તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

આપણા આહારમાં સુપરફૂડ્સનું યોગ્ય પ્રમાણમાં સામેલ કરવું એ મોટી ચાવી છે

દરેકે કેટલું સુપરફૂડ્સ ખાવવું એનું પ્રમાણ નક્કી નથી. આપણે સર્વસાધારણ નિયમનું પાલન કરીને વિવિધ પ્રકારના પોષક તત્ત્વો ધરાવતો સમતોલ આહાર ખાવો જોઈએ.

સુપરફૂડ્સના સમાવેશ બાબતે માર્ગદર્શક તત્વો

હળદર:
દરરોજ એક-બે ચમચા હળદર પાઉડર ખાદ્યપદાર્શોમાં વાપરવો અથવા તો હળદરવાળું દૂધ પીવું. આનાથી સોજા ઘટવામાં મદદ મળે છે.

આમળા:
દરરોજ એક-બે તાજા આમળા અથવા તો આમળા પાવડર પાણી અથવા શરબતમાં નાખીને પીવાથી પ્રતિકારશક્તિ વધે છે.

શિંગ:
દરરોજ એક-બે ચમચી સરગવાની શિંગનો પાવડર અથવા તો ખોબો ભરીને શિંગના પાનનું પાણી પીવાથી પોષણ મળે છે.

નાચણી:
એક કે બે ભાગ નાચણીની લાપસી અથવા તો રોટલીનો દરરોજના આહારમાં સમાવેશ કરવાથી હાડકાંને જાળવવામાં મદદ મળે છે અને દીર્ધકાળ ઊર્જા ટકી રહે છે.

ઘી:
દરરોજ એક-બે ચમચા ઘી ખાવાથી હેલ્ધીચરબી અને ચરબીમાં રહેલા જીવનસત્વ મળે છે.

બેરીઝ:
અડધો કે એક કપ દરરોજ બેરીઝ (સ્ટ્રોબેરી, બ્લુબેરી, મલબેરી વગેરે) દરરોજ ખાવી.

પાલક ભાજી:
અઠવાડિયામાં બે-ત્રણ કપ ભાજીપાલો (મેથી, શેપુ, કુુસમ, પાલક, અળુ વગેરે) ખાવાનો પ્રયત્ન કરો.

સુકોમેવો અને બી:
મુઠીભર સુકોમેવો (બદામ, કાજુ, અખરોટ) અથવા બી (જવ, તલ, સૂર્યફૂલ વગેરે) દરરોજ ખાવાથી હેલ્ધીચરબી અને
પોષકતત્ત્વો મળે છે.

ચરબીયુકત માછલી:
બાંગડા કે સાલ્મન જેવી માછલી અઠવાડિયામાં બે-ત્રણ વાર ખાવાથી આવશ્યક ઓમેગા ત્રણ ફેટી એસિડ મળે છે.

સુપરફૂડ્સના અતિરેકથી શું થાય?

અસમતોલ પોષણ:
એક જ પ્રકારના સુપરફૂડ્સ ખાવાથી અસમતુલા નિર્માણ થાય છે અને બીજા પોષકતત્વોની ઉણપ આવી શકે.

પાચન સમસ્યા:
ફાઈબર વધારે ખાવાથી ફાંદ વધવી, ગૅસ અને બંધકોષ જેવી બીમારી થઈ શકે.

ખોરાકી ઝેરનો ધોકો:
અમુક સુપરફૂડ્સ વધારે પ્રમાણમાં લેવું જોખમી હોય છે. દાખલા તરીકે હળદર વધારે પ્રમાણમાં લેવાથી અતિસાર જેવી પાચનની બીમારી અને ક્રોનિક કેસમાં પેટનું અલસર થઈ શકે. લોહી ગંઠાવાની પ્રક્રિયામાં પણ અડચણ લાવી શકે.

કેલેરીમાં વધારો:
ઘી, સુકો મેવો કે બી વગેરેમાં કેલેરી વધારે હોવાથી વજન વધી શકે.

સુપરફૂડ્સ પૌષ્ટીક આહારના મુખ્ય ઘટક છે. જોકે એ જાદુઈ ખોરાક નથી. એને સમતોલ આહારના ભાગ તરીકે ખાવો જોઈએ. એક જ પ્રકારના ખોરાક પર આધાર રાખવાને બદલે આપણે આહારમાં વિવિધ પૌષ્ટિક ખોરાકને સામેલ કરવા જોઈએ. સુપરફૂડ્સનું પ્રમાણ, વિવિધતા અને સમતોલપણું એમાં જ પોષ્ટિક આહારની ચાવી છુપાયેલી છે.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ