તરોતાઝા

નવા વર્ષનો સંકલ્પ: ખુશ રહો સ્વસ્થ રહો

આનંદની ક્ષણોમાં શરીરમાં અનેક પ્રકારના આંત:સ્ત્રાવ વછૂટે છે જે ઘણી તન-મનની બીમારીઓથી આપણને બચાવે છે.

કવર સ્ટોરી – મુકેશ પંડ્યા

હેપ્પી ન્યૂ યર! આ વાક્ય નવા વર્ષે તમે સેંકડો વાર બોલ્યા હશો કે સાંભળ્યું હશે. જોકે માત્ર બોલવા સશભળવાથી વર્ષ હેપ્પી નથી બની જતું. વર્ષને હેપ્પી બનાવવા માટે તેના પ્રત્યેક મહિનાના પ્રત્યેક દિવસની પ્રત્યેક ક્ષણોમાં ખુશ રહેવાની કળા હાંસલ કરવી પડે છે.
ખુશ રહેવાથી. હસતા રહેવાથી શરીર અને મનને અનેક ફાયદા થાય છે એ વાત સાચી પરંતુ માણસ પ્રતિક્ષણે ખુશ રહી શકતો નથી એ વાત પણ એટલી જ સાચી છે. જીવનમાં અનેક ઝંઝાવાતો સામે ટકી રહેવું અને ખુશ રહેવું હોય તો નીચેના સૂચનોને વધુમાં વધુ ધ્યાનમાં ઉતારશોજી.

જીવનને રમત સમજી રમી જાણો. હારજીતને સાક્ષી ભાવે જુઓ.

ઘણા લોકો જીવનમાં બનતી પ્રત્યેક ઘટનાથી ખૂબ જલ્દીથી પ્રભાવિત થઈ જાય છે. ખુશીની ક્ષણોમાં હદ બહાર ઝૂમી ઉઠે છે જ્યારે શોકની પળોમાં જાણે માતમ છવાઈ જાય છે. સુખની પળોમાં અભિમાની બની જાય છે તો દુ:ખની ક્ષણોમાં આત્મહત્યા કરવા પ્રેરાય છે. આ લોકો જીવનને એક રમતની જેમ જુએ તો ખુશ રહી શકે. આજે હાર છે તો કાલે જીત પણ મળશે એવી આશા રાખીને હર હાલમાં ખુશ રહેવું જોઈએ.

રમતની જ વાત નીકળી છે તો આપણે ત્યાં કિકેટની રમત બહુ લોકપ્રિય છે એટલે તેનો જ દાખલો લઈએ. આ રમતમાં બોલર સામે છેડેથી બોલ ફેંકે અને બેટ્સમેન તેને ફટકારીને બાઉન્ડ્રીની બહાર મોકલવાની કોશિશ કરે છે. આપણામાંના ઘણાને એવી ભ્રમણા હોય છે કે ક્રિકેટરોને બખ્ખા હોય છે. તેઓ ઝડપથી કરોડપતિ બની જાય છે. પરંતુ આ એટલું સહેલું નથી હોતું. સામે વાળો બોલર કેવો બોલ નાખશે તેની કલ્પના હોતી નથી. એક બોલ આવ્યા પછી બીજી વાર બીજા પ્રકારનો બોલ આવે છે, છ બોલમાં છ અલગ અલગ પ્રકારના હુમલા થતા હોય છે. દરેક બોલથી વિકેટ બચાવવી અને સમય આવ્યે બોલને બાઉન્ડ્રી બહાર મોકલી દેવો એ ક્રિયામાં મહારથ હાંસલ કરવી પડે છે. ધીરજ રાખવી પડે છે. ઉશ્કેરાટ ન કરતાં શાંતિ રાખવી પડે છે. હસતા રહેવું પડે છે. ફૂલ બનવું પડે છે. જે ખેલાડી ફૂલ છે એ સારું રમી શકે છે. સારુ સુકાન સંભાળી શકે છે.

હવે આ જ નિયમ જીવનમાં પણ લાગુ પડે છે. જિંદગીમાં પણ અલગ અલગ દિશામાંથી રોજ અલગ અલગ મુશ્કેલીઓ રૂપી બોલ આપણી ઉપર ઝિંકાયા કરતા હોય છે. આપણે ઠંડુ દિમાગ રાખીને જ આ મુશ્કેલીઓને બાઉન્ડ્રી બહાર મોકલવી રહી. અહી ઉશ્કેરાઈ ગયા તો આઉટ થઈ જવાનો પૂરેપૂરો ચાન્સ છે.

દરેક બોલ ઉર્ફે મુશ્કેલીઓનો હસતા હસતાં સામનો કરવાથી જ ઉપાધિ ઓછી થાય છે. માત્ર ઉપાધિ જ શું કામ તનમનની મોટ ભાગની આધિ અને વ્યાધિ પણ ખુશ રહેવાથી અને હસતાં રહેવાથી જ દૂર ભાગી જાય છે.

જો તમે કોઈ પણ સંજોગોમાં હસવાનું રાખો તો શરીરને શું ફાયદા થાય એ પણ આપણે જોઈ લઈએ.

હસવાથી તમારો મૂડ સૂધરે છે.

જ્યારે તમે સ્મિત કરો છો ત્યારે તમારું મગજ ઉત્તેજના પામી સેરેટોનિન,ડોપામાઇન અને એન્ડોર્ફિન્સ જેવા હેપ્પી હોર્મોન્સ મુક્ત કરે છે. આ અંત:સ્રાવ કુદરતી એન્ટિ ડિપ્રેસન્ટ તથા પીડાનિવારક છે.

અન્ય એક અભ્યાસ મુજબ સ્મિત આપણને તણાવ અને હતાશામાંથી ઝડપથી મુક્ત કરવામાં મદદ કરે છે. તંગ પરિસ્થિતિમાં હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. સ્મિત કરતી વખતે છૂટેલા અંત:સ્રાવ આપણા શરીરના રક્તપ્રવાહમાં વધારો કરે છે જેનાથી બ્લડ પ્રેશરના સ્તરમાં ઘટાડો થાય છે. સારા કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે.

જ્યારે જ્યારે આપણે હસીએ કે કોઇ બાબતે આનંદ પ્રગટ કરીએ ત્યારે મગજ સેરેટોનિન નામનું હોર્મોન છોડે છે. આ હોર્મોન શ્ર્વેત રક્ત કોશિકાઓને ઉત્તેજિત કરે છે જે આપણા શરીરમાં અસંખ્ય ચેપ સામે લડે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

અન્ય એક સંશોધન મુજબ જે લોકો વધુ સ્મિત કરે છે તેઓ કટોકટીની પળોમાં ઓછો તણાવ અનુભવે છે. કાર્યસ્થળ અને રોજિંદા જીવનમાં સર્જનાત્મક અને ઉત્પાદક કાર્ય કરી શકે છે.

સ્મિત કરતી વખતે આપણો ચહેરો ઉપર તરફ જાય છે (તમે પેલું સ્માઇલીનું ચિત્ર તો જોયું જ હશે) જે ચહેરા પરની કરચલીઓ ઘટાડવાની કસરત તરીકે કામ કરે છે. કૃત્રિમ ફેસ લિફ્ટિંગ કરાવવાની જ આનંદિત રહેતા લોકો વધુ આત્મવિશ્ર્વાસ ધરાવતા હોય છે. હસવું અને ખુશ રહેવું એ ચેપી છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે.

નવા વર્ષે એક સંક્લ્પ લો. ગમે તેટલી મુસીબતો આવે ખુશ રહો અને અન્યને ખુશ રાખો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?