સફેદ ચહેરો
કનુ ભગદેવ – પ્રકરણ-18
(ગતાંકથી ચાલુ)
રાત્રે એણે પોતાના કેબિનમાંથી એક લોખંડી સળિયો શોધી કાઢયો હતો, હવે એના વડે જ તે અહીં થી છટકવાનો પ્લાન બનાવતો હતો.
પોતાના બિસ્તર પર જાણે કોઈક ચાદર ઓઢીને ઊંઘતું હોય એવું એણે તકિયા- ઓશિકાં વિગરે ગોઠવીને દેખાવ કર્યો…
બહાર પગરવ સંભળાયો. તે વીજળીક ગતિએ કૂદકો મારીને દ્વારા પાછળ છુપાઈ ગયો. બારણું ઊઘડયું અને એક દૂબળો- પાતળો અને લાંબો માનવી પલંગ આગળ વધ્યો. ઊઠો સાહેબ ! જુઓ આજનો દિવસ કેટલો બધો રળિયામણો છે. હું આપને માટે ચા નાસ્તો લઈ આવ્યો.' મધુર વાણી ઉચ્ચારી રહેલો એ માનવી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ સુનીલે પાછળથી બિલ્લી પગે પહોંચીને એના માથાના પાછલા ભાગ પર ખૂબ જોરથી લોખંડનો સળિયો ફટકાર્યો. આવા સરસ અને પ્રેમાળ માનવીને આ રીતે ફટકો મારતાં સુનીલને ખૂબ દુ:ખ થયું પરંતુ બીજો માર્ગ જ નહોતો. આ માનવીના કંઠમાં જ પીડાની ચીસ રૂંધાઈ ગઈ. એના હાથમાંથી ટે્ર છટકી ગઈ અને તે નીચે ફસડાઈ પડયો. સુનીલે તેની તલાશી લીધી. પરંતુ તેને નિરાશ થવું પડયું એણે એમ માન્યું હતું કે આ બદમાશો પોતાની સાથે રિવોલ્વર રાખતા જ હોય છે. પરંતુ નીચે બેહોશ પડેલા માનવીના ગજવાં ખાલીખમ હતાં.
સાલ્લા, આ બદમાશો પણ કમાલ છે’ તે બબડ્યો. પછી એણે માનવીના હાથ-પગ બાંધવા માટે ચાદર ફાડીને તેનો ઉપયોગ કર્યો તે બેહોશ થઈ ગયો હતો અને હાલ તુરત ભાનામાં આવવાની કોઈ જ શકયતા નહોતી. પછી તે ખૂબ સાવચેતીથી બહાર નીકળ્યો.
તે એક સાંકડી લોબી હતી. અને બંને તરફ કેબિનોની હારમાળા હતી. સદ્ભાગ્યે અત્યારે ત્યાં કોઈ જ નહોતું. ઉપર ડેક પરથી એકસામટા કેટલાએ માણસોનો અવાજ સંભળાતો હતો. એણે અનુમાન કર્યુ કે દશ-બાર માણસોથી વધુ લોકો જહાજ પર નહિ હોય! હજુ તો તે આગળ ધપવાનો વિચાર હતો ત્યાં જ બાજુની કેબિન ઊઘડી અને હાથમાં એક ટે્ર લઈને બરકતઅલી બહાર નીકળ્યો. સુનીલ પર નજરે પડતાં જ એની આંખો હેરતથી ફાટી પડી. એ ચીસ પાડવા જતો ત્યાં જ સુનીલે ઊછળીને તાકાતથી દબાવી દીધો. અને પછી તેને ઘસડીને એજ કેબિનમાં લઈ ગયો. એના હાથની ટે્ર તો લોબીમાં જ ગબડી પડી હતી.
કેબિનમાં ડેની હતી….
થોડી પળો બંને એકબીજા સામે તાકી રહ્યાંપેલી ચાદર ફાડી નાખ?' સુનીલ છેવટે ઉતાવળા અવાજે બોલ્યો. ડેની તેનો આશય સમજી ગઈ. અને આગલી બે મિનિટ પછી બરકરતઅલી કેબિનમાં જ હાથ-પગ બંધાયેલી સ્થિતિમાં પડયો હતો. એના મોંમાં પણ મજબૂત રીતે ડૂચો મારી દેવાયો હતો.
તું અહીં જ રહેજે’ એ બોલ્યો, ? હું બીજાઓ પર હાથ સાફ કરવા જઉં છું...'
હું પણ સાથે જ આવું છું’નહિ, તું આનું ધ્યાન રાખ...' અને પછી તે જવાબના રાહ વગર બહાર નીકળ્યો. એને અત્યારે રિવોલ્વરની ઘણી જ જરૂર હતી. આમાંથી જ એકાદ કેબિન દેશાઈભાઈની હોવી જોઈએ એમ તે માનતો હતો. પહેલી, બીજી, ત્રીજી...! નજર કરતાં જ ઊછળી પડયો. અંદર પ્રવેશીને એણે દ્વાર બંધ કર્યું. એ દેસાઈભાઈની જ કેબિન હતી. તલાશી લેતાં એક ખાલી રિવોલ્વરમાં કારતૂસો નહોતાં, વાંધો નહિ, ધમકાવવા માટે ખાલી રિવોલ્વર પણ ભરેલી જેવી જ કામ આપશે. સહસા એની નજર ખૂણામાં પડેલી એક સ્ટેનગન પર પડી. હર્ષથી એ નાચી ઉઠયો. તપાસ કરતાં ત ભરેલી દેખાઈ, એને ઉઠાવીને તે બહાર નીકળ્યો. એ રસ્તો છેલ્લ કિચન પર આવીને પૂરો થતો હતો. એણે દ્વારને પગ વડે ઠોકર મારી, અંદર તાહેરઅલી ઊભો ખૂબ મોજથી કોફી પીતો હતો....
તું… તમે તમે …’સામે ઊભેલા સ્ટેનગન તાકી રહેલા સુનીલને જોઈને એનો અવાજ થોથવાયો.જો સહેજ પણ અવાજ કે ચું... ચા કરીશ તો તારી ખોપરી જ ઉડાવી મૂકીશ...' સુનીલ ધીમા પણ સૂચવતા અવાજે બોલ્યો,
તારા પગ નહિ, પગ નહિ… બંને હાથ ઊંચા કર…’અરે...સાહેબ,આ બધી ધમાલ શા માટે? આ જહાજ પર કોઈ જ જાતની મારામારી કે ખૂનખરાબી ન થવી જોઈએ એવો મને મારા બોસે કડક હુકમ આપ્યો છે ! તમે જ કહો, શું અહીંયા અમારા તરફથી તમને તકલીફ પડી છે ખરી?'
અત્યારે હુકમ મારો ચાલશે, જોતો નથી હુકમનું પાનું મારા હાથમાં છે…’ એણે સ્ટેનગન તરફ સંકેત કર્યો.ઠીક છે સાહેબ !' તાહેરઅલી પડી ગયેલા અવાજે કહ્યું,
જેવી તમારી મરજી! લો, હું હાથ ઊંચા કરી દઉં છું. પણ હવે તમે શું કરવા…..’ તે એટલો બધો નરવસ બની ગયો છે એવો દેખાવ કરીને બોલતો હતો કે સુનીલને તેના પર કશીએ શંકા આવી નહિ, અને પછી વાકય પૂરું કર્યા પહેલા જ એ ખીસકોલી જેટલી ચપળાતાથી એકદમ ઉપર ઊછળ્યો અને વળતી જ પળે બહાર નીકળી ગયો. એણે બૂમાબૂમ કરી મૂકી, દોડો દોડો... કેદી છટકી જાય છે. સુનીલ ગોળી છોડયા વગર જ પળભર ઊભો રહ્યો. પછી એણે બીજો ઉપાય શોધ્યો. તે વ્હીલ ર્હાંઉસ તરફ આગળ વધ્યો. માર્ગમાં બે- એક માણસો તેને સામા મળ્યા પરંતુ તેના હાથમાં સ્ટેનગન જોઈને જાણે ત્યાં હતાં જ નહિ એ રીતે આડાઅવળા થઈ ગયા. વ્હીલ હાઉસ પર જે માનવી બેઠો હતો એની સામે સ્ટેનગન તાકાતાં જ તે દોડીને એક ખૂણામાં ભરાઈ ગયો. સુનીલે વ્હીલ હાઉસનું બારણું બંધ કરી દીધું, વ્હીલમેન ખૂણામાં ઊભો ઊભો સસલાંની જેમ ભયથી થરથરતો હતો કે પાસ તથા દિશાસૂચક યંત્રમાં નજર કરીને સુનીલે વ્હીલના લોખંડી ચકકરને ઘુમાવ્યું અને વળતી જ પળે જહાજે દિશા બદલી. આ દરમિયાન તમામ માણસો બહાર ડેક પર ભેગા થઈ ગયા હતો,
એ નાલાયકના હાથમાં સ્ટેનગન આવી ગઈ છે. કોઈ પણ હિસાબે એને પાછો પૂરી દેવો જોઈએ. સુનીલે બારી ઉઘાડી. ત્યાંથી ડેકનું દશ્ય સ્પષ્ટ દેખાતું હતું તાહેરઅલીના આંખો બારી તરફ જ હતી.એય વોરાજી....' સુનીલ તાહેર સામે જોઈને બરાડયો.
કપાળ તારા બાપનું ! તું હવે મને શું પૂરવાનો છે? હું જ તમને બધાને પૂરી દઈશ…! એકલી પૂરી જ નહિ સાથે સાકર (વોરા લોકો સાંકળને સાકર કહે છે. સુનીલનો આશય સાંકળ જ થતો હતો) પણ દઈશ. (મતલબ કેબિનમાં પૂરીને બંધ કરીને સાંકળ ચડાવી દઈશ ) તમે લોકો હવે ચુપચાપ આત્મસમર્પણ કરી દો. જો મારો આદેશ નહિ માનો તો મારે ન છૂટકે ગોળીઓ ચલાવવી પડશે જહાજ મારા કબજામાં છે અને હવે તે મુંબઈ તરફ પાછું ફરી રહ્યું છે. જો તમારામાંથી કોઈને અટકાવવાની ઈચ્છા હોય તો તે તેમ કરાવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ તો પછી પ્રાણ ગુમાવવો
પડશે.’એ...મિસ્ટર !' તાહેર ઊંચા અવાજે બોલ્યો,
અમે લોકો પણ મારપીટ થાય તેવું નથી ઈચ્છતા ! અમારું કામ તો ફકત તમને બંનેને દશપંદર દિવસ સુધી સમુદ્રની સહેલ કરવાનો પાછા ફરવાનું છે. જહાજ પાછું વળી શકે તેમ નથી. તમે મહેરબાની કરીને સ્ટેનગન પાછી સોંપી દો. નહિ તો અમારે અમારા બોસના હુકમની વિરુદ્ધ જવું પડશે, અમે તમારી સાહસિકતાની કદર કરીએ છીએ જનાબ ! સાથે જ જો તમે સ્ટેનગન પાછી આપશો તો તમારા પ્રત્યે કોઈ પણ પ્રકાર બદલાની ભાવના નહિ રખાય એની પણ સંપૂર્ણ ખાતરી આપીએ છીએ, તમને જહાજ પર એકદમ છૂટા રાખવાનો બોસનો હુકમ છે.’બોસ...? સુનીલ તિરસ્કારથી થૂંકયો. એણે બોસના નામ પર હવાની સપાટી પર એક જોરદાર ગાળ એ લોકોની દિશામાં રવાના કરી અને પછી બરાડયો,
તમારો કહેવાતો બોસ ઉર્ફે દેસાઈભાઈ મારા હાથમાં આવે એટલી જ વાર છે! એને એવો તો પાઠ ભણાવીશ કે પોતે ખરેખર જ દેસાઈભાઈ છે કે ભૂતભાઈ ! એ જ તે નકકી નહિ કરી શકે…! મારી મારીને એ કમજાતનાં હાડકાં ભાગી નાંખીશ, સમજયો.એ ગાંડો થઈ ગયો લાગે છે....!
એ ગાંડો થઈ ગયો લાગે છે…! તાહેરઅલી ભયનો માર્યો એક તરફ ઠેકડો મારતાં બોલ્યો. ડેક પર દોડધામ થઈ પડી. જહાજની દિશા બદલાઈ ગઈ હતી અને હવે તે મુંબઈ તરફ આગળ વધતું હતું સુનીલના આનંદનો પાર ન રહ્યો. પરંતુ આગમી એક જ મિનિટમાં એનો આનંદ કપૂરની જેમ હવામાં ઊડી ગયો અને થોડી જ વારમાં જહાજની ગતિ એકદમ ધીમી પડી ગઈ. છેવટે તે સાગરસપાટી પર સ્થિર ઊંભુ રહી ગયું.
તાહેરઅલી ફરીથી ડેક પર આવ્યો એણે વ્હીલહાઉસ તરફ નજર કરી. સુનીલ બારીમાંથી ડોકિયું કર્યું.જહાજ પાછું નહિ ફરે જહાંપનાહ ! તાહેરનો અવાજ સંભાળાયો,
અમે એન્જિનરૂમમાં જઈને તમામ મશીનરીબંધ કરી દીધો છે. માટે હવે ચુપચાપ બહાર પધારો અને ફરીથી તમારી કેબિનમાં ચાલ્યા જાવ.’
સુનીલનો શ્વાસ રૂંધાઈ ગયો. બાજી પલટાઈ ગઈ હતી. એક કદમ પર હાર અને એક કદમ પર જીત!બિરાદરો...!' એ નાટકીય અવાજે બોલ્યો,
હું ગોળી ચલાવીને વ્હીલ હાઉસને નષ્ટ કરી નાખીશ. જહાજ ચાલુ થશે તો એ મુંબઈ તરફ જ…! એન્જિન ચાલુ કરાવ વોરાજી ! નહિ તો હું તને એક આંખ ફોડીને કાણો બનાવી મૂકીશ. તારા પર તો મને એટલી બધી દાઝ છે.’
અને એની વાતનો જવાબ એક સનસનાટ કરતી ગોળીએ આપ્યો. બીજા અર્થમાં તેઓ પણ હથિયારોથી સજજ હતા. એણે પોતાનું માથું અંદર ખેંચી લીધું અને પછી પોઝિશન સંભાળીને ગોળી છોડી.
અને પછી ગોળીઓના ધબાકાથી ડેક ગુંજી ઊઠયો. બંને પક્ષ તરફથી ગોળીઓ છૂટતી હતી. પછી વાતાવરણમાં એક જુદો જ અવાજ ઉમેરાયો- એરોપ્લેનનો અવાજ…! દૂર ક્ષિતિમાં એક પ્લેન દેખાયું. ગીધની જેમ તે સડસડાટ કરતું જહાજની દિશામાં ધસી પળભર માટે એકદમ નીચે ઊતર્યું. અને પછી સડસડાત કરતું જહાજ પરથી
પસાર થઈ ગયું. સુનીલે વાંચ્યું- આઈ. એએફ…! ઈન્ડિયન એર ફોર્સ…!
દુશ્મનો પણ ભારતીય લડાયક પ્લેન જોઈને અવાક બની ગયા હતા. સુનીલે ઊંચે દૂર નજર દોડાવી.
આસમાનની બુલંદી પર એકદમ ડાઈ મારતું હોય એ રીતે નીચું નમ્યું અને પછી તે ફરીથી જહાજ તરફ આવવાં લાગ્યું.વોરાજી....!' સુનીલ બરાડયો,
મારી મદદ માટે પોલીસ આવી પહોંચી છે, માટે હથિયાર અને સામનો બંને છોડી દો…’ કહીને એણે સાઈરન ઉઘાડી નાખ્યું. વળતી જ પળે તેનો તીખો અવાજ ગુંજી ઊઠયો.
એરફોર્સનું પ્લેન ફરી એકવાર જહાજની ઉપર ઉડવા લાગ્યું. અને પછી અચાનક સાગરમાં દૂર દૂર એક કાળા ધાબા જેવી આકૃતિ ઊપસી આવી. સૌએ જોયું તે ભારતીય નૌકાદળનું એક લડાયક જહાજ હતું. તે આ દિશામાં જ ધસમસી રહ્યું હતું. ભીમકાય તોપેથી સજજ થયેલું એ શાનદાર જહાજ થોડી જ વારમાં નજીક આવી ગયું. સામનો કરવાનો કોઈ પ્રશ્નનહોતો. એના ડેક પર નૌકાદળના જુવાનો ભરી રાયફલો સાથે તૈયાર ઊભા હતા.
તાહેરના માણસો તરત જ શરણે આવી ગયા. જહાજ પરથી હથિયારબંધ સિપાહીઓ ટપોટપ કરતા સુનીલવાળા જહાજમાં કૂદી પડયા. વ્હીલ હાઉસનું દ્વારા ઉઘાડીને સુનીલ બહાર આવ્યો અને એણે જોયું. એનું સ્વાગત કરતો હોય એ રીતે ઈન્સ્પેકટર ધીરજ સિપાહીઓની વચ્ચે ઊભો રહીને સ્મિત ફરકાવતો હતો.તું...!' એ આશ્ચર્યથી બબડયો.-
હા…’ કહેતા ધીરજનો અવાજ ભરાઈ ગયો, દોસ્ત સાચું કહું છું. તને જીવતો જોવાની આશા મને ખૂબ જ ઓછી હતી. મને તો એમ જ હતું કે ગોડાઉનમાં લાગેલી આગમાં તું પણ સપડાઈ ગયો છેં.'
ઠીક છે…!’ સુનીલ ઉતાવળા અવાજે બોલ્યો, હવે બધી વાતો નિરાંતે કરીશું. ડેની પણ અહીં જ છે નીચે કેબિનમાં.’
` વેરી ગુડ…!’ એકએક માણસોના હાથમાં હાથકડી પહેરાવી દીધી. ત્યાર પછીની પાંચમી મિનિટે જહાજ મુંબઈતરફ પાછું ફરતું હતું અને ડેની, સુનીલ તથા ધીરજ ત્રણેય સાથે જ એક ભારતીય નૌકાદળના જહાજની એક કેબિનમાં બેઠા
હતાં. (ક્રમશ:)