તરોતાઝા

વીમા સુરક્ષાકવચ: હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લૅમ પ્રક્રિયામાં કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ કઈ રીતે કરી શકાય ?

નિશા સંઘવી

આ લેખમાળામાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લૅમ પ્રક્રિયામાં કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ કઈ રીતે કરી શકાય એના વિશે જાણશું.

આ વર્ષના પ્રારંભમાં ઈંછઉઅઈં (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઑથોરિટી-ઇન્ડિયા)ના નવા સર્ક્યુલર મુજબ, હવે નેટવર્ક હૉસ્પિટલ્સ સિવાય નોન-નેટવર્ક હૉસ્પિટલ્સ પર પણ કેશલેસ ક્લૅમ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
આ કેશલેસ એવરીવ્હેર સુવિધા શું છે?

‘કેશલેસ એવરીવ્હેર’ એ એક એવી યોજના છે, જેનો પ્રારંભ હેલ્થ ઇન્સ્યોરન્સ ઉદ્યોગ દ્વારા કરવામાં આવ્યો છે, જે પૉલિસીધારકને દેશની કોઈ પણ હૉસ્પિટલમાં કેશલેસ સુવિધા પ્રાપ્ત કરવાનો વિકલ્પ આપે છે.
બીજા શબ્દોમાં કહીએ તો હવે પૉલિસીધારક નેટવર્કમાં ન હોવા છતાં અન્ય કોઈ પણ હૉસ્પિટલમાંથી કેશલેસ સુવિધાનો લાભ લઈ શકે છે.

આ સુવિધાને લીધે ગ્રાહકનો આર્થિક ભાર ઘટશે. જો એને કેશલેસ સુવિધા ન ધરાવતી હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે તોપણ એ કેશલેસની સુવિધાનો લાભ લઈ શકશે. આમ હેલ્થ ઇન્સ્યોરન્સની વિધિ પહેલેથી વધારે સરળ બની ગઈ છે.
કેશલેસ એવરીવ્હેર સુવિધાના ફાયદા…

૧) હૉસ્પિટલ પર કોઈ મર્યાદાઓ નથી:
પહેલાં કેશલેસ ટ્રીટમેન્ટ મેળવવા ગ્રાહકોએ નેટવર્ક હૉસ્પિટલ્સનો જ વિકલ્પ પસંદ કરવો પડતો હતો. આનો અર્થ એ હતો કે કેશલેસ સારવાર માત્ર એમ્પેનલ્ડ (ટાઈ-અપ કરેલા) અથવા નેટવર્ક હૉસ્પિટલ્સમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ હવે કેશલેસ એવરીવ્હેર સાથે, ગ્રાહકોને નેટવર્ક અને નોન-નેટવર્ક હૉસ્પિટલ્સમાં કેશલેસ સુવિધાનો લાભ મળી શકે છે.

૨) રિઈમ્બર્સમેન્ટની ચિંતા નહીં:
હવે પૉલિસીધારકને નોન-નેટવર્ક હૉસ્પિટલ્સમાં કેશલેસ ટ્રીટમેન્ટ મેળવવાનો વિકલ્પ છે, જેથી તે હૉસ્પિટલના બિલની રિઈમ્બર્સમેન્ટની ચિંતાથી મુક્ત રહી શકે છે. કેશલેસ એવરીવ્હેર સાથે, તમામ ચિકિત્સા ખર્ચો શક્ષતીયિિ/ઝઙઅ દ્વારા સીધી રીતે હૉસ્પિટલ સાથે સેટલ કરવામાં આવશે.

૩) ભૌગોલિક મર્યાદાઓ નહીં:
કેશલેસ એવરીવ્હેર સુવિધા પૉલિસીધારકોને દેશની કોઈ પણ હૉસ્પિટલમાં કેશલેસ ટ્રીટમેન્ટ મેળવવાની મંજૂરી આપે છે એટલે કે હવે કેશલેસ ટ્રીટમેન્ટ માત્ર ચોક્કસ વિસ્તારમાં મર્યાદિત ન રહીને ભારતના દરેક ખૂણે ખૂણામાં ઉપલબ્ધ છે.

કેશલેસ એવરીવ્હેર સુવિધાનો ઉપયોગ ક્યારે કરવો?
આ વિશેષ સુવિધાનો લાભ અહીં દર્શાવેલી પરિસ્થિતિઓમાં પ્રાપ્ત કરી શકાય છે:

૧) પ્લાન્ડ ટ્રીટમેન્ટ્સ માટે
જો નોન-એમ્પેનલ્ડ હૉસ્પિટલમાં કોઈ વૈકલ્પિક શસ્ત્રક્રિયા
યોજના ધરાવવી હોય તો ગ્રાહકને હૉસ્પિટલમાં દાખલ થવા માટે ઓછામાં ઓછું ૪૮ કલાક પૂર્વે વીમા કંપનીને જાણ કરવી
જરૂરી છે.

Also Read – મોજની ખોજ : બોલો, બધાને ડૂબાડીને પરિવર્તન લાવશો?

૨) ઈમર્જન્સી ટ્રીટમેન્ટ્સ માટે
જો તાત્કાલિક મૅડિકલ ઈમરજન્સી હોય અને તરત હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તો
ગ્રાહકને ૪૮ કલાકની અંદર વીમા કંપનીને માહિતી આપવી જોઈએ, જેથી નોન-એમ્પેનલ્ડ હૉસ્પિટલમાં કેશલેસ ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકાય.
આમ કોઈ હૉસ્પિટલ નેટવર્ક યાદી પર ન હોય તોપણ આ કેશલેસ એવરીવ્હેર સુવિધાનો ઉપયોગ કરવાનું યાદ રાખો અને આર્થિક ભારથી મુક્ત થાવ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button