભાઈબહેનોનાં ખૂનો થઈ ચૂક્યાં છે.