ખાંડ કે ગોળ ક્યું સારું?
હેલ્થ-વેલ્થ – નિધિ ભટ્ટ
પશ્ર્ચિમી સંસ્કૃતિના આગમન પહેલાં ભારતમાં ગોળનો ઉપયોગ ખાંડના પ્રમાણ કરતાં ખૂબ જ વધારે હતો. આપણા પૂર્વજો ગોળનો રોજિંદા આહારમાં ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા, પરંતુ ત્યારબાદ ભારતમાં ગોળની જગ્યાએ ખાંડનો ઘરોઘર ઉપયોગ વધવા લાગ્યો. વળી, આજે આપણાં ઘરોમાં ગોળના સ્થાન પર ખાંડ કબજો જમાવી બેઠી છે અને તેના કારણે ખાંડમાંથી ઉત્પન્ન થતી અનેક બીમારીઓ પણ ભારત દેશના લોકોમાં પ્રવેશવા લાગી છે.
આપણે એ નથી જાણતા કે, ખાંડના વધુ ઉપયોગથી આપણા સ્વાસ્થ્યમાં ધરખમ નુકસાન થાય છે. ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી જ બને છે, પરંતુ બંનેની બનાવવાની રીત અલગ હોવાથી બંનેના ફાયદા-નુકસાનમાં પણ ખૂબ જ અંતર રહેલું છે.
ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કોલેસ્ટરોલના દર્દીઓએ આહારમાં ખાંડનો ઉપયોગ નહીંવત્ કરવો જોઈએ. તેના વિકલ્પમાં ગોળનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.અહીંયા ખાંડની સરખામણીમાં ગોળના અમુક ફાયદા દર્શાવેલ છે.
ખાંડ
શર્કરા સિવાય કોઈ પણ
પોષકતત્ત્વો ખાંડમાં
આવતા નથી.
પાચનશક્તિને નબળી
બનાવે છે.
ખીલ, ગૂમડાં વગેરે રોગ
વધારે છે.
લોહીની અંદર ધીરે ધીરે
ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધારે છે.
વધુ સેવનથી નાની આંખના
રોગ ઉત્પન્ન કરે છે.
હાડકાંને કેલ્શિયમ શોષવામાં અવરોધક બને છે, તેથી હાડકાં પોલા કરે છે.
ઘટાડે છે.
શરીરના હોર્મોન્સ અસંતુલિત કરે છે
તેથી વધુ સેવનથી ડીપ્રેશન થઈ શકે છે.
ત્રિદોષકારક
ખાંડના સેવનથી શરીરમાં વાત અસંતુલિત થઈ શકે છે. અને અપચો, કબજિયાત, વા જેવી બીમારીઓ થઈ શકે છે.
ઘણીવાર આપણે એસિડિટીનું શમન
કરવા માટે ખાંડની વાનગીઓ લઈઅ
છીએ. પરંતુ શરીરને તે ખાંડનું પાચન
કરવા માટે વધારે એસિડ ઉત્પન્ન કરવું
પડે છે અને તેથી ખાંડ જ એસિડિટીનું
કારણ બને છે.
કફજન્ય, બીમારીઓ જેવી કે,
શરદી, કફ, ઉધરસ,
દમ વગેરે વધારે છે.
ગોળ
અનેક વિટામિનો,
લોહતત્ત્વો અને ખનિજો
ગોળમાં આવે છે.
પાચનશક્તિને સતેજ
બનાવે છે.
ચામડીના વિકારો દૂર કરવામાં
ફાયદારૂપ છે.
ઝેરી તત્ત્વોને દૂર
કરવામાં સહાયક થાય છે.
મોટી ઉંમર સુધી પણ આંખના
સ્નાયુઓને મજબૂત રાખે છે.
કેલ્શિયમયુક્ત હોવાથી
હાડકાં મજબૂત કરે છે.
જાળવી રાખે છે.
શરીરના હોર્મોન્સ સંતુલિત
રાખે છે તેથી ડીપ્રેશન ઘટાડે છે.
ત્રિદોષશામક
શરીરમાં વાયુ ઘટાડે અને અર્જીણ,
કબજિયાત, માથાનો દુ:ખાવો, વા, ગેસ, નબળાં હાડકાં વગેરેમાં ફાયદાકારક છે.
શરીરમાં પિત્તનું પ્રમાણ
ઘટાડે છે.
તેથી એસિડિટી, અલ્સર,
માઈગ્રેન વગેરે
બીમારીમાં ફાયદાકારક
થાય છે.
શરીરમાં ભેગો થયેલ
કફ બહાર કાઢવામાં
ઉપયોગી થાય છે.
પોષક તત્ત્વો
પાચન, ચામડીના રોગો, ઝેરીતત્ત્વો, આંખોનું તેજ, હાડકાં પર થતી અસર, યાદશક્તિ
ડીપ્રેશન, ત્રિદોષ પર થતી અસર, વાત, પિત્ત કફ