તરોતાઝા

પરેશાન કરતી ત્વચાની બીમારી: એક્ઝિમા

હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક

(ભાગ: 2)
ગયા અઠવાડિયે પરેશાન કરતા ચામડીના રોગ ખરજવાના પ્રકાર વિશે આપણે જોઈ ગયા.
તેનાં લક્ષણો પણ જાણવા જરૂરી છે, કેમકે ઘણીવાર તેને સોરાયસિસનો રોગ સમજી લેવામાં
આવે છે.

એક્ઝિમાનું મુખ્ય લક્ષણ
ખણજવાળી શુષ્ક ખરબચડી અને પોપડાવાળી ત્વચા છે. ત્યાં ઘણી બળતરા પણ થાય છે. ખરજવું અચાનક વધી શકે છે-ઓછું થઇ શકે છે અને ફરીથી વધી પણ શકે છે.
ખરજવું શરીરના કોઈ પણ ભાગ પર થઇ શકે છે, પણ સામાન્ય રીતે હાથ, કોણીના અંદરના ભાગ, ગોઠણની પાછળ અથવા માથામાં, ખાસ કરીને ગાલ અથવા ખોપડીને અસર કરે છે. ખરજવું ચેપી નથી હોતું અને કેટલાક કિસ્સામાં વધતી વયે તે ઓછું પણ જાય છે.
ખરજવાનાં અન્ય સાધારણ લક્ષણ આ પ્રકારના હોઈ શકે, જેમકે….

  • ખૂબ ભારે ખંજવાળ
  • લાલ અથવા ભૂરા રંગના ચકમા
  • ચામડીના નાનકડા ઉપસેલા ભાગ, જેમાં ઉઝરડો પડે તો પ્રવાહી નીકળે…
  • સૂકો પીળો પસ જે સંક્રમણનો સંકેત હોઈ શકે
  • જાડી પોપડાવાળી ત્વચા
    ખરજવાને ખજવાળવાથી તેમાં બળતરા વધે છે. તેને કારણે શરીરના બીજા ભાગમાં ચેપ લાગવાની શક્યતા ઊભી થાય છે, જેનો
    ઈલાજ એન્ટિબાયોટિક દવાઓથી કરવો પડે છે.
    અહીં એ પણ જાણવું જરૂરી છે કે એક્ઝિમા થવાનાં કારણો શું હોઈ શકે?
    રાસાયણિક પદાર્થોનો ઉપયોગ
    બળતરાયુક્ત પદાર્થો જેમ કે સાબુ, ડિટર્જન્ટ,
    શેમ્પૂ, અન્ય લોન્ડ્રી પ્રવાહી, બબલ બાથ વગેરે ખરજવાની સ્થિતિને ઉત્તેજિત કરી શકે-વકરાવી શકે..
    પર્યાવરણીય પ્રદૂષણ
    અતિશય ઠંડા- શુષ્ક ને ભેજવાળા હવામાન જેવાં પર્યાવરણીય પરિબળો ખરજવું વકરાવી શકે છે. આ ઉપરાંત ધૂળ- ગંદકી-ફૂગ અને પાલતુ પ્રાણી પણ આ સ્થિતિમાં વધારો કરી શકે છે.
    ચોક્કસ ખોરાકની એલર્જી
    ગાયનું દૂધ- મગફળી- ઘઉંનો લોટ- સોયા -ઈંડા, વગેરે જેવી ખોરાકની એલર્જી આડઅસર તરીકે ખરજવાનું કારણ
    બને છે.
    કૃત્રિમ કાપડ:
    ઉન અથવા કૃત્રિમ કપડાં જેવી ફેબ્રિક એલર્જી પણ કેટલાક લોકોમાં ખરજવાને વધારી શકે છે.
    હોર્મોનલ ફેરફારો:
    સગર્ભાવસ્થા- માસિક સ્રાવ અને મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે સ્ત્રીમાં ખરજવું જેવા ત્વચા ચેપ ઘણીવાર જોવા મળે છે.
    એજ રીતે,બ્યુટી પ્રોડક્ટ્સ કે ત્વચા સંભાળ ઉત્પાદનો-મેકઅપનો વધુ પડતો ઉપયોગ અને ખોટા ત્વચા સંભાળ ઉત્પાદનોનો ઉપયોગ પણ ખરજવાનું કારણ બની શકે છે.
    માનસિક તણાવ:
    તમારી માનસિક સ્થિતિ, જેમ કે ભાવનાત્મક ચિંતા- તણાવ,-ચિંતા- હતાશા, વગેરે ખરજવાને એ ઉત્તેજિત કરી શકે છે.
    પારિવારિક ઇતિહાસ:
    જો તમારો પરિવાર અથવા તમારા માતા-પિતા ખરજવું અને ત્વચાના સોજાથી પીડિત હોય તો આ સમસ્યા તમને આનુવંશિક રીતે પણ પરેશાન કરી શકે છે.
    આ ઉપરાંત જેમને વધુ પડતો પરસેવો થતો હોય, ઉષ્ણતામાનમાં વારંવાર વધઘટ થતી હોય તેવા વાતાવરણ જેવાં કારણો પણ
    ખરજવા માટે જવાબદાર હોઈ શકે છે.
    ખરજવાની સારવાર:
    સારા અનુભવી ડોક્ટરની સલાહ મુજબ જ તેનો ઉપચાર કરવો.
    આપણે અહીં કેટલાક સામાન્ય ઉપચાર વિશે જાણીએ, પણ આપણે સ્વયં પોતાના ડોક્ટર બનવું નહીં.
    1.) મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો:
    જો તમારી ત્વચા શુષ્ક હોય ને ખરજવું હોય તો દિવસમાં ચારથી પાંચ વખત હળવા અને સંવેદનશીલ ત્વચા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ
    કરો. સ્નાન કર્યા પછી સહેજ ભીની ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવાથી ફાયદો થશે.
    2) દવા:
    ખરજવાના કિસ્સામાં, ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાને અવગણશો નહીં. ઘણી સ્થાનિક
    દવાઓ છે, જે સ્થિતિ સુધરે ત્યાં સુધી તમારી
    ત્વચા પર નિયમિતપણે લગાવ્યા કરવી મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ટોપિકલ સ્ટેરોઈડના ઉપયોગથી રાહત મળે છે.
    3) બળતરા વિરોધી દવા:
    ખરજવામાં ત્વચા પર અતિશય ખંજવાળ આવે અને સોજો અનુભવો તો ડોક્ટર દ્વારા ભલામણ કરવામાં આવેલી મૌખિક બળતરા વિરોધી દવાઓ, એન્ટિહિસ્ટેમાઈન્સ અને કોર્ટીકોસ્ટેરોઈડ્સ લેવાથી સ્થિતિ સુધરી શકે છે.
    4) પ્રકાશ ઉપચાર:
    ઘણી વખત ડોકટર ખરજવાના કિસ્સામાં લાઈટ થેરપીની ભલામણ કરે છે. એનાથી તમારી ત્વચાનો દેખાવ સુધરે છે અને
    ત્વચા પર દેખાતા ડાઘ દૂર કરવામાં પણ મદદ
    કરે છે.
    5) ટ્રિગર્સ ટાળો :
    તમારા ખરજવાના ટ્રિગર્સ ઉશ્કેરે એવી વસ્તુ- સ્થિતિ ટાળો. બધા માટે એ અલગ અલગ હોઈ શકે. તેથી તમારા ટ્રિગર્સ ઓળખો ને તેનાથી દૂર રહો.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…