જીવિત ખોરાકનું પ્રમાણ વધારો
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા
કોઇપણ જીવ ભોજન વગર જીવનની કલ્પના કરી ન શકે. પ્રકૃતિએ દરેક જીવ માટે ભોજનની વ્યવસ્થા કરી છે. પોષણનાં સિદ્ધાંત છે જે પ્રકૃતિ દ્વારા જ બનાવવામાં આવ્યા છે. પણ આપણે આ સિદ્ધાંતો માટે વિચારાયું નથી. મનુષ્યો બુદ્ધિશાળી હોવા છતાં પણ પ્રકૃતિના નિયમો જાળવતો નથી તેની છેડછાડ કરી છે. અન્ય પશુ-પક્ષીઓ પ્રકૃતિએ નિર્ધારેલ ભોજન કરે છે. મનુષ્યો દ્વારા બનાવેલ અપ્રાકૃતિક અને રસાયણ યુક્ત ભોજન જ મનુષ્યો માટે બીમારી અને ખરાબ સ્વાસ્થ્યનું કારણ છે. ભોજન બે પ્રકારના છે. એક તો જીવિત ખોરાક (લાઇવ ફૂડ) અને બીજો મૃત ખોરાક (ડેડ ફૂડ) આપણે બધા જાણીએ છીએ કે ખરાબ સ્વાસ્થ્યનું કારણ અસ્વાસ્થ્ય કર ખોરાક છે.
આપણે બહારની સુંદરતા વિશે ધ્યાન વધુ આપીએ છીએ પણ વ્યવહારિક રીતે આંતરિક સુંદરતા વિશે વિચારતા નથી. આપણા શરીરની અંદર ફકત મૃત ખોરાકનો પહાડ જમા થઇ રહ્યો છે. આપણું ઉત્સર્જન તંત્ર શરીરનો અના અનાવશ્યક કબાડ મુક્ત કરવાનો સામનો નથી કરી શકતો. તેથી તે આંતરિક અંગોમાં ધકેલી નાખે છે. શરીર એક ઉપેક્ષિત નલસાજીની જેવો થઇ જાય છે. જે ક્યારેય સાફ નથી નથી, તેથી તે બીમારી અને ખરાબ સ્વાસ્થ્યવાળું થઇ જાય છે. આના પરથી જાણી શકાય છે કે માનવના પોષણ માટે ભોજન પ્રાકૃતિક હોવા જોઇએ સ્પષ્ટ છે.
કારખાનામાં કેં ફેકટરીમાં બનતો ખાદ્ય-પદાર્થ એ મૃત ખોરાક છે. મનુષ્યો દ્વારા ઘરમાં બનતો ખોરાક જે ખૂબ શેકેલો, તળેલો અમુક રસાયણો નાખેલો, વધુ પડતો રાંધેલો ખોરાક શરીર માટે મૃત ખોરાક છે. આજના આધુનિક યુગમાં બહારનો ફેકટરીમાં બનતો ખોરાક પર નિર્ભરતા વધી છે. બેકરીમાં બનતો ખાદ્ય પદાર્થ હોટેલોમાં પીરસાતો ખોરાક લગભગ મૃત ખોરાક (ડેડ ફૂડ) જ છે.
આજની જીવનશૈલી લગભગ બહારના ખોરાક પર જ નિર્ભર છે. વિદેશ ભણવા જતાં વિદ્યાર્થી કે વિદેશ ફરવા જતાં લોકો આજકાલ ડી-હાઇડ્રેડ કરેલો ખોરાક લઇ જાય છે. જે શરીર માટે હાનિકારક સાબિત થયો છે. ડી-હાઇડ્રેડ કરેલા ખાદ્ય પદાર્થથી શારીરિક અને માનસિક નબળાઇ ઊભરી આવી છે. શારીરિક અંગોમાં નબળાઇ જણાય છે.
બ્રાઝિલમાં પ્રોફેસર જો-સાઓ-પાઉલો દ્વારા વિશ્ર્વ વિદ્યાલયમાં એક ટીમ બનાવી સર્વેક્ષણ કર્યું કે વયસ્કોમાં વધતી બીમારી લગભગ અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થ જ કારણ છે. જેથી પ્રીમેચ્યોર
મરણનું પ્રમાણ વધ્યું છે. પ્રોસેસ્ડ ફૂડ જ હૃદયના હુમલા, ડાયાબિટીસ કૅન્સર જેવી બીમારી માટે જવાબદાર છે.
નિર્જીવ બનેલો ખોરાક શરીરના સેલને પણ નિર્જીવ બનાવે છે. શરીર યકૃતમાં ગ્લાઇકોજનને ઓછું કરે અને વસા અને પ્રોટીનને તોડી રક્ત શર્કરાનું સ્તર બનાવી રાખવાનું શરૂ કરે છે. લીવર થોડા કલાકો ગ્લુકોઝ પ્રદાન કરી શકે છે. પછી શરીર વસા અને પ્રોટીન તોડવાનું શરૂ કરી દે છે. શરીર માંસપેશી માટે ઊર્જા સ્ત્રોતના રૂપમાં ફેટી એસિડનો ઉપયોગ કરે છે. પણ મસ્તિષ્કમાં ગ્લુકોઝની માત્રા ઓછી કરી દે છે. આથી શરીરમાં નબળાઇ કે માનસિક નબળાઇ શરૂ થઇ જાય છે.
જીવિત ખોરાક શરીરમાં ઊર્જાનો સ્ત્રોત જાળવી રાખે છે. જીવિત ખોરાક જે ફળો, સલાડ ધાન્યના દૂધ તેમ જ ડ્રાયફૂટમાંથી મળે છે. આપણે ખોરાક એંશી ટકા સુધીનો જીવીત હોવો જોઇએ વીસ ટકા ખોરાક રાંધેલો હોવો જોઇએ જેથી શરીરમાં ઊર્જા જળવાઇ રહે.
શરીર જેટલી ઊર્જા લે છે તેથી અધિક ઊર્જા ખર્ચ કરે છે. આ અસંતુલન એક કે અધિક ચિકિત્સીય સ્થિતિને કારણે થઇ શકે છે. બીમારી આવતા અલગ-અલગ ચિકિત્સાનો સહારો વ્યક્તિ લે છે. અધિક દવાનું સેવન શરીરને ક્ષતિ પહોંચાડે છે. બધી જ દવા લગભગ મૃત ખોરાકનું સ્વરૂપ છે. એલોપથી દવા બધી જ ડીઝલ, પેટ્રોલ, નાફતા, ટોલ્યુલીન, ઘાસતેલ, ફીનાઇલમાંથી બને છે. હોમોપેથી દવાઓમાં બાણું ટકા જેટલું આલ્કોહોલ છે. આયુર્વેદિક દવાઓમાં પારાનું પ્રમાણ અધિક છે. જે બધા મૃત જેવા જ છે.
કુદરતી રીતે મળતાં ખોરાક જ શરીરને લાંબો સમય સુધી સ્વાસ્થ્ય જાળવી રાખે છે. મજબૂરીમાં પણ મૃતભોજનનું સેવન ન કરવું જોઇએ. મૃત ભોજનના વધુ પડતાં સેવનથી જ આજકાલ રિપોર્ટ કઢાવાની જરૂરિયાત વધી છે. રિપોર્ટ કાઢતી લેબોરેટરી પણ ગોલમાલ કરી રિપોર્ટ આપે છે. જે લોકોની ગેરસમજનો ફાયદો લઇ દવા કંપનીને ફાયદો કરાવે છે.
દવાઓના સેવનની જરૂરિયાત આ મૃત ભોજનના લીધે વધી છે. બહારના ખાદ્ય પદાર્થ જામ, સોસ, ચીપ્સ, બેકરી પ્રોડક્ટસ, ઠંડા પીણા આઇસક્રીમ, ફોઝન, ડેઝટ વગેરે જેવા ખોરાક માનવના પતનનું કારણ બની રહી છે. બાળકોમાં પણ બિસ્કિટ, ચોકલેટનું ખાવાનું અધિક છે. જે બાળકો માટે જોખમી છે.
રંગીન અને મન લોભાવન પેકેટ ફૂડમાં મળતા ખાદ્ય પદાર્થ એ દરેક મૃત ખોરાકની શ્રેણીમાં આવે છે. ચાયના દેશમાં મૃત અને જીવિત ખોરાકના ફરક વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
જીવિત ખોરાકમાં ન્યૂટ્રિશિયલ વેલ્યુ હોય છે. મૃત ખોરાકમાં આર્ટિફિશિયલ સ્વીટનર જે મિથેલમાંથી બને છે. જે ખોરાકને પણ મૃત બનાવી દે છે. ફાઇટોકેમિકલ્સ અને એન્ટિ-ઓક્સિડેંટની માત્રા ન બરાબર જ હોય છે.
ખોરાકમાં જીવિત ફળો અને જીવિત શાકભાજી હોવા જોઇએ. સૂકવેલા કે ડી-હાઇડ્રેડ કરેલા નહીં. ડી-હાઇડ્રેડ ફૂડમાં ઓકિસજન નથી હોતું તેથી સેલને પણ ઓકિસજન મળતું નથી. શરીરના સેલ મૃત થતાં બીમારીનો ઉદ્ભવ થાય છે.
જાણી લો કે જીવિત આહાર જ જીવન ટકાવી રાખે છે. તેથી જીવિત આહારનો જ ઉપયોગ થાય છે.