તરોતાઝા

સફેદ ચહેરો

કનુ ભગદેવ (ભાગ-2)

દિલ્હીથી મુંબઈ માટે રવાના થયેલી વેસ્ટર્ન એક્સ્પ્રેસ ટે્રને જ્યારે દાહોદ સ્ટેશન છોડ્યું ત્યારે સવારના ચાર વાગ્યા હતા. ફર્સ્ટકલાસના એક રીઝર્વ કમ્પાર્ટમેન્ટમાં નીચેની બર્થ પર નાગપાલ ખૂબ શાંત ચહેરે ગાઢ નિંદ્રામાં ડૂબી ગયો હતો. ઉપરની બન્ને સામસામેની બર્થ પર સારજંટ જુલ્લુ અને ધીરજ હતા. નાગપાલની બરાબર સામે દિલીપ સૂતો હતો તથા એની બાજુની કેબિનમાં શાંતા અને સમ્ફિયા હતા.
નાગપાલને ઘેર સોયો લચ્છુ મહારાજ, હકલો, ઈન્સ્પેકટર સૈયદ અને ગુરુપાલ આટલા માણસો દિલ્હી જ નાગપાલના કિરણ-સદનમાં, તેની ગેરહાજરી દરમિયાન રોકાયેલા હતા.
અંધકારથી છવાયેલાં ખેતરો, જંગલ, કોતર અને નદી-તાળાંને કાપતી-ચીરતી ટે્રન રાક્ષસી ગતિએ ખટ-અટનો નાદ ગજાવતી આગળ ધસતી હતી.
ટે્રનની ગતિ પરાકાષ્ઠા પર હોવાથી કંપાર્ટમેન્ટો આમથી તેમ ડોલતા હતા. લોખંડના પાટા પર પોતાનાં રાક્ષસી ચક્કરોને ગડગડાટનાં ભીષણ શોરથી ગજાવતી ટે્રન પુરપાટ ગતિએ ધસમસતી હતી.
સવારના પાંચ વાગ્યે દિલીપની આંખો ઊઘડી ગઈ. શરીરમાં સુસ્તી અને આંખોમાં ઊંઘની ખુમારી ભરી હોવાથી થોડી મિનિટો સુધી તો એ ચુપચાપ કમ્પાર્ટમેન્ટની છતને શૂન્ય નજરે તાકતો રહ્યો.
પછી તે બર્થ પરથી ઊતરીને કમ્પાર્ટમેન્ટનાં દ્વાર પાસે આવીને ઊભો રહ્યો. દ્વારને એણે પૂરેપૂરું ઉઘાડી નાંખ્યું.
સનનન કરતી તાજગીભરી હવાનો સપાટો અંદર ધસી આવ્યો કશુંક વિચારીને એણે દ્વાર બંધ કર્યું. અને પછી નેપકીન, ટુથપેસ્ટ, સાબુ, કાંસકો અને બ્રશ લઈને તે ટોઈલેટમાં ઘૂસી ગયો. લગભગ પંદર મિનિટ પછી તે ફ્રેશ થઈને બહાર નીકળ્યો.
હવે એનો ચહેરો પ્રફુલ્લિત અને પ્રસન્ન હતો. સુરતી તથા ઊંઘની ખુમારી ઊડી ગયાં હતાં. બ્રશ વિગેરે યથાસ્થાને મૂકી તે ફરીથી દ્વાર ઉઘાડીને ઊભો રહ્યો.
દૂર આકાશમાં વહેલી સવારનાં પહેલાં કિરણો અંધકારની કેદમાંથી મુક્ત થઈને ધરતી પર ઊતરવાની તૈયારી કરતાં હતાં. આસમાનની બુદલી પર સફેદ વાદળનાં ધાબાં ઠેકઠેકાણે ચમકતાં હતાં. રંગબેરંગી પક્ષીઓનાં ટોળાં કલરવ કરતાં, પાંખો ફફળાવતાં, ચારાની શોધમાં, ઊડતાં ઊડતાં કતારબંધ જઈ રહ્યાં હતાં. પ્રસાર થતી ધરતીમાંથી ઠંડી ભીની અને મધુર ખુશબો વાતાવરણમાં ફેલાયેલી હતી.
દિલીપે એક સિગારટ કાઢીને પેટાવી. પછી ઉઘાડા દ્વારની સાથે પીઠ ટેકવીને લિજ્જતથી કશ ખેંચતો સામે ફેલાયેલા પ્રાકૃતિક સૌંદર્યના અસીમ ખજાનાને નીરખવા લાગ્યો લીલાંછમ ખેતરો, ઝરણાં, નદી અને પુલ…! આ ખૂબસૂરત નજારાને પીતાં તેની આંબો નહોતો ધરાતી.
હવે વહેલી સવારનું અજવાળું ધરતી પર ફેલાતું હતું. થોડીવાર પછી પૂર્વ દિશામાં એક ટેકરી પાછળથી સૂર્યનાં કિરણો ડોકિયાં કરવા લાગ્યાં.
દિલીપ ખૂબ જ તાજગી અનુભવતો હતો,
અને ટે્રન એ જ ગતિએ દોડતી હતી.
આ દરમિયાન નાગપાલ વિગેરેની ઊઘ પણ ઊડી ગઈ હતી…


-અને પછી બરોડા, ભરૂચ, સુરત, વલસાડ વિગેરે સ્ટેશનો વટાવીને છેવટે ટે્રન બોમ્બે સેન્ટ્રલનાં વિશાળ અને માનવ-સમુદાયથી ઊભરાતા પ્લેટફોર્મમાં દાખલ થઈ ત્યારે બપોરના ચાર વાગતા હતા.
નાગપાલ અને તેની પાર્ટીનાં સ્વાગત માટે બે ઉચ્ચ ઓફિસરો સ્ટેશન પર હાજર હતા. પરસ્પર પરિચયની આપ-લે થઈ ગયા પછી તેઓ સૌ પ્લેટફોર્મની બહાર આવ્યા.
નાગપાલ તથા એના સાથીઓનો સામાન તેઓ બહાર નીકળે. તે અગાઉથી જ બહાર પહોંચી ગયો.
પેલા બંને ઓફિસરો તેમને લઈને એક મોટી બલ્યુ સ્ટેશન-વેગનમાં થોઠવાયા અને પછી એક લાંબું ચક્કર લગાવીને સ્ટેશન-વેગન મુખ્ય સડક પર આવી અને ત્યાંથી મરીન ડ્રાઈવ તરફ લઈ જતાં માર્ગ પર દોડવા લાગી…


મરીન ડ્રાઈવ સ્થિત “બાગે-બહાર”નામની આલીશાન ખૂબ સૂરત અને પૂરા છત્રીશ ફલેટ તથા નવ માળ ફરાવતી બિલ્ડિંગમાં નાગપાલ માટે બે ફલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક મંઝીલ પર ચાર ચાર ફલેટો હતા.
નાગપાલના ફલેટ સેક્નડ ફલોર પર હતા અને તેમાં તમામે-તમામ આધુનિક પ્રકારની સગવડ હતી.
એક ફલેટમાં નાગપાલ, સમ્ફિયા અને શાંતા તથા બીજા ફલેટમાં દિલીપ, ધીરજ વિગેરે હતાં.
સાંજે છ વાગ્યે દિલીપ નાગપાલના ફલેટમાં દાખલ થયો એ વખતે તે ઈઝીચેર પર બેઠો હતો. પગરવ સાંભળીને તેણે દ્વાર તરફ જોયું.
બોલ!' અંકલ…!’
જો આપ રજા આપો તો મારી એક મિત્રને મળી આવું?' અને મને ખાતરી છે કે તારી એ મિત્ર મશહુર ફિલ્મ તારિકા ગીરિગગન સિવાય બીજી કોઈ જ નહીં હોય.’ નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું.
(ગીરિગગન તથા તેના રહસ્ય માટે વાંચો: “હાઈ-વે-થ્રી નોટ વન.”)
અરે આપ તો જ્યોતિષી લાગો છો અંકલ! દિલીપ બનાવટી આશ્ચર્યનું પ્રદર્શન કરતાં બોલ્યો.' જરૂર પડયે હું બધું જ થઈ શકું છું. પુત્તર…! ઠીક, જા, હું તારું દિલ તોડવા નથી માગતો.’
વાહ... વાહ... વાહ...' એ હાથનો લટકો કરતાં બોલ્યો.હવે મારં દિલ તો આજ પહેલાં કેટલીયે વાર તોડી ચૂકયા છો બહરહાલ અત્યારે મેં આપને ગીરિગગનને મળવાની રજા આપી…! નહીં… નહીં… હું એમ કહેતો હતો કે આપે મને મળવા જવાની રજા આપી એ માટે આપ મારા… સ…. સોરી અંકલ… આપ મારા નહીં, હું આભારી છું.’
ચાલ, હવે ટળ અહીંથી. હું અત્યારે મજાકનાં મૂડમાં નથી...' તો પછી અંકલ…! કોઈની સાથે રોમાન્સ શરૂ કરી દો…પછી જુઓ…! મૂડ જેટ પ્લેનની ગતિએ આવી જશે… અરે… કમબખ્ત મૂડની શી મજાલ છે, કે તે ન આવે…? હૈ…? ટાંટિયા જ ભાંગી નાંખું સાલ્લાના…’
દિલીપ...' બાપ રે…’
અને પછી ઈઝીચેર પરથી ઊભા થવાનો ઉપક્રમ કરી રહેલો નાગપાલ પૂરેપૂરો ઊભો થાય એ પહેલાં જ દિલીપ છલાંગો મારતો કમરાની બહાર નીકળી ગયો.
નાગપાલ દ્વાર તરફ તાકી રહ્યો.
એ જ પળે કોઈકના મધુર અને ચાંદીની ધંટડી જેવા હાસ્યનો અવાજ સંભળાયો.
નાગપાલે એ તરફ જોયું.
બીજા ખંડના દ્વાર પર સમ્ફિયા સ્મિત ભર્યા ચહેરે ઊભી હતી. એના ખૂબસૂરત હોઠ ધીમા હાસ્યના ભાવ સાથે સહેજ ખેંચાયેલા હતા.
સમ્ફિયા...!' નાગપાલે કહ્યું. સમ્ફિયા નજીક આવી. હું તને ફરીથી કહુ છું કે તેં આ છોકરાને સાચે સાચ જ બગાડી મૂકયો છે.’
શું કરું...?' સમ્ફિયા મધુર અવાજે બોલી,મને પણ એની ખબર છે, પણ હું લાચાર છું. એ છોકરા પર મને પરાણે પરાણે સ્નેહ ઉભરાય છે. કેટલો ભોળો ભલો છે…? હંમેશાં હસતો જ હોય છે… એને જોતાંની સાથે જ આંખોને ઠંડક વળે છે… હું તો કહું છું કે હવે એનાં તથા શાંતાના લગ્ન કરી જ નાંખીએ…’
હં...' નાગપાલ વિચારવશ અવાજે બોલ્યો,આ વાતને હું પણ બરાબર સમજું છું અને મને ઘણીવાર એમ થાય છે કે એ બંનેને પરણાવી દઉં પરંતુ ત્યાર બાદ એક વિચાર આવતાં જ મારી એ ઈચ્છા મનમાં જ દબાવી દઉં છું. એને પરણાવી દીધા પછી એ સાંસારિક ઉપાધિઓમાં અટવાઈ જવાનો છે. પછી એ પોતાની ફરજ પણ નહીં બજાવી શકે કારણ’ નાગપાલના અવાજમાં દિલીપ પ્રત્યે એના હૃદયમાં રહેલાં ગૌરવની છાંટ આવી, એ ખૂબ જ નીડર, બાહોશ અને સાહસિક છોકરો છે… એણે અત્યાર સુધીમાં પોતાની જાતને મોતના મોંમાં હડસેલીને જે કામગીરી બજાવી છે, એ ભાગ્યે જ કોઈ કરી શકે. એના પ્રત્યે મને ખૂબ જ સ્નેહ અને માન છે… જો એક દિવસ પણ તે ગેરહાજર હોય તો મનોમન હું કેટલી બધી વેદના અનુભવું છું, એની કદાચ તને કલ્પના પણ નહીં આવે, પરંતુ એ ગધેડા સમક્ષ ક્યારેય લાગણીનું પ્રદર્શન ન કરાય… જો એનાં વખાણ કરીએ તો તે માથે ચડી જવાનો ભય છે… લાગણી જાહેર કરીએ તો પછી મિથ્યાભિમાની બની જવાનો હાઉ સતાવે છે. આ દેશને અને દેશની પ્રજાને હજુ એની ઘણી જરૂર છે… એટલે જ એને પરણાવવાની ઈચ્છા દબાવી દેવી પડે છે, તેં જોયું ને? હાઈ-વે-થ્રી નોટ વન'વાળા કેસના મુખ્ય પાત્રની તેને મુંબઈમાં પગ મૂકતાં જ યાદ આવી, અને અત્યાર એ ગધેડો એને જ મળવા ગયો છે... કોણ જાણે કેમ, સમ્ફિયા... અત્યારે મને એવું લાગે છે કે તે કોઈક નવી આફત લઈને જ હવે પાછો આવશે...' કહીને નાગપાલ ચૂપ થઈ ગયો. પરંતુ નાગપાલની માન્યતા ખોટી પડી. દિલીપ બે જ કલાકમાં પાછો ફર્યો. કોઈ પણ નવાજૂની વગર, એના કહેવા પ્રમાણે ગીરિગગનઆઓ ડૂબ મરે’નામની ફિલ્મનાં શૂટિંગ માટે બહારગામ ગઈ હતી.


નાગપાલને મુંબઈની છૂપી પોલીસ તરફથી એક સાથે ચાર-પાંચ કેસ સોંપવામાં આવ્યા. એક કેસ સ્મગલીંગ-દાણચોરીનો હતો, અને બીજો કેસ હતો ચીની જાસૂસોનો.
ચીની ગુપ્તચર વિભાગે આ વખતે પોતાની ચાલ જુદી જ રીતે શરૂ કરી હતી. ભારતનાં દરેક મોટા કહી શકાય એવા શહેરોમાં એ લોકોએ સ્થાનિક માણસો ગોઠવી દીધા હતા. ચીનાઓની મુખ્ય વૃત્તિ ભારતમાં અધાધૂંધી ફેલાવવાની, અર્થતંત્રને ખોરવી નાંખવાની તથા ભારત સરકાર સામે જનતાને ઉશ્કેરવાની હતી. અને આ માટે તેઓએ ભારતનાં દશ જુદાં જુદાં મોટા શહેરો જેવાં કે મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ વિગેરેમાં સંસ્થાઓ સ્થાપી હતી અને દરેક સંસ્થામાં રીંગલીડર તરીકે કામ કરતા દસે-દસ માણસો ચબરાક ભેજાના હતા…
સમાજમાં તેઓ ઊજળાં અને સીધા-સાદા દેખાતા હતા. પરંતુ વાસ્તવમાં તેઓ દેશદ્રોહી હતા અને ચીન તરફથી મળતા રૂપિયાને ખાતર એ લોકોએ પોતપોતાની ઈમાનદારી વેચી ખાધી હતી.
પોલીસ તથા સી.આઈ.ડી. ડિપાર્ટમેન્ટ પૂરી સરગમીથી શોધખોળ કરવા છતાં પણ આ દશમાંથી એક પણ શખ્સને નહોતી શોધી શકી અને હવે એ લોકોને શોધવાનું કામ નાગપાલને સોંપાયું હતું.
ત્રીજો કેસ વિદેશી ચલણ અંગેનો હતો. ભારતના એક શહેર પૂનામાં કોઈક અજ્ઞાત સ્થળે આબેહૂબ અને દેખાવમાં તદ્દન સાચી લાગે એવી વિદેશી કરન્સી નોટો છપાતી હતી, જેમાં પાઉન્ડ અને ડોલરની નોટોને પણ સમાવેશ થતો હતો…
આ ડોલર તથા પાઉન્ડની નોટો ભારતમાંથી પરદેશ જનાર વિદ્યાર્થી, ડૉક્ટરો, વકીલો વગેરેને એજન્ટો મારફત વેચવામાં આવતી.
પરદેશ જનાર વ્યક્તિને પરદેશમાં ત્યાંનું ચલણ તો જોઈએ જ. અને ભારત સરકાર દેશમાંથી પરદેશ જનારાઓને એક નિશ્ચિત રકમનું જ એક્સચેન્જ આપે છે. એટલે પાઉન્ડ ડોલર ખૂબ ઉપયોગી થઈ પડે એમ માનીને પરદેશ જતા લોકો ખરીદી લે તેમાં કોઈ જ અસ્વભાકિતા નથી. પરિણામે બે નંબરનાં લાખો-કરોડો રૂપિયા આ રીતે બંધ બેસી જાય છે….
આ ઉપરાંત અન્ય કેસો જોતાં નાગપાલને ગુરુપાલ, જુલ્લુ, લક્ષ્મી, અલ્પના વિગેરેની જરૂર લાગી અને આ માટે તેણે તાબડતોબ દિલ્હી ટ્રંકકોલ કરીને એ લોકોને મુંબઈ બોલાવી લીધા.
સ્મગલીંગનો કેસ નાગપાલે રીપોર્ટર સુનીલ તથા ડેનીને સોંપ્યો. એ બંનેને તેણે મુંબઈ પોલીસની આ અંગેના ફાઈલનો અભ્યાસ કરવા માટે આદેશ આપ્યો.
ઉપરાંત આ કેસમાં કેવી રીતે કામ કરવું એ માટે થોડા પોઈન્ટો પણ આપ્યા.
ડેની તથા સુનીલ બંને ચાલાક, ચબરાક, નીડર તથા કુનેહ બાજ હતા. જાસૂસી વિદ્યાની બંનેએ પૂરતી તાલીમ લીધી હતી…
એ બંનેની મદદ માટે ઈન્સ્પેક્ટ ધીરજને ગોઠવવાનું નાગપાલે નક્કી કરી લીધું-સ્મગલીંગનાં આ ખતરનાક કેસ અંગે પૂરતી માહિતી આપીને નાગપાલ પોતાના કાફલા સાથે પૂના ચાલ્યો ગયો.
હાલ તુરત કંઈ કામ ન હોવાથી ધીરજને તેણે નાસિક મોકલ્યો અલબત્ત જરૂર પડે ત્યારે તે તાબડતોબ મુંબઈ સુનીલની મદદ આપી શકવા માટે સમર્થ હતો.
આ જ સમય દરમિયાન મુંબઈ પોલીસે એક એવા માણસની ધરપકડ કરી કે જેના માથે સત્તર જેટલા ખૂનો, પંચાવન જેટલી સશસ્ત્ર ધાડો અને સિત્તેર જેટલી-ચોરીના આરોપ હતા.
આ શખ્સનું નામ હતું-દિલાવરખાન. પોલીસ પોલીસ એના કેસ તૈયાર કરવામાં લાગી ગઈ.
મુંબઈ ખાતે સ્મગલીંગનાં કેસની તપાસ માટે હાલ સુરત સુનીલ તથા ડેની બે જ રહ્યા.


-નામ : દિવાકર જોશી.
-અભ્યાસ : ઇ.અ. પાસ.
-ઊંચાઈ : લગભગ સાડા પાંચ ફૂટ.
-દેખાવ : ખૂબસૂરત મોહક અને પ્રતિભાશાળી.
દિવાકર નામનો 32-33 વર્ષની ઉંમરનો આ શખ્સ મુંબઈમાં છેલ્લાં ત્રણ વર્ષથી કમાવા માટે આવ્યો હતો. બે વર્ષ સુધી એની ટે્રન પાટા પર ન ચડી, તે ન જ ચડી. નોકરી માટે એણે ઘણાં ફાફાં માર્યા પણ કંઈ વળ્યું નહીં. અને પછી અચાનક જ તેને એક ફરીશ્તો મળી ગયો.
-એક દિવસ
-અચાનક એના ખભા પર પાછળથી એક ભારે-ભરખમ, વજનદાર અને મજબૂત હાથ ખૂબ સ્નેહથી મુકાયો…
ચમકી ગયેલા દિવાકરે પીઠ ફેરવીને સામે ઊભેલા ઈસમ તરફ નજર કરી.
છ હાથ ઊંચો, બલિષ્ઠ અને ભરાવદાર બેહદ ક્રૂર અને કરડા, ચહેરાનો એક માનવી એની સામે ઊભો હતો.
એના ખભા બેહદ પહોળા અને મજબૂત હતા. આંખો લીંબુની ફાડ જેવડી મોટી હતી. પરંતુ એ આંખોમાં ક્રૂરતા અને કરડાકાને બદલે બાળસુલભ માસૂમિયત ડોકિયાં કરતી હતી…
એના ક્રૂર ચહેરાની સામે એની માસૂમ અને ભોળી-ભટાક, નિર્દોષ આંખોનો કયાંય કોઈ તાલમેળ નહોતો જામતો…
તે એક હટ્ટોકટ્ટો આદમી હતો. ચહેરા પર થોભિયાવાળી મૂછો હતી…
એક અજાણ્યાને પોતાની સામે તાકી રહેલો જોઈને-ઉપરાંત એના બળવાન દેહ અને એનો દેખાવ તથા દીદાર જોઈને દિવાકર જોશીનાં પળભર તો છાતીનાં પાટિયા જ બેસી ગયાં.
સહેજ ભયભીત થઈને એણે સૂકા હોઠ પર જીભ ફેરવી પરંતુ પછી તરત જ તે સ્વસ્થ બની ગયો કારણ કે તે પોતે કોઈ ચોર કે ગુનેગાર તો નહોતો જ જેથી તેને ડરવું પડે…
ઉપરાંત લૂંટાઈ ગયેલાને લૂંટાવાનો શું ભય હોય? એ પોતે લૂંટાઈ જ ગયો હતો. એની દશા ચીથરહેલા હતી અને લૂંટાઈ જવા જેવું કશું જ નહોતું.
ફરમાવો...' હં’ સામે ઊભેલા માનવીના મોંમાંથી હુંકાર નીકળ્યો. એની કાળી ચમકતી જોનારાને આંજી નાખે એવી તીક્ષ્ણ આંખો પળ-બે પળ દિવાકરના ચહેરાને અવલોકી રહી.
પછી એ બોલ્યો:
મારી સાથે આવ...' જી, પણ…’ દિવાકર થોથવાયો
દોસ્ત...' એ માનવી બોલ્યો,જેની તલાશમાં તેં તારાં તળિયાં મુંબઈની સડક અને ફૂટપાથ પર ઘસી નાંખ્યાં, એ વસ્તુ હું તને આપવા માગું છું. તારે માત્ર અત્યારે એક જ વસ્તુની જરૂર છે. રૂપિયા….! આવા મારા દોસ્ત, હું તને રૂપિયાના ડુંગર પર બેસાડી દઈશ. છેલ્લા બે મહિનાથી હું સતત તારા પર નજર રાખું છું, અને મારી નજરે તું પ્રમાણિક પુરવાર થયો છે. મારે તારા જેવા જ એક ભાગીદારની જરૂર છે. મૂડી ઉપરાંત મહેનતમાં પણ જરા યે ઓછો ઊતરું એમ નથી. મારો ધધો એવો છે કે જેમાં દરરોજ રૂપિયાનો વરસાદ વરસે છે. મારા દોસ્ત ધોધમાર વરસતા આ અનરાધાર વરસાદને તું પણ તારાથી ભરાય એટલા ખોબા ભરીને પીવા માંડ…’
દિવાકર અવાક બની ગયો. ઘડીભર તો એને થયું કે આ આનવી કોઈક પાગલ લાગે છે અને પાગલની વાતોના ચક્કરમાં આવી જવાય તો પછી પોતે પણ ધનચક્કર બની જશે. પણ પછી તરત જ એને પોતાના આ વિચારનો ત્યાગ કરવો પડ્યો. સામે ઊભેલો દૈત્ય જેવો માનવી ચહેરા પરથી બિલકુલ પાગલ નહોતો લાગતો.
એ આકાશી ફરીશ્તા...!' છેવટે દિવાકર બોલ્યો,તમે મને રૂપિયા આપશો એ વાત સાચી. અને મારે તેની ખૂબ બલ્કે તમે ધારો છો એનાથી પણ વધુ રૂપિયાની જરૂર છે. એ વાત પણ એટલી જ સાચી. પરંતુ મને કહો તો ખરા કે મારે શું કરવું પડશે? આવડી મોટી દુનિયામાં કોઈ માનવી એમ ને એમ બીજાને પોતાના ખભા પર ઊંચકીને રૂપિયાના ડુંગર પર વળતરની કશીયે આશા રાખ્યા વગર બેસાડી દે એવો કોઈજ માઈને લાલ કે ધોળો પીળો આજ સુધી નથી જોયો…’
`વાહ… વાહ… વાહ…! દોસ્ત તું પણ સ્વભાવે રમૂજી લાગે છે. ખેર, ભવિષ્યમાં તારા રમૂજી સ્વભાવનો લાભ જરૂર હું લઈશ. ડોક્ટરોની સલાહ પ્રમાણે મને હાસ્યનાં ટોનિકની જરૂર છે. મને લાગે છે કે એ ટોનિક તું ચોક્કસ પૂરું પાડી શકીશ. આવ, મારી સાથે આવ. હું તને બધી વિગતો પૂરી પાડીશ.’
એ ભીમકાય માનવી પોતાની લાંબી-ખૂબસૂરત બેરંગી કાર તરફ આગળ વધ્યો, દિવાકર યંત્રવત્‌‍ એની પાછળ ચાલ્યો…
એણે આગલો સીટનું દ્વાર ઉઘાડ્યું અને પછી સ્ટીયરિંગ પર ગોઠવાયો. દિવાકર એની બાજુમાં ગોઠવાયો. શાનદાર કારની મુલાયમ સીટ પર પીઠ ટેકવીને તે બેઠો. અને તેને ખૂબ જ આરામ મળ્યો. મુંબઈમાં રખડી રખડીને તે થાક્યો હતો અને આજ સુધીમાં તેણે ક્યારેય આટલી હળવાશ નહોતી અનુભવી.
(વધુ આવતી કાલે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button