તરોતાઝા

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે માટીના માટલાનું પાણી પીવું

હેલ્થ વેલ્થ – ડૉ. માજિદ અલીમ

આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં રાખેલ પાણી પીવા માટે શ્રેષ્ઠ છે. તેના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ છે. ઉદાહરણ તરીકે, તે પેટમાં ગૅસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓને નિયંત્રિત કરે છે. ઉપરાંત, માટીના ઘડામાં કેટલાક કલાકો સુધી રાખવામાં આવેલા પાણીમાં વિટામિન બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી છે. માટલાનું પાણી નિયમિત પીવાથી શરીરમાં આયર્નની ઊણપ પણ પૂરી થાય છે. જ્યારે આપણે માટલાનું પાણી પીએ છીએ ત્યારે આપણને લૂ લાગવાની શક્યતા ઓછી હોય છે, કારણ કે ઘડાના પાણીમાં ઘણા પ્રકારના મિનરલ્સ અને પૂરતાં પોષક તત્ત્વો હોય છે, જેના કારણે તે સનસ્ટ્રોકને અટકાવે છે અને શરીરમાં ગ્લુકોઝની પૂરતી માત્રા જાળવી રાખે છે.

માટલાનું પાણી શરીરને લાંબા સમય સુધી હાઇડે્રટ રાખે છે, જેથી આપણી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે. કારણ કે દરરોજ માટલાનું પાણી પીવાથી આપણું મેટાબોલિઝમ સુધરે છે. તેનું કારણ એ છે કે માટીના વાસણમાં રાખવામાં આવેલ પાણી આપણા શરીરના પીએચ લેવલને સંતુલિત રાખે છે.

માટલાના પાણીની બીજી વિશેષતા એ છે કે તે શરીરને સારી રીતે ડિટોક્સ કરે છે. તેમાં રહેલાં પોષક તત્ત્વોને કારણે આપણા શરીરમાંથી ઝેરી તત્ત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. ડર્મેટોલોજિસ્ટ લોકોને ઉનાળામાં માટલાનું પાણી પીવાની સલાહ આપે છે, કારણ કે તેનાથી શરીરની ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહે છે. તેનું કારણ એ જ છે કે તેમાં વિટામિન અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. જોકે માટીમાં એન્ટી ઈન્ફ્લેમેટ્રી તત્ત્વો મળી આવે છે. તેનાથી શરીરમાં થતા દુખાવા અને સૂજન અટકાવવામાં મદદ મળે છે.

કેટલાંક સંશોધનોથી જાણવા મળ્યું છે કે માટીનું પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધે છે. જોકે માટલાનું પાણી બહુ ઠંડું કે બહુ ગરમ ન હોવાથી તે પાચન માટે ઉત્તમ છે. માટીનું વાસણ આલ્કલાઇન હોવાથી, તે પાણીના એસિડિક તત્ત્વોને સામાન્ય બનાવવાનું કામ કરે છે. આ પીવાથી શરીરનું પીએચ લેવલ 7.35 થી 7.45ની વચ્ચે રહે છે. જો આ પીએચ સ્તરમાં ઘટાડો અથવા વધારો થાય છે, તો શરીરને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જો શરીરનું પીએચ લેવલ 6.9 થી નીચે જાય તો પણ વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે.

જ્યારે આપણે નિયમિતપણે માટલાનું પાણી પીવે છે ત્યારે તે આપણા શરીરનું પીએચ લેવલ જાળવી રાખે છે. આ રીતે જોવામાં આવે તો માટલાનું પાણી પીવાના ઘણા ફાયદા છે. તેનાથી વિપરિત, આરોગ્યની દૃષ્ટિએ આરઓનું પાણી આપણા શરીર માટે સારું નથી, કારણ કે તેને ફિલ્ટર કરતી વખતે, શરીરના ઘણા જરૂરી પોષક તત્ત્વો નષ્ટ થઈ જાય છે. જ્યારે માટીના વાસણ કુદરતી ફિલ્ટરનું કામ કરે છે. માટીનું વાસણ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે આયુર્વેદમાં શરીર માટે જરૂરી ગણાતાં પાંચ તત્ત્વો તેમાં હાજર છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ