તરોતાઝા

અમૂલ્ય આંખોનું જતન કરો

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

આપણે જેના દ્વારા આપણી આસપાસની અદ્ભુત દુનિયા નિહાળી શકીએ છીએ. જેને આપણે આંખો કહીએ છીએ. સજીવ અંગોમાં આંખ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. માનવ આંખ એક કેમેરા જેવી છે. આંખ જોવા માટે અત્યંત નાજુક ઇન્દ્રિય છે. દૃષ્ટિ એ સૌથી વધુ માહિતી પહોંચાડતી ઇન્દ્રિય છે. શરીરની સૌથી નાની અને જટિલ અંગ છે. આની સંભાળ સૌથી વધુ રાખવી એ મહત્ત્વપૂર્ણ છે. માનવ આંખ એક કરોડ રંગોમાં અંતર કરી શકે છે.

નેત્ર વિકાર જે દૃષ્ટિને પ્રભાવિત કરે છે. તેથી શરૂઆતથી જ નિયમિત રીતે આંખોની સંભાળ વિશેષ રીતે કરવી જોઇએ. આંખોના રોગો થયા પછી સંભાળ કરવી એના કરતાં પહેલેથી જ સંભાળ જરૂરી છે. રોગો થયા પછી આંખની દૃષ્ટિ પહેલા જેવી કરવી મુશ્કેલ છે. આંખ એ મૂલ્યવાન સંપત્તિ છે.

આંખોના રોગ વધુ પડતા શરીરમાં કોઇ પણ રૂપે શર્કરા વધી જવાથી થાય છે.

૧. ગ્લુકોમા, મોતિયો આંખની પુતલી અને પરિતારિકા પાછળ થાય છે. જેનાથી આંખનો લેન્સ ધુંધળો થઇ જાય છે. ધુંધળું દેખાય છે. મોતિયો એ વિશ્ર્વમાં આંધળાપણાનું પ્રમુખ કારણ છે. સફેદ અને કાળો બન્ને થાય છે. લગભગ ચાલીસની ઉંમર પછી થાય છે. પણ હાલમાં નાની વયમાં દેખાવા લાગ્યો છે. ડાયાબિટીસની બીમારીમાં મોતિયો જલદી આંખમાં બને છે. મોતિયો એટલે આંખમાં કોલેસ્ટ્રોલનું ખૂબ ધીમી ગતિએ જમા થવું. તેથી કોલેસ્ટ્રોલ લોહીમાં ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું.

૨. સ્ટીવન જોન્સન (આંખમાંથી પરૂ આવવું)
આ બીમારી એન્ટિબાયોટિક દવાના પ્રભાવને કે સાઇડ ઇફેકટ કારણે થાય છે. તાવ, શરદી કે અન્ય બીમારીમાં લીધેલી દવાઓને કારણે થાય છે. તેમ જ વધુ પડતા સુગરી ફૂડના કારણે થાય છે. દવાઓના નામ હું અહીયા લખતી નથી. દવાઓનું લિસ્ટ બહુ લાંબું છે. આંખોની આંસુ બનાવવાવાળી ગ્લેન્ડ પણ સુકાય જાય છે. તેથી આંસુ બની નથી શકતા. તેથી તાવમાં કે શરદીમાં એન્ટિબાયોટિકથી દૂર રહેવું.

૩. કન્જિક્ટિવાઇટીસ:
આંખ આવવી, આંખ લાલ થવી, આંખની પુતલીના સફેદ ભાગને જે આવરણ છે તેના પર સોજા આવે છે. આંખમાં કોઇ રસાયણના સંપર્કમાં આવે કે કોઇ બાહ્ય સંક્રમણના કારણે થાય છે. આંખમાં ખંજવાળ આવે કે જલન થાય. આંખ પર ઠંડા પાણીની પટ્ટી રાખવી.

૪. કલર બ્લાઇન્ડનેસ :
આંખમાં કલરવાળી વસ્તુઓ ન દેખાય, વસ્તુઓ ગ્રે શેડ્સની દેખાય આનું કારણ જણાયું નથી. પણ અનુવાંશિક માનવામાં આવે છે. ઘણી બીમારીઓને કારણે પણ આંખમાં આ રોગ થાય છે. તેમ જ કાર્બન-ડાય-સલ્ફાઇડ રસાયણને કારણે પણ થાય છે.

૫. આંખમાંથી સતત પાણી આવવું વધુ પડતી ચોકલેટ કે અન્ય સુગરીફૂડ વધુ ખાવાથી આંખની કોઇ પણ પ્રકારની સર્જરીને કારણે થાય છે. આંખમાં તલના ટીપા નાખવા, ઠંડા પાણીની પટી રાખવી.

૬. આંખ સૂકી થવી ઘણીવાર આંખમાં ખંજવાળ કે બળતરા થાય. આંખ ધૂંધળી થઇ જાય. સતત અંદર કાંટા લાગે તેવું લાગ્યા કરે. વિટામિન એની ખામી લીધે થાય છે.

૭. રતાંધળાપણું – (નાઇટ બ્લાઇન્ડનેસ) :
સવારના દેખાય જેમ જેમ સાંજ પડતી જાય કે અંધારું થતું જાય દેખાવાનું બંધ થઇ જાય. વિટામિન એ અને વિટામિન કેની ખામીના કારણે થાય. વધુ પડતા આલ્કોહોલ, જંકફૂડ કારણે થાય છે.
લગભગ બધી જ આંખની બીમારી અપ્રાકૃતિક ભોજનના કારણે થાય છે. સાકરનો વધુ પડતો ઉપયોગ, બહારની બધી જ તળેલી વાનગીઓ જે રિફાન્ડ તેલ અને નકલી ઘીમાંથી બને છે તે આંખની બે, ત્રણ બીમારી કોઇ અકસ્માતના કારણે કે રસાયણિક વસ્તુઓને કારણે થાય છે.

આંખના સૌંદર્ય માટે ટ્રિપ્ટોફેન નામનું અમાયનો એસિડની શરીરીને જરૂરિયાત હોય છે. મજજાકોષના વહન માટે સેરોટોનીન બનાવવા પણ ટ્રિપ્ટોફેનની જરૂર પડે છે જેથી ઊંઘ ઊંડી અને સારી આવે. આંખ માટે કેરોટીન જરૂર પડે છે. ઘણા પીળા રંગનાં ફળો તેમ જ ગાજરમાં કેરોટીન હોય છે. ટ્રિપ્ટોફેનની ઓછપ ન થવી જોઇએ. તેમ જ વિટામિન એ અને કે આહારરૂપે લેવા જોઇએ.

ટ્રિપ્ટોફેનવાળા આહાર જેવા કે કેળા, ગાજર, ગાજરના પાન, પાલક, અલ્ફા, સેલરી, બીટ, બીટના પાન, બટેકા, બટેકાના પાન, દૂધ અને ચીઝ (પ્રાકૃતિક હોવા જોઇએ).

આંખને વ્યવસ્થિત અને કાર્યક્ષમ રાખવા માટે આંખ માટેની કસરત જરૂરી છે. આંખને ગોળ ફેરવવી, ઉપર નીચે જવું જેવી કસરતો કરવી. તિરછી આંખો માટે પણ કસરત જરૂરી છે. આંખ માટે જરૂરી એન્ઝાઇમ (પાચક રસ) જેને મ્યુરામેડીસ કહે છે જે લીવર બનાવે છે અને આંખની અશ્રુગ્રંથિમાં મોકલે છે જેના કારણે આંખોની દૃષ્ટિ કાયમ રહે છે. આ એન્ઝાઇમ લીલા પાંદડાવાળી વનસ્પતિમાં હાજર હોય છે.

અગસ્તા ફૂલ જે આંખો માટે રામબાણ છે આના ઉપયોગથી આંખોના રોગ નાબૂદ થાય છે. આના ફૂલ રસ રતાંળાધપણા માટે કારગર છે. આ ફૂલનું શાક અને સૂપ પણ બનાવી શકાય છે. ફૂલનો રસ આંખમાં નાખી શકાય છે. કોઇ જાણકારની મદદથી આ પ્રયોગ કરવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button