શરીરમાં થતો આમવાત(શરીરનું ભારેપણું)
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા
માનવ શરીર એક માનવજીવની સંપૂર્ણ રચના છે. શરીરમાં લગભગ પચાસ ટ્રિલિયન કોશિકાઓ છે. જે જીવનના આધારભૂત એકમ છે. જેનાથી સંપૂર્ણ શરીરની રચના સર્જાય છે. શરીરમાં ગ્રાહી પદાર્થો પર પ્રતિક્રિયા કરે છે. શરીર પોતાનું કામ વ્યવસ્થિત રીતે ચલાવે છે. માનવ મન અને શરીર વિચાર અને ચેતના વચ્ચે સંબંધથી સંબંધિત એક દાર્શનિક સમસ્યા છે. માનવ બહારની વસ્તુઓથી આકર્ષિત થાય છે. અપ્રાકૃતિક આકર્ષણને લીધે શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે. આર્થિક ઉપાજન માટેની દોડધામમાં અતિક્રમણ થયું છે. જેને કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થઇ છે. બીજી બાજુ બેઠાડું જીવનને કારણે પણ અસર થઇ છે. બજારુ ખાદ્ય-પદાર્થનું આકર્ષણ મોટા પ્રમાણ વધ્યું છે. બજારુ વસ્તુને ટકાવવા રાસાયણિક પદાર્થોનાં ઉપયોગ વધ્યો છે. ખાદ્ય પદાર્થ અપ્રાકૃતિક બની જાય છે. તેના પોષણ મૂલ્યોનો ઘટાડો થયો કે નહિવત જ છે. જેથી શરીરમાં ભારેપણાની પરિસ્થિતિ સર્જાય છે.
શરીરમાં ભારીપણાને કારણે દુ:ખાવો, સુસ્તી અને અન્ય નાની નાની બીમારીઓની શરૂઆત થાય છે. છાતીમાં ભારેપણું, કમરમાં દુ:ખાવો, પગ ભારી થઇ જવા. શરીરનું ભારે થવું એટલે આમવાત થવું. આમવાત એટલે બાઇલનું બગડવું. એમ પણ કહી શકાય કે પિત્તનું બગડવું આ બગાડ થવાનું કારણ જરૂર ન હોય છતાં ખાવું કે ભૂખ વગર ખાવું, જે ખાદ્ય-પદાર્થનો ગ્લાયકોમેટિક ઇન્ડેક્સ વધારે હોય, વધુ પડતી સાકરવાળી મીઠાઇ ખાવી, રિફાઇન્ડ તેલ અને સોડાનો ઉપયોગ કરવો, આઇસક્રીમ, શરબત કે કોલ્ડડ્રીકના ઉપયોગ કબજિયાત કે મંદાગ્નિ થવી. આ બધાને કારણે શરીરની પ્રતિરોધક ક્ષમતા (ઇમ્યુનિટિ) પર ભારી અસર પડે છે. હોર્મોન અસંતુલિત થઇ જાય છે. શરીરમાં ઊર્જાની ઓછપ જણાય છે. શરીર પર સોજા હોય એવું જણાય છે. નિંદર ઓછી થઇ જાય છે. અવસાદ જેવું લાગ્યા કરે, શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું જણાય છે. કોરોના સંક્રમણ પછી આ વ્યાધિ થોડી વધારે પ્રમાણ જણાય છે. કમ્પ્યુટર અને મોબાઇલમાં વધુ સમય વિતાવાને કારણે પાચનતંત્ર બગડયું છે. તેથી પણ ભારેપણાનો લોકો શિકાર બની રહ્યા છે. આનાથી બચાવ થવો જરૂરી છે.
ભારે પણાથી બચવા માટે આપણી પાસે વનસ્પતિ અને ઔષધિ વિપુલ પ્રમાણમાં છે. ભારે પણુ દૂર કરવા માટે ફળોમાં દાડમ એ સૌથી સારો વિકલ્પ છે. દાડમનો રસ કે દાણા ખાઇ શકાય. એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર છે. આમવાતને જલદી સાજો કરી નાખે છે. દાડમની છાલ સારી રીતે ધોઇ તેને પાણીમાં બેથી ત્રણ કલાક ભીંજવી તે પાણી ગાળીને પીવું, દાડમની છાલનો પાવડર એક ચમચી જેટલો પાણીમાં નાખીને પીવો જોઇએ. દાડમના ફૂલ પાણીમાં ભીજવીને લેવા જોઇએ અથવા તેનું ચૂર્ણ બનાવીને વાપરી શકાય. શકય હોય તો બેથી ત્રણ દિવસ ફકત દાડમ ખાઇને આ આમવાત જલદી સારો થઇ જાય છે.
કેળાના સફેદ દાંડા શરીરનું ભારેપણું જલદી સારું કરી દે છે. આનો રસ અથવા શેરડીની જેમ ચૂસી શકાય. અથવા કુમળા ભાગનો શાક બનાવી લઇ શકાય. આ એક મજબૂત દોડા છે. આનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ દિવસ જરૂરથી થવો જોઇએ રોજ પણ લઇ શકાય છે. શરીરમાંથી બધી જાતના બ્લોકેન્ડ અને પથરી દૂર કરવાની જોરદાર ક્ષમતા છે. આનો રસ (આને કદલીજલ પણ કહેવાય).
ગાજર
ગાજરનાં પાંદડાં, ગાજરનો રસ સવારના લેવો જોઇએ. પાંદડા મળે તો પાંદડાંનો રસ એક કપ જેવો લેવો જોઇએ. ગાજરમાં કેરોટિન તત્ત્વ છે. જે શરીરની ચરબી કે ભારેપણાને ઓગાળી દે છે. ગાજરનું સૂપ લેવું જોઇએ.
ગોરખ આમલી
શરીરની સ્ટેમિના વધારવાનું મજબૂત પદાર્થ છે. આયર્ન અને વિટામિન-સીથી ભરપૂર છે. થોડા જ દિવસમાં આનો ભારેપણાથી છુટકારો આપે છે. આનો લેખ અગાઉ આપેલ છે.
કોકમ
પિત્તને પાવરફૂલ બનાવે છે. એસિડિટીનો ત્વરિત નાશ કરે છે. સુગરને કંટ્રોલ કરે છે. ઇમ્યુનિટિને તત્વરીત વધારી દે છે. આના ગુણોનું લિસ્ટ મોટું છે. ચારથી પાંચ કોકમ એક ગ્લાસ પાણીમાં પલાળીને તે પાણી પીવું જોઇએ. એન્ટિ ઇન્ફલેમેટરી ગુણો છે. જે શરીરને ઘણીય બીમારીથી બચાવે છે. બ્રેઇન સ્ટ્રોકથી બચાવે છે. મળની શુદ્ધિ કરે છે.
અશેળિયો (હુલીમ)
ગુજરાતીઓના ઘરમાં વપરાશ છે જ. આના દાણાનો સૂપ કે કાંજી બનાવી
લઇ શકાય. એન્ટિ કૅન્સર પ્રોપર્ટી છે જે ઇમ્યુનિટિને વધારી દે છે. કેલ્શિયમનો
સ્ત્રોત છે. શરીરની કોશિકાને ચાલન
આપે છે.
ગુવાર
હાડકાંની કોશિકાઓને મજબૂત બનાવે છે. ફાઇબર વધુ હોવાને કારણે પેટ સાફ રાખે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. સુગર વધવા દેતો નથી. આની સૂકવણી પણ મળે છે. આનું શાક અજમાથી વઘાર કરીને ખાવું. ઓસ્ટિયોપોસિસ માટે કારગર છે.
પાલક, બેલફળ, લીબું પણ પિત્તને દૂર કરી ભારેપણ પર લાભદાયક છે. ઔષધિ તરીકે ગોખરૂ, પુર્નનવા, હરડે, ગરમાળો, અર્જુન, અશ્ર્વગંધા, નાગરમોથ, ગુડવેલ, ગોરખમુંડી, કીશમાની અજમો જેવી અનેક વનસ્પતિ આપણી પાસે ઉપલબ્ધ છે. આહારમાં સાકર, સોડા, રિફાઇન્ડ તેલનો ઉપયોગ થવો જ ન જોઇએ. શરીર ભારેપણાની શરૂઆતથી ઉપચાર કરવા. ચા, કોફી જેવા માદક પદાર્થથી દૂર રહેવું.