તરોતાઝા

ફૂડ પોઇઝનિંગથી બચવા શું કરવું? 

આ આરોગ્યની એક એવી આફત છે કે એ ક્યારે થાય એ કહી ન શકાય તો કરવું શું?

આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક

ઋતુ પરિવર્તનના સમયમાં જાણકારો ખાન-પાન પર પૂરતું ધ્યાન આપવા કહે છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે બદલાતી ઋતુ સાથે શરીરનો મેળ પડતા સમય જાય છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે આપણી મોટાભાગની જીવનચર્યા કુદરતને અનુકૂળ જ નથી. ઊલટું આપણી અવળચંડાઇના કારણે કુદરતનું આરોગ્ય બગડવા લાગ્યું છે… ખેર, એ એક અલગ મુદ્દો છે. અહીં આપણે એક એવી સમસ્યાની વાત કરીએ જે સહુને કનડે છે.એ છે, ફૂડ પોઇઝનિંગ. અત્યારે ઋતુ બદલાઈ રહી છે. શિયાળો ધીમે પગલે પ્રવેશ કરી રહ્યો છે ત્યારે ફૂડ પોઇઝનિંગની અસર વિશે થોડી જાણકારી મેળવવી જરૂરી છે.


Also read: કૉલ્ડ પ્રેસ કે રિફાઈન્ડ તેલ સ્વાસ્થ્ય માટે ક્યું ઉત્તમ?


શિયાળાનું ઠંડું તાપમાન અમુક બેક્ટેરિયાને અનુકૂળ હોય છે, જે પેથોજેન્સ (રોગાણુ) સામે ખોરાકના કુદરતી સંરક્ષણને ધીમું કરે છે, જે ખોરાકજન્ય બીમારીઓમાં વધારો કરે છે. ઉત્સવના મેળાવડા, ઇન્ડોર પ્રવૃત્તિઓ, ભોજનનું મોટું મેન્યુ અને વધેલું ભોજન આ સમય દરમિયાન જોખમ વધારે છે. અયોગ્ય ખોરાકનો સંગ્રહ અને રસોઈની પદ્ધતિમાં ફેરફાર, જેમ કે ધીમી રસોઈ અથવા ફરી ગરમ કરવાની અયોગ્ય રીત સુધ્ધાં ખાદ્ય સુરક્ષા સાથે સમાધાન કરે છે. રસ્તા પરની લારી અને હોટેલોમાં પણ સ્વચ્છતાનો અભાવ, વસ્તુઓની ઊતરતી ગુણવત્તા ફૂડ પોઇઝનિંગનું જોખમ વધારે છે. અસંતુલિત આહાર અને જીવનશૈલીને કારણે પણ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

આમ જોવા જઈએ તો ફૂડ પોઇઝનિંગ એટલે શું?  આપણા ખોરાકમાં કંઈ ઝેર તો નથી આવી જતું. પરંતુ જ્યારે તમે શરીરને પ્રતિકૂળ વસ્તુનું સેવન કરો છો ત્યારે તે તમારા માટે ઝેર સમાન બને છે. તમારું શરીર તે ઝેરને સાફ કરવા જે તાત્કાલિક પ્રતિક્રિયા આપે છે, તે જ ફૂડ પોઇઝનિંગ છે. તમને ઊલટી, ઝાડા, તાવ અથવા ત્રણેય થઈ શકે છે.

ફૂડ પોઈઝનિંગના આવાં અપ્રિય લક્ષણ જ તમારા શરીર દ્વારા પોતાને સાજા કરવાનો પ્રયાસ છે. જ્યારે આપણે બેક્ટેરિયા, વાયરસ અને અન્ય જંતુઓ અથવા ઝેરી તત્વોથી સંક્રમિત ખોરાક ખાઈએ છીએ ત્યારે ફૂડ પોઈઝનિંગ થાય છે. જોકે, આ એક એવી બીમારી છે જેને તમે એક-બે દિવસમાં અથવા તો એક અઠવાડિયામાં ઠીક કરી શકો છો, પરંતુ શિશુ, સગર્ભા સ્ત્રી અને વૃદ્ધમાં ફૂડ પોઈઝનિંગને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે તે એમના સ્વાસ્થ્યને ઝાડપથી ખૂબ નુકસાન પહોંચાડે છે. આને લઈને  બેદરકારી રાખવાથી ભવિષ્યમાં પેટ સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. ફૂડ પોઇઝનિંગનાં કેટલાક સૌથી સામાન્ય લક્ષણ આ છે, જેમકે… ‘પેટમાં ખેંચાણ’, ‘ ઝાડા’, ‘ઉબકા’, ‘ઉલટી થવી’ ‘ભૂખ ન લાગવી’, ‘હળવો તાવ’, ‘નબળાઈ’ ‘માથાનો દુખાવો…’ ફૂડ પોઇઝનિંગના અન્ય લક્ષણો આ પણ છે…  ઝાડા  ત્રણ દિવસથી વધુ ચાલે છે અને શરીરનું તાપમાન ૧૦૨ ડિગ્રી ફેરનહીટ (૨૮.૯ ડિગ્રી સેલ્સિયસ) કરતાં  વધારે હોય છે.

જોવામાં કે બોલવામાં મુશ્કેલી નડે.. શુષ્ક મોં, પેશાબ અને પ્રવાહીને પકડી રાખવામાં મુશ્કેલી, ગંભીર ડિહાઇડ્રેશન, પેશાબમાં લોહી ફૂડ પોઈઝનિંગ ટાળવાના ઉપાય સ્વચ્છતાથી વધુ સારો ઉપાય તો એકપણ નથી, પરંતુ આપણે કેટલીક સાવધાનીઓ વિશે વાત કરીએ…ફળો અને શાકભાજીને યોગ્ય રીતે ધોઈને સાફ કરવા જોઈએ. કાઉન્ટરટોપ્સ, કટિંગ બોર્ડ, છરી અને વાસણ ખોરાકના સંપર્કમાં આવે તે પહેલાં તેને સાફ કરો.તમારા હાથ અને વાસણ વારંવાર ધોવા.  એક્સપાયરી ડેટવાળા પેકેજ્ડ ખોરાકનો ઉપયોગ કરશો નહીં. જો બચેલો ખોરાક ૪ કલાકની અંદર ન ખાવાનો હોય તો તેને રેફ્રિજરેટરમાં રાખો.


Also read: સાબદા રહેજો, મીઠા ઉજાગરા ક્યાંક કડવા ન બની જાય…


બહાર જમતી વખતે અથવા સામાજિક મેળાવડાઓમાં હાજરી આપતી વખતે લાંબા સમય સુધી રેફ્રિજરેટરની બહાર પડેલી વસ્તુઓ ટાળો. ફૂડ પોઇઝનિંગના વખતે શું ધ્યાન રાખવું? ફૂડ પોઈઝનિંગની સારવારમાં દર્દીના શરીરમાં પાણીની કોઈ કમી ન રહે એના  પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તેથી જ્યારે લક્ષણો દેખાય ત્યારે દર્દીને શક્ય તેટલું વધુ પાણી પીવરાવો અને સૂપ, પાતળી ખીચડી, નારિયેળનું પાણી, ચોખાનું પાણી, ઇલેક્ટ્રોલાઇટ પાવડરનું દ્રાવણ વગેરે એને આપવાથી શરીર હાઇડ્રેટ રહે છે.

આવા વખતે જીરું છે ગુણકારી…. ફૂડ પોઈઝનિંગમાં પણ જીરાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. પેટનો સોજો અને દુખાવો ઓછો કરવા માટે જીરાનો ઉપયોગ ખૂબ જ અસરકારક ઘરેલું ઉપાય છે. આ માટે એક ચમચી જીરાને શેકીને પીસી લો અને તેને દર્દીના સૂપમાં મિક્સ કરીને ઉપયોગ કરો. તુલસી પણ છે અસરકારક તુલસીના કેટલાક પાનના રસમાં એક ચમચી મધ મિક્સ કરો. દર્દીની સ્થિતિના આધારે, તેના ઉપયોગના થોડા કલાકોમાં પીડામાંથી રાહત મળવાની સંભાવના છે.


Also read: ટ્રાયગ્લીસરાઈડ કઈ રીતે ઘટાડશો?


કેળા છે ઉપયોગી… કેળા પોટેશિયમનો સ્ત્રોત છે. કેળા એ ખોરાકના ઝેરમાંથી ઝડપથી મુક્ત થવા અને તેની અસરો ઘટાડવા માટે ખૂબ જ અસરકારક  રીત છે. આ માટે કેળાને દહીંમાં મસળીને દર્દીને ખવરાવવું  જોઈએ. તે ઉપરાંત સફરજન, લીંબુનો રસ અને સફરજનનો સિરકો પણ ફાયદાકારક હોય છે, પરંતુ જો ઝાડા, ઉલ્ટી અટકવાનું નામ ન લેતા હોય કે તાવ સતત રહેતો હોય તો તરત જ  તબીબની સલાહ  લેવી જોઈએ. તેમાં જરાય ગફલત કરવી નહીં, કેમકે સતત થતા ઝાડા- ઊલ્ટી શરીરનું પાણીનું સ્તર ઝડપથી ઘટાડીને ગંભીર સ્થિતિ સર્જી શકે છે.                                                                                          

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button