ન્યુમોનિયા એટલે શું?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
તાજેતરમાં જ બહુ ડરામણા સમાચાર ચીનથી આવ્યા છે. ડરામણા એટલા માટે કે જગતભરમાં લાખોનાં ક-મોત માટે જે જવાબદાર છે એવી ચેપી બીમારીના ‘સર્જક’ ગણાતા કોરોનાની મહામારી જેવો રોગ ચીનમાં જ પ્રગ્ટ્યો છે, જે એક નવા પ્રકારનો ન્યુમોનિયા હોવાનો ભય છે.
આ ચીની નવા ન્યુમોનિયાની વધુ વિગતો હજુ બહાર આવી નથી, પણ આવા વખતે આપણે વર્તમાન ન્યુમોનિયા વિશે માહિતી મેળવી લેવી જોઈએ. આયુર્વેદમાં આ ન્યુમોનિયાના તાવને ‘શ્ર્વસનક જ્વર’ કહે છે. વ્યક્તિની અંદર દૂષિત હવાના કારણે ન્યુમોનિયાના બેકટેરિયા, વાઈરસ કે ફંગસ પ્રવેશી જવાથી એક અથવા બંને ફેફસાંમાં પસ ભરાય છે અને સોજો (ઈંક્ષરહફળફશિંજ્ઞક્ષ) આવે છે, તેને ન્યુમોનિયા કહેવાય છે.
ન્યુમોનિયા થવાનાં કારણ:
- ફેફસાં દ્વારા દૂષિત હવા આવવાથી.
- ખરાબ, ગંદા, ભેજવાળા સ્થળે રહેવાથી અથવા નાક દ્વારા શરીરમાં ધૂળ-માટી વગેરે જવાથી.
- રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી.
*દારૂ કે તમાકુનું વ્યસન હોવાથી. - ફેફસાંનું કૅન્સર, અસ્થમા વગેરે ફેફસાંના રોગ હોવાથી.
*65થી વધુ ઉંમર હોય અને સામાન્ય તાવ કે શરદી થાય.
સાવધાની
- દર્દીના ગળફાનો યોગ્ય રીતે નિકાલ કરવો. જેથી ચેપનો ફેલાવો ન થાય.
- દર્દીને ગરમ વસ્ત્રો પહેરાવી રાખવાં. તેમ જ દર્દીના રૂમનું વાતાવરણ ગરમ રહે તેવી વ્યવસ્થા કરવી.
- દર્દીને નિયમિત ઝાડો સાફ આવે તેવી કાળજી રાખવી, પરંતુ રેચ આપવામાં ઉતાવળ પણ ન કરવી.
ન્યુમોનિયાનાં લક્ષણ:
- એકાએક વધતો ઠંડી સાથેનો તાવ આવે ને શરદી-કફ થાય.
- બંને પડખાં, પીઠ અને છાતીમાં દુ:ખાવો થાય.
- ગળફાં સાથે ખાંસી આવવી અને ગળફાંનો રંગ લીલો, સફેદ અથવા પીળો આવવો.
- શ્ર્વાસ લેવામાં તકલીફ પડે, કફથી છાતી ભરાઈ જાય અને બેચેની વર્તાય.
- કબજિયાત રહે અને રાત્રે ઊંઘ ન આવે.
*કોઈક વાર જીભ આવી જવી, સફેદ થઈ જવી અને ગળાના કાકડા ફૂલી જવા. - બે-ચાર દિવસ પછી તાવની પીડા ઓછી થાય, પરંતુ ઉધરસનું જોર વધે અન કફ છૂટે.
ન્યુમોનિયાના ઉપચાર:
*2 કપ પાણીમાં 1 ચમચી મેથી નાખીને ઉકાળવું. ત્યાર પછી તેને ગાળીને તેમાં મધ ઉમેરીને દિવસમાં 2 થી 3 વાર તે પાણી પીવું.
*1 કપ પાણીમાં 1-1 ચમચી ખાંડેલા તલ અને અળશી નાખીને ઉકાળવું. તેને ગાળીને 1 ચમચી મધ તથા થોડું મીઠું નાખીને પીવું.
*1 કપ હૂંફાળાં પાણીમાં 2 ચમચી હળદર અને ચમચીનો ચોથો ભાગ કાળા મરી નાખીને દિવસમાં 1 વાર પીવું.
*દર 6 કલાકે 10 તુલસીના પાનના રસમાં થોડો મરીનો પાઉડર નાખીને પીવો.
*300 મિ.લી. ગાજરનો રસ અને 100મિ.લી. બીટ અને કાકડીનો રસ ભેગો કરીને પીવો.
*2 થી 4 ચમચી ફુદીનાનો તાજો રસ 1 થી 2 ચમચી મધ સાથે મેળવીને દર 2 કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.
*1 ચમચી મહાસુદર્શનચૂર્ણ, 1 કપ પાણીમાં ઉકાળીને દરરોજ ચાર વાર પીવું.
*1 ચમચી આદુનો રસ, 1 ચમચી તુલસીનો રસ, 5 ચમચી અરડૂસીનો રસ અને બે ચમચી મધ મિશ્ર કરીને રોજ બે વાર લેવું.
ન્યુમોનિયામાં આહાર:
- ઉકાળેલું પાણી જ પીવું અને વધુ પ્રમાણમાં પ્રવાહી પદાર્થો લેવા.
- ખાટાં ફળો, લીલાં શાકભાજી, ટમેટાં જેવી વસ્તુઓ ખાસ લેવી. ગાજર તથા કાકડીનો જ્યૂસ રોજ લેવો.
- હળવો અને તાજો ખોરાક જ લેવો.
- આહારમાં હળદર, મેથી, કાળા મરી અને આદુનો ઉપયોગ વધુ કરવો.
- કફવર્ધક આહાર ન લેવો અને ગળ્યા, નશીલા, તીખા વગેરે પદાર્થોનો ત્યાગ કરવો.