આ સપ્તાહમાં ગોચર ગ્રહોમાં રાશિ પરિવર્તન થતા નથી
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહ માં ગ્રહ મંડળ ના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
સૂર્ય કર્ક રાશિ
મંગળ વૃષભ રાશિ
બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણ
ગુરુ વૃષભ રાશિ
શુક્ર સિંહ રાશિ
શનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુક્ધયા રાશિ વક્રીભ્રમણ
આ સપ્તાહમાં ગોચર ગ્રહોમાં રાશિ પરિવર્તન થતા નથી પરંતુ બુધ, શનિ વક્રીભ્રમણ તથા રાહુ, કેતુ હંમેશાં વક્રીભ્રમણ કરતા હોય છે માટે હાથ પગ ઝકડાઇ જવાની સાથે કફ શરદી તાવ ઉધરસ, કમળો જેવા રોગો ભરડો લઈ શકવાની શક્યતાઓ રહેલી છે. પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થયેલ હોવાથી તમામ ગ્રહ નડતર તથા આરોગ્યની સુખાકારી માટે દેવાધિદેવ મહાદેવજીને જળાભિષેક સાથે પંચાક્ષરી મંત્ર જાપ કરશો. આ વર્ષે યોગાનું યોગ સોમવારથી શરૂ થયેલ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે.દરરોજ ચંદન મિશ્રત જલ મહાદેવજીને ચડાવવાથી આરોગ્યની સુખાકારી વધશે.
(૧) મેષ (અ,લ,ઇ):- શરીરના ગુપ્તાંગ ભાગે ધાધર થવાની સંભાવના. સપ્તાહના અંતે મોં પર સૂઝન આવવાની શક્યતાઓ. વાદળી રંગના કપડાં પહેરશો નહીં નિત્ય શિવલિંગ પર કાચા તલ સાથે જળાભિષેક કરશો.
(૨) વૃષભ (બ,વ,ઉ):-લીંગમાં સોજો આવવાની શક્યતાઓ. ભગંદરથી પીડિત દર્દીઓએ વિશેષ ધ્યાન રાખવું. કુળદેવીનું સ્મરણ ઉત્તમ. મહાદેવજીના દર્શન સાથે સાકર મિશ્રત જળાભિષેક કરશો.
(૨) મિથુન (ક,છ,ઘ):- સપ્તાહના મધ્યે મોંમાં ચાંદા પડવા, દંત પીડા સંભવ.વાઇરલ ઇન્ફેક્શનની શક્યતાઓ નકારી નહીં. નોકરી-ધંધા માં વિરામ લઈ આરામ કરશો. મનોમન ગાયત્રીમંત્ર જાપ કરશો. સંધ્યા સમયે મહાદેવજીના મંદિરે દર્શન કરશો.
(૪)કર્ક (હ,ડ):-પેશાબમાં સખત લાય બળવી. ઉલ્ટી પણ સંભવ. ફેમિલી દાક્તરની દવા તાત્કાલિક લેશો. ભોજનમાં મગ-ભાત લેશો. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ કરશો. દૂધનો અભિષેક સાથે પંચાક્ષરી મંત્ર જાપ કરશો.
(૫) સિંહ (મ,ટ):-મસા બહાર આવવાની શક્યતાઓ. મોડી રાત્રિએ ઊંઘ આવવાથી તબિયત પર અસર પડે. ઉચીત બાહ્મણને યથાશકિ ઘઉંનું દાન કરશો. સૂર્ય ગ્રહના મંત્ર જાપ કરશો. દેવાધિદેવ મહાદેવજીને બિલીપત્ર ચડાવશો.
(૬) ક્ધયા (પ,ઠ,ણ):- મળમાર્ગની જગ્યા ચામડી સૂકી પડવાથી તાવ ચડી શકે. જૂની બીમારીઓ હોય તો યથાવત રહેશે. સોમવારનું એકટાણુ કરશો.
(૭) તુલા (ર,ત):-એસીડીટીની સમસ્યા વધે. કોલેસ્ટ્રોલના દર્દીઓએ યોગ્ય દરકાર લેવી. અનુકૂળતા મુજબ મેડિકલ સહાય કરશો. ન્યાયિક સ્વભાવમાં પરિવર્તન લાવશો. રાત્રિએના સમયે મહામૃત્યુંજય જાપ કરશો.
(૮) વૃશ્ર્ચિક (ન,ય):- આરોગ્ય માટે સારું રહેશે.નિત્ય પૂજા સાથે ગુપ્ત સેવાઓ કરશો. પાણી વધુ પીવાનું રાખશો. સપ્તાહમાં અનુકૂળતાએ બ્રહ્મ ભોજન કરાવશો.
(૯) ધન (ભ,ધ,ફ,ઢ):-આ સપ્તાહ આરોગ્ય માટે સાનુકૂળ રહેશે, પરંતુ વધુ પડતી ઊંઘ આવવાની સંભાવના પણ રહેલી છે. શિવજીનો પંચાક્ષરી મંત્ર જાપ કરશો. ગરીબોને યથાશકિત ભોજન કરાવશો.
(૧૦) મકર (ખ,જ):-અગાઉ બીમારીઓ યથાવત રહે સાથો સાથ પગ દુખવાની સમસ્યાઓ વધી શકે. રુદ્રાભિષેક કરશો તેમજ મંત્રજાપ ઓમનમ: શિવાય કરશો.
(૧૧)કુંભ (ગ,શ,સ):- હરસ મસા કે ભગંદરની સમસ્યાઓ હોય તો યોગ્ય કાળજી રાખવી. સાધારણ પગમાં મચકોડ આવવાની શક્યતાઓ.યથાશકિત દાન બાહ્મણને કરશો. મહાદેવજીને પીલા રંગના પુષ્પ અર્પણ કરશો.
(૧૨) મીન (દ,ચ,ઝ,થ):- છાતીમાં કફ ભરાવાની શક્યતાઓ. માનસિક ભય ચિંતાઓને કારણે ઊંઘ હરામ થવાથી નવી બીમારીઓ આવી શકે. નવગ્રહ નડતર નિવારણ માટે સોડપચાર મહાદેવજીની પૂજા કરશો.
અગામી તા.૧૨ દ્વિતીય શ્રાવણિયો સોમવારેની સાંજે તલવટ બનાવી મહાદેવની આરતી કરીને લિંગ પાસે અર્પણ કરીને પરિવારના સદસ્યોમાં પ્રસાદ વેચવાથી અકાળ રોગ, માંદગી ટળશે.માનસિક
ભય ચિંતાઓ ઉદ્વેગમાંથી ચોક્કસ રાહત જણાશે.