હિસ્ટીરિયા અને અપસ્માર ભિન્ન વિકૃતિ છે
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
અપસ્માર (Epilepsy)ની યૌગિક ચિકિત્સા સામાન્ય વાતચીતમાં હિસ્ટીરિયા અને અપસ્મારને એક ગણી લેવામાં આવે છે, પરંતુ વસ્તુત: આ બંને ભિન્નભિન્ન રોગ છે. હિસ્ટીરિયા વિશેષત: તીવ્ર માનસિક સંઘર્ષ અને તજજન્ય તાણમાંથી જન્મે છે. હિસ્ટીરિયાનાં ત્રણ સ્વરૂપો છે:
(1) રૂપાંતરિત પ્રતિક્રિયાઓ (conversion reactions)
(2) વિયોજિત પ્રતિક્રિયાઓ (dissociative reactions))
(3) આંકડી
હિસ્ટીરિયાના આ તૃતીય સ્વરૂપ અને અપસ્મારનાં બાહ્ય લક્ષણોમાં કેટલીક સમાનતાઓ છે. તેથી હિસ્ટીરિયા અને અપસ્મારને એક ગણી લેવાની ભૂલ થાય છે, પરંતુ આપણા મનમાં સ્પષ્ટતા હોય તે આવશ્યક છે કે હિસ્ટીરિયા અને અપસ્માર ભિન્નભિન્ન વિકૃતિઓ છે અને બંને એક નથી. અહીં આપણે અપસ્માર અને તેની યૌગિક ચિકિત્સાનો વિચાર કરીએ છીએ.
અપસ્મારનાં અનેક નામો છે. અંગ્રેજીમાં તેના માટે Epilepsy’ શબ્દછે. આ ઉપરાંત તેને Falling disease (પડી જવાનો રોગ),FITS FU Convulsive(ફીટ આવવાનો રોગ) જશયુયતિ (પકડ રોગ) પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આ રોગને વાઇનું દર્દ (વાઇ આવવી) કહોવામાં આવે છે. વળી આ રોગને ફેફરું પણ કહેવામાં આવે છે અને આ રોગને તાણ- આંચકી પણ કહેવામાં આવે છે.
અપસ્માર માટેનો અંગ્રેજી શબ્દ Epilepsy’ ગ્રીક ભાષાના “Epilepsia’શબ્દ પરથી ઊતરી આવ્યો છે ગ્રીક ભાષાના “Epilepsia’ શબ્દનો થાય છે- પકડી રાખવું. પ્રાચીનકાળમાં એવા માન્યતા હતી કે કોઇ પ્રેતાત્મા દરદીને પકડી લે છે અર્થાત્ દરદીનો કબજો લઇ લે છે. આજે પર ક્વચિત્ આવી માન્યતા અને તદનુરૂપ ચિકિત્સા જોવા મળે છે.
અપસ્મારનું મુખ્ય લક્ષણ તાણ-આંચકી છે. શરીર એકદમ જકડાઇ જાય, સ્નાયુઓ ખેંચાઇ જાય, મુઠ્ઠીઓ ભિડાઇ જાય, હાથ-પગ પછડાવા લાગે- આ પ્રકારનાં ચિહ્નો જોવા મળે છે. આ ઉપરાંત બેભાનાવસ્થા, મનોવૃત્તિઓમાં પરિવર્તન, સ્વયંસંચાલિત સ્નાયુમંડળમાં ફેરફાર, ગભરાટ, મુખમાં ફીણ આવે, દાંત કચકચાવવા, ક્વચિત્ જીભ કચડાઇ જાય વગેરે લક્ષણો પણ જોવા મળે છે. આ લક્ષણોમાં વ્યક્તિગત ભિન્નતા પણ હોય છે.
(1) મહાઅપસ્માર :
આ પ્રકારના અપસ્મારને મોટું ફેફરું પણ કહેવામાં આવે છે.
આ પ્રકારના અપસ્મારની ચાર કમિક અવસ્થાઓ છે. (શ) આ પ્રથમાવસ્થા ચેતવણીની અવસ્થા છે. આમાં અપસ્મારનો હુમલો થવાનો હોય તે પહેલાં કેટલાંક ચેતવણીરૂપ ચિહ્નો પ્રગટ થાય છે. જેમ કે માથું દુખવું, બહેરાશ, કાલ્પનિક અવાજો, કાલ્પનિક દર્શનો આદિ. (શશ) આ બીજી અવસ્થામાં દરદી એકદમ ચીસ પાડીને બેભાન બની જાય છે. સ્નાયુઓ સખત બની જાય છે. સમગ્ર શરીર લાકડા જેવું – જડવત્ બની જાય છે. દાંત સખત રીતે બિડાઇ જાય છે. હાથ-પગ ફેલાઇ જાય છે. (શશશ) ત્રીજી અવસ્થામાં સંકોચાયેલી માંસપેશીઓમાં ઝાટકા આવવા લાગે છે. મુઠ્ઠીઓ સખત રીતે બિડાઇ જાય છે. હાથપગ, છાતી અને પેટણા થાગ પણ ખેંચાવા લાગે છે. દરદી ઉછાળા મારવા માડે છે. મોંમાંથી ફીણ કે લાળ નીકળવા લાગે છે. કોઇ વાર મળ-મૂત્રનું વિસર્જન પણ થઇ જાય છે. પ્રારંભમાં ઝાટકા મોટા અને સ્થૂળ હોય છે. ધીમેધીમે આ ઝાટકા નાના અને સૂક્ષ્મ બનતા જાય છે. આ અવસ્થા ચાર-પાંચ મિનિટ સુધી ચાલે છે. (શદ) ચોથી અવસ્થામાં દરદીના સ્નાયુઓ ઢીલા થઇ જાય છે. આ અવસ્થામાં દરદી ત્રણથી પંદર મિનિટ સુધી બેભાન થઇને રહે છે.
(2) ગૌણ અપસ્માર:
આ પ્રકારના અપસ્મારમાં હુમલો સાવ સાધારણ હોય છે. આ પ્રકારના અપસ્મારનું મુખ્ય લક્ષણ એ છે કે વ્યક્તિ દસ કે પંદર સેક્ધડ માટે ભાન ભૂલી જાય છે. કેટલીક વાર આવા હુમલા દરમિયાન દરદી ઢળી પડે છે. દરદીના હાથમાંની વસ્તુ પડી જાય કે કાર્યભંગ પણ થઇ જાય છે. દરદીનો ચહેરો ફિક્કો પડી જાય છે અને ચહેરો ભાવહીન પણ બની જાય છે.
આ પ્રકારના હુમલા પછી થોડી જ વારમાં દરદી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. જાણે કાંઇ ન બન્યું હોય તેમ દરદી પોતાનું કાર્ય આગળ ધપાવે છે.
ગૌણ અપસ્મારનું કાળાંતરે મહાઅપસ્મારમાં પરિર્વતન થાય તેવું જોખમ છે. ક્યારેક બંને પ્રકારો સાથે ચાલે તેમ પણ બને છે.
(3) અવિરત અપસ્માર:
અપસ્મારના આ પ્રકારમાં દરદીને અપસ્મારનો હુમલો વારંવાર કે ઉપરાઉપરી આવે છે. આ હુમલા વચ્ચેનો ગાળો નાનો અને નાનો થતો જાય છે. સમયસર ચિકિત્સા ન કરવામાં આવે તો દરદીનું મૃત્યુ થાય છે.
(4) મન:કારક અપસ્માર:
અપસ્મારનો આ એક એવો પ્રકાર છે. જેમાં મહાઅપસ્મારની જેમ તાણ-આંચકી આવતી નથી. પરંતુ મહાઅપસ્મારના હુમલા પછી દરદીની જે માનસિક સ્થિતિ હોય છે તે પ્રકારની માનસિક સ્થિતિનો દરદીને અચાનક અનુભવ થાય છે. આ પ્રકારના અપરસ્મારની મુખ્ય લાક્ષણિકતા માનસિક અસ્તવ્યસ્તતા છે. દરદીમાં જે માનસિક લક્ષણો જોવા મળે છે તેમને મનોવૈજ્ઞાનિકો ચાર ભાગમાં વહેંચે છે.
(શ) વ્યવહારમાં વિચિત્રતા:
અકારણ બોલવું, ગમે તેમ બોલવું, ઝઘડા કરવા, તમે તેવાં કપડાં પહેરવાં વગેરે.
(શશ) આક્રમક પ્રવૃત્તિઓ:
દરદી બેભાનાવસ્થામાં કોઇને મારી બેસે છે. ક્વચિત્ મારી પણ નાખે છે, કોઇ વાર પોતાના શરીરનાં અંગો કાપી નાખે છે, સમાજવિરોધી કાર્યો કરી નાખે છે, ક્વચિત્ બળાત્કાર પણ કરે છે. (શશશ) બાહ્ય જગત સાથેનો સંબંધ અસમતોલ બને છે. દરદીનું મગજ અસ્તવ્યસ્ત બની જાય છે. તેનો વ્યવહાર અને સંબંધો પણ અસ્તવ્યસ્ત બની જાય છે. (શદ) દારૂ પીધેલ વ્યક્તિની જેમ શરીર અને મન પરનો કાબૂ ગુમાવી બેસે છે.
આ સ્થિતિને ડિપ્સોમેનિયા કહેવામાં આવે છે.
(5) જેક્સોનિયન અપસ્માર:
જ્હોન હગલિંગ્ઝ જેક્સન નામના નાડીવૈજ્ઞાનિકે સર્વપ્રથમ આ રોગનું સંશોધન કર્યું, તેથી તેના નામ પરથી અપસ્મારનો આ પ્રકાર ‘જેક્સોનિયન અપસ્માર’ તરીકે જાણીતો થયો છે. આ પ્રકાર મહાઅપસ્મારના આક્રમણનો એક હળવો પ્રકાર છે.
આ અપસ્મારમાં આક્રમણનો પ્રારંભ શરીરના કોઇ એકાદ ભાગ પર થાય છે. આ એક ભાગના સ્નાયુઓમાં ધ્રુજારી પેદા થાય છે અથવા તે ભાગ બહેરો બની જાય છે કે તે ભાગમાં બળતરા પણ થાય છે. ધીમેધીમે એક ભાગ પરથી સમગ્ર શરીર પર અસર થવા માંડે છે. દરદી પ્રારંભમાં ભાનમાં હોય છે, પરંતુ આક્રમણ વધે ત્યારે તે બેભાન બની જાય છે. મનોવૈજ્ઞાનિકો એમ માને છે કે મગજના જ્ઞાનતંતુઓમાં કોઇક સ્વરૂપનો ફેરફાર થવાથી આ રોગ જન્મે છે.