તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

તન-મનને કરો પ્રસન્ન

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

ફિટ રહેવા માટે ટાઈમ મેનેજમેન્ટ અતિશય જરૂરી છે. મોટી સેલિબ્રિટીઓ ગમે એટલા વ્યસ્ત હોય તો પણ પોતાના ફિટનેસ પ્રોગ્રામનું પાલન કરવાનો સમય કાઢી જ લે છે. શૂટિંગને લીધે જમવાનું સમયપત્ર અને બીજા શેડયુલ્સ ખોરવાઈ જાય તો પણ સેલિબ્રિટીઓ ફિટનેસ જાળવવા વ્યાયામ કરવાનું ચૂકતા નથી. તેમની પાસે ફિટનેસનો આ મંત્ર શીખવા જેવો છે.

જો આપણું આરોગ્ય સારું હોય તો જ આપણે
આપણું કામ સારી રીતે કરી શકીએ. આથી માનવીએ શારીરિક અને માનસિક આરોગ્ય સુદૃઢ રાખવા કાયમ તત્પર રહેવું જોઈએ. હું બહારગામ ગઈ હોઉં અને દરેક જગ્યાએ મને વ્યાયામશાળા ન મળી શકે. આવા સમયે હું સ્કિપિંગ, સ્વિમિંગ અને સાઈકલિંગ કરું છું, એવી માહિતી જાણીતી અભિનેત્રી પ્રાજક્તા ગાયકવાડે એક મુલાકાતમાં આપી હતી.

તે કહે છે કે જે માધ્યમથી આપણને વ્યાયામ કરવા મળે એ માધ્યમનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હું ટેકવોન્ડોની ખેલાડી છું. આથી હેવી વર્કઆઉટ કરું છું. સ્કૂલમાં મેં વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. હું કરાટે પણ શીખી છું. આથી હું ફિટનેસને પ્રાથમિકતા આપું છું. હું જિમ સાથે પ્રાણાયામ અને યોગનાં આસનો પણ કરું છું. ધ્યાનધારણા ખૂબ મહત્ત્વની છે માનસિક અને શારીરિક દૃષ્ટિએ તંદુરસ્ત રહેવા માટે નૃત્ય કરવાને પ્રાધાન્ય આપું છું. નૃત્યનું રિહર્સલ હંમેશાં ચાલુ જ હોય છે. હું ઝુંબા નૃત્ય પણ કરું છું. નૃત્ય કરવાથી આપણા શરીરમાં રહેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે.

માનસિક તાણ-તનાવ દૂર થાય છે. જો આપણું શરીર જડ હોય તો એ માટે નૃત્ય રામબાણ ઈલાજ છે. અનેકવાર વિમાન કે મોટરમાં લાંબો પ્રવાસ કરવો પડે છે. ચિત્રીકરણ બાર કે ૧૪ કલાક ચાલે છે. અનેકવાર રાત્રે શૂટિંગ હોય છે. આના પરિણામે નિદ્રાનું ગણિત ખોરવાઈ જાય છે. આવા સમયે આપણું શરીર અને ચામડીની કાળજી લેવી જરૂરી છે. અભિનય ક્ષેત્રમાં બધી બાબતોનું કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે છે શરીરમાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખવું પડે છે. અનેક વાર ઉજાગરાને લીધે એસિડિટી થાય છે. આને લીધે સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આ બધી બાબતોને ઠીક કરવા જિમ, ધ્યાનધારણા અથવા તો એકાદો મનગમતો શોખ પૂરો કરવો. આને લીધે તમારું મનોબળ મજબૂત થશે.

આહારની બાબતમાં હું ખૂબ જાગૃત છું. પેટ ખાલી હોય તો મને ત્રાસ થાય છે. આથી હું બે-બે કલાકે થોડું થોડું ખાઉં છું. હું માતાએ કે મેં બનાવેલો આહાર જ ખાઉં છું. બહારના ખાદ્યપદાર્થો ખાવાનું ટાળું છું. હું ભાખરી, શાક, દાળ અને ભાત અને દહીં ખાઉં છું. આહારમાં ભાજીપાલા, ગ્રીન સલાડ, સફરજન અને ઋતુકાળ પ્રમાણે ફળોે ખાઓ. અનેક વાર શૂટિંગને લીધે જમવાનો સમય મળતો નથી. ભૂખ લાગે તો ખબર જ નથી પડતી. પાણી પીવા પણ મળતું નથી. આથી સમય મળે ત્યારે ખાતી જ રહું છું.

મને પાંઉભાજી અને ચાયનીઝ વાનગી ભાવે છે. જોકે ઈચ્છા હોવા છતાં હું ખાઈ શકતી નથી. હું બને એટલો પૌષ્ટિક આહાર ખાઉં છું. ફળોના જ્યૂસ, ગ્રીન ટી, બ્લેક ટી અને છાશ પીઉં છું. ચા અને કોફી મને ગમતી નથી.

સુદૃઢ આરોગ્યની ટિપ્સ

*ભગવાને આપણને અતિશય સારું શરીર આપ્યું છે. તેની માવજત અને કાળજી કરવી આપણું કર્તવ્ય છે. ખેતી વ્યવસ્થિત કરશો તો પાક સારો આવશે. શરીરની કાળજી લેશો તો આપણને ફાયદો થાય જ છે.

*આપણે જેટલો પાૌષ્ટિક અને સમતોલ આહાર ખાઈશું તો આપણા વિચારો પણ સારા રહે છે. શરીર તંદુરસ્ત રહેશે. શારીરિક અને માનસિક આરોગ્ય માટે હોબી રાખવી જોઈએ. આ તાણતનાવ ઓછો કરે છે.

*દિવસમાં કસરત માટે સમય મળતો નથી તો સાંજે કે રાત્રે વ્યાયામ કરી શકાય. પોતાના અને કુુટુંબના વ્યાયામને અગ્રતાક્રમ આપો.

*નૃત્ય કરવાથી તમારા આખા શરીરને હલનચલન મળશે. તાણ દૂર કરવા નૃત્ય કરવું જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત