યુવતીઓ માટે ખતરનાક સાબિત થઇ શકે, આ પાંચ આરોગ્ય સમસ્યાઓને અવગણવી
વિશેષ – રેખા દેશરાજ
ભારત જ નહીં, આખા વિશ્ર્વમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ આરોગ્ય સમસ્યાઓથી વધુ પીડિત હોય છે. એક આરોગ્ય સંબંધિત હેલ્થ કેર પ્લેટફોર્મ જીઓક્યુઆઈઆઈ મુજબ ભારતમાં ૫૧ ટકા મહિલાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. મહિલાઓને લઈને કરવામાં આવેલા એક સર્વેક્ષણ ‘લિવ અને સ્ટે હેલ્ધી અ લાઇફસ્ટાઇલ ઇઝ આ પાવરફુલ મેડિસિન’ નામના સર્વેક્ષણ મુજબ ફૂલ વસ્તીની અડધાથી વધુ મહિલાઓ માસિક ધર્મની અનિયમિતતા, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ), હાઈકો થાઇરોડિઝ્મ, યુટીઆઇ, ફાઈબ્રોઈડ, મધુમેહ, અને વાંઝીયાપણાની સમસ્યાઓથી પીડાઈ રહી છે. પરંતુ જે પાંચ આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી યુવતીઓ સૌથી વધુ પીડાતી હોય છે અને મોટેભાગે તેને અવગણે છે, તેમાં છે, સંભોગ દરમિયાન દર્દ થવું (તેને સામાન્ય વાત ગણવામાં આવે છે), અનિયમિત માસિક ધર્મ, અસમાન બ્રેસ્ટની સમસ્યા, ભારે થાક, અને માસિક ધર્મ વખતે ગૅસથી પેટ ફૂલી જવું. આ એ સમસ્યાઓ છે જે દેખાવમાં બહુ ખતરનાક ન લગતી હોય, પણ નિષ્ણાતો મુજબ તેમની અવગણના કરવી પોતાના આરોગ્ય સાથે રમત કરવા જેવું સાબિત થઇ શકે છે.
સંભોગમાં દર્દ થતું હોય તો : સંભોગ વ્યક્તિ પોતાના આનંદ માટે કરે છે અને માનવામાં આવે છે કે તેનાથી વધુ આનંદ દુનિયાની કોઈ ગતિવિધિમાં નથી. પરંતુ આનંદની જગ્યાએ તેમાં ભારે દર્દનો અનુભવ થાય તો તેને હળવાશથી લેવું જોઈએ નહીં. કારણ તેનું કારણ કંઈ પણ હોઈ શકે છે. ગર્ભાશયમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. પીઆઈડી અર્થાત્ પેલ્વિક સોજાની બીમારી હોઈ શકે છે. રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં સંક્ર્મણ પણ હોઈ શકે છે, ચીકણાશની કમી પણ હોઈ શકે છે. એમાંથી કોઈ પણ કારણ હોઈ શક્ય છે અને જો સતત તેની અવગણના કરવામાં આવે તો એ સમસ્યા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે સંભોગ સમયે જો દર્દ થતું હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લો.
અનિયમિત માસિક ધર્મ: માસિક ૨૧થી ૩૫ દિવસમાં આવવું જોઈએ, પરંતુ તણાવ ભરેલી જીવનશૈલી, પુરુષોની જેમ મહિલાઓની વધેલી ભાગદોડ અને અન્ય ઘણા કારણોસર માસિક ધર્મ મોડું થવાની સમસ્યા વધતી ચાલી છે અને લગભગ ૭૦ ટકાથી વધુ યુવતીઓ તેને ગંભીરતાથી નથી લેતી. તેમને લાગે છે કે જેવા તેઓ શાંતિના જીવનમાં પાછા ફરશે એટલે આ સમસ્યાઓ ચાલી જશે, આ તકલીફો પોતાની મેળે ખતમ થઇ જશે. હા, કેટલાક કિસ્સાઓમાં એવું થાય પણ છે, પણ ૧૦૦ ટકા અનિયમિત માસિકનું કારણ માત્ર શાંતિનો અભાવ નથી હોતું. તેનું કારણ આંતરિક રક્તસ્ત્રાવ, થાઇરોડ, પીસીઓડી, ફાઈબ્રોઈડ જેવી હોર્મોનલ સમસ્યાઓને કારણે પણ તારીખોમાં અનિયમિતતા આવી શકે છે. તેને ગંભીરતાથી લેવું જરૂરી છે. સતત તેની અવગણના કરવી ઓવેરિયન કૅન્સરને આમંત્રણ આપી શકે છે.
બ્રેસ્ટ નાના-મોટા હોવા : આમ તો બંને સ્તન એક સરખા નથી હોતા, ન આકારમાં અને ન દેખાવમાં. પણ જો એક સ્તન બીજા કરતા જો વધારે પડતું લાગતું હોય, તેની ત્વચા બીજા કરતા વધુ સખત લગતી હોય તો તેની અવગણના ભૂલેચૂકે કરશો નહીં, કેમકે આ સખત સ્તન કોઈ ખતરનાક સ્થિતિનું સૂચક છે. બનતી ત્વરાએ ડૉક્ટરનો સંપર્ક કરો જોઈએ.
થાક: થાક તો દરેકને લાગતો જ હોય છે અને આજના સમયમાં પહેલા કરતા લોકો વધુ કામ કરે છે, તેથી વધારે થાક લાગવો પણ સ્વાભાવિક છે. તો અસ્વાભાવિક શું છે? જો થાક વખતે એવું લાગે કે શ્ર્વાસ લેવાનો પણ થાક લાગે છે, ગમે ત્યારે ઊંઘ આવવા માંડે, કોઈ પણ જગ્યાએ આંખ લાગી જાય તો આ થાક સાધારણ નથી. તમે થાયરોડનો શિકાર હોઈ શકો છો. તેથી આવા થાકથી બચવાની દરેક સ્થિતિમાં કોશિશ કરવી જોઈએ. ડૉક્ટરનો તરત સંપર્ક કરો અને થાકથી બચવાની દવા લો. ભલે થાક કોઈ પણ કારણે હોય. વધુ પડતો થાક જીવન માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
બ્લોટિંગ: એવી ઘણી યુવતીઓ છે જેમને માસિક ધર્મ વખતે પેટ ફૂલી જવાની સમસ્યા સતાવે છે. માસિક શરૂ થવા પહેલાં જ ગૅસ બનવાની સમસ્યા શરૂ થઇ જાય છે. હકીકતમાં આ ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમનું પરિણામ છે. હકીકતમાં ઇરીટેબલ બાઉલ સિન્ડ્રોમ ઘણી માનસિક સમસ્યાઓ અને ભયનું પરિણામ છે. જો આ સ્થિતિ સતત બની રહેતી હોય તો ખતરનાક છે. જો કે સામાન્ય રીતે બ્લોટિંગની સમસ્યા બપોર પછી વધુ જણાય છે, જે એક રીતે કૉલેજ કે કાર્યસ્થળે રહેવાનો સમય હોય છે. તેની તપાસ કરાવી લેવી જોઈએ, કારણકે તેમાં ઓવેરિયન કૅન્સર થવાનું જોખમ રહેલું છે.