હેલ્થઃ સવારે ઊઠતાં જ તમે ઉદાસી અનુભવો છો…આ મોર્નિંગ એન્ગઝાઈટી તો નથી?
-રશ્મિ શુકલ
લોકોમાં વર્કલોડની વધતી ચિંતા દિવસે-ને દિવસે વધતી જાય છે. એને કારણે દિમાગમાં વિચારો સતત ભમ્યાં કરે છે. વ્યક્તિ હંમેશાં ચિંતિત રહે છે. કેટલીક વખત સવારે જાગતાં જ વ્યક્તિ પથારીમાં જ પડી રહે છે. જોકે એ લાગે છે તો સામાન્ય, પરંતુ આ મોર્નિંગ એન્ગઝાઈટી હોઈ શકે છે. ચિંતા અને તણાવ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી દે છે. મોર્નિંગ એન્ગઝાઈટીને વિસ્તારથી જાણીએ.
Also read: વીમા સુરક્ષાકવચ: હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લૅમ પ્રક્રિયામાં કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ કઈ રીતે કરી શકાય ?
મોર્નિંગ એન્ગઝાઈટીના લક્ષણ:
વ્યક્તિ લાંબા સમય સુધી ઊંડા વિચારોમાં મગ્ન થઈ જાય છે. જેથી તેને સમયનું પણ ભાન નથી રહેતું.
પેટમાં દુ:ખાવો ઊપડે છે અને ચક્કર આવવા લાગે છે. વગર કારણ થાક લાગે છે અને એને કારણે વર્ક પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. માથાનો દુ:ખાવો વધી જાય છે અને છાતીમાં પણ દબાણ જેવું લાગે છે. નર્વસનેસ રહે છે અને વ્યક્તિ નાહક રડવાં લાગે છે અને ચીસો પાડે છે. મોર્નિંગ એન્ગઝાઈટીથી કઈ રીતે બચી શકાય
કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે સૌ પ્રથમ એનાં કારણોને જાણવા જરૂરી છે. જો લોકો મોર્નિંગ એન્ગઝાઈટીથી પિડાય છે. તેમના તણાવનું કારણ શોધવું જોઈએ.એનાથી એને ઉકેલવામાં મદદ મળી શકે છે. સાથે જ ચિંતાને ઉકેલવા તરફ કાર્ય કરવું જોઈએ.
નકારાત્મક વિચારો પણ ચિંતા વધારે છે. એથી જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. સાથે જ પોષણયુક્ત આહાર પણ મહદઅંશે મદદ કરી શકે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર ખોરાક આહારમાં સામેલ કરવો જોઈએ. એથી લીલાં શાકભાજી, નટ્સ, ઓટ્સ અને અનાજનો ભોજનમાં સમાવેશ કરવો.
સવારે યોગ-ધ્યાન કરવાથી પણ ઘણો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ કસરત પણ કરવી જોઈએ. એનાથી શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન વધે છે, જે માનસિક તણાવને ઘટાડવામાં મદદ કરે છે. એક રિસર્ચ પ્રમાણે દિવસમાં ત્રીસ મિનિટ વ્યાયામથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
જાગ્યા બાદ એક પછી એક એમ રોજબરોજના કામ કરવા જોઈએ. એનાથી વ્યક્તિ દિવસભર સક્રિય રહે છે અને ચિંતાથી થોડા ઘણે અંશે રાહત મળે છે.
Also read: વડીલોનાં જન્મદિન કે લગ્નતિથિની ઉજવણી આમ થઈ શકે…
એક જ વિષય પર સતત વિચારતા રહેવાથી ચિંતા વધી જાય છે. એનાથી નકારાત્મકતા વધે છે અને માનસિક થાક પણ લાગે છે. એથી આવી બધી બાબતો પર વધુ ધ્યાન ન આપતાં મનને શાંતિ અને આનંદ મળે એવી પ્રવૃત્તિમાં પોતાને વ્યસ્ત રાખવું પણ હિતાવહ છે.