આધુનિક બાળક માટે હિમ યુગ
હેલ્થ-વેલ્થ – અંતરા પટેલ
મારી એક મિત્ર છે આશા. 35 વર્ષીય આશા બે બાળકોની સિંગલ મધર છે. ઓફિસેથી પરત ફર્યા બાદ તે તેનાં બે સુંદર બાળકો સાથે વ્યસ્ત થઈ જાય છે, જે બે વર્ષના અંતરે જન્મ્યાં હતાં. તે હંમેશાંથી માતા બનવા માગતી હતી, પરંતુ તેને એક સ્થિર જીવનસાથી મળી શક્યો નહીં જે પેરેંટિગની જવાબદારી લેવા માટે સંમત થાય. તેથી જ્યારે આશા 28 વર્ષની થઈ, ત્યારે તેણે તેના એગ ફ્રીઝ કરાવી લીધા હતા. તેના જણાવ્યા અનુસાર, મારા ડોક્ટરે મને કહ્યું કે એગને હંમેશ માટે રાખવા માટે એક રાઉન્ડ હાર્વેસ્ટિંગ પૂરતું હશે અને તેનો ઉપયોગ બેચમાં પણ થઈ શકે છે. ટેક્નોલોજીએ મને અહેસાસ કરાવ્યો કે માતૃત્વ એ માત્ર સ્ત્રીની પસંદગી છે અને પ્રજનન કાર્ય હવે તેના સંબંધ સ્ટેટસ પર નિર્ભર નથી.
આશા જ્યારે 31 વર્ષની થઈ ત્યારે તેનો પાર્ટનર તેના સ્પર્મ ડોનેટ કરવા માટે સંમત થયો, પરંતુ પેરેન્ટિંગની જવાબદારી લેવા તૈયાર નહોતો. તેમ છતાં, આશા એક ડગલું આગળ વધી અને એક બાળકની માતા બની. બે વર્ષ પછી, પરસ્પર સંમતિથી તે ફરીથી માતા બની, તેના જીવનસાથીએ સ્પર્મ તો ડોનેટ કર્યું, પરંતુ પછી તેણે કાયમ માટે સંબંધ તોડી નાખ્યો, પિતૃત્વ તેના માટે નહોતું.
આ અનુભવથી આશાના જીવનમાં એક નવો દ્રષ્ટિકોણ ઉત્પન્ન થયો, મે શીખ્યું કે કોઈ પુષ માટે હું મા જીવન હોલ્ડ પર ન રાખી શકુ, કે તે મને માન્યતા આપે. હું ઈચ્છું છું કે દરેક છોકરી પોતાની પસંદગીની શક્તિનો અહેસાસ કરે અને તે 30 વર્ષની થાય તે પહેલાં તેના ઇંડાને ફ્રીઝ કરવામાં સમજદારીપૂર્વક રોકાણ કરે, જેથી તે વાતથી પરિચિત રહે કે જ્યારે તે તૈયાર થશે ત્યારે તે માતા બની શકશે, પછી ભલે તેનો પાર્ટનર સાથે હોય કે તેના વિના અને પોતાની કારકિર્દીને રોકવાની ચિંતા ન કરો.
ફ્રીઝિંગનો અર્થ છે પોતાનાં બાળકોને ફ્યુચર-પ્રૂફ કરવા અને તેમનો તંદુરસ્ત જન્મ લેવાનો અધિકાર છે.
આશાના એગ્સ ઓગાળવામાં આવ્યા અને આઇવીએફ (ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન) અને આઇસીએસઆઇ (ઇન્ટ્રા-સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન) પ્રક્રિયાઓ દ્વારા, તેણે ગર્ભધારણ કર્યું અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.
આશાએ ઇંડાની ગુણવત્તાના મૂલ્યાંકન માટે પરીક્ષણો કરાવ્યાં અને તંદુરસ્ત દિનચર્યા માટે પોતાની જાતને તૈયાર કરી. ઇન્જેક્શન લીધા, જેથી શક્ય તેટલા ઇંડા લઇ શકાય.
જો કે અગાઉ મોટાભાગની યુવાન સ્તન કેન્સરની દર્દીઓ કીમોથેરાપી પહેલા તેમના ઇંડાને ફ્રીઝ કરી દેતા હતા જેથી કરીને તેઓ સ્વસ્થ થયા પછી ગર્ભ ધારણ કરી શકે અને સ્વસ્થ બાળકને જન્મ આપી શકે, પરંતુ હવે આ સંદર્ભમાં, કામ કરતી મહિલાઓની સંખ્યા વધી રહી છે, જે પોતાની કારકિર્દીમાં સેટલ થયા પછી, માતા બનવાનું સુખ ઇચ્છે છે.
જો કે, એગ ફ્રીઝ કરવા અંગે ઘણી માન્યતાઓ છે. ઘણા નિષ્ણાતો સાથે વાત કર્યા પછી, હું આ નિષ્કર્ષ પર આવી કે આપણે આ સંબંધમાં ત્રણ બાબતોની જાણકારી અવશ્ય હોવી જોઈએ. સૌપ્રથમ, ઈંડા જે ઉંમરે બહાર કાઢવામાં આવે
છે તે પ્રમાણે તે યુવાન અને કાર્યક્ષમ રહે છે. તેથી, જેટલા વહેલા ઇંડા હાર્વેસ્ટ કરવામાં આવે તેટલું સાં. આ માટે આદર્શ ઉંમર 28 થી 32 વર્ષની વચ્ચે છે.
ધ્યાનમાં રાખો કે 30 વર્ષ પછી, સ્ત્રીઓમાં પ્રજન-નક્ષમતા ઘટવા લાગે છે અને પછી ઇંડા પણ ઓછા થવા લાગે છે. બીજું, ક્રાયોપ્રિઝર્વેશન ટેક્નોલોજીમાં થયેલી પ્રગતિને લીધે, હાર્વેસ્ટ કરેલા ઈંડાનો સમૂહ આજીવન ચાલે છે અને તમે તેનો ઉપયોગ એક કરતાં વધુ વાર ગર્ભધારણ કરવા માટે શકો છો. અલગ અલગ ટ્યુબમાં બેચને આઇસોલેટ કરીને.
ત્રીજું, તમને તમારા આનુવંશિક ઇતિહાસ વિશે જાણ હોવી જરૂરી છે અને પૂર્ણ પ્રજનન મૂલ્યવાન કરવું જોઇએ, જેથી ચોક્કસ સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય. આ સિવાય આ પ્રક્રિયા માત્ર પ્રમાણિત લેબમાં જ થવી જોઈએ. ઈંડું ખૂબ જ નાજુક અને સૌથી મોટું કોષ છે, જેમાં પુષ્કળ સાયટોપ્લાઝમ હોય છે. જૂના દિવસોમાં, ફ્રીઝિંગની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી, જેના પરિણામે બરફના ક્રિસ્ટલ બની જતા, જે સેલના મેટ્રિક્સને નુકસાન પહોંચાડતા હતા. જ્યારે ઓગળવામાં આવે ત્યારે દસમાંથી માત્ર બે જ ઇંડા બચી શકતા. આજના ફ્લેશ ફ્રીઝિંગના યુગમાં ભાગ્યે જ કોઈ ક્રિસ્ટલ બને છે. માઇનસ 196 ડિગ્રીમાં જાળવણી કરવામાં આવે છે.
સારી લેબમાં તમામ દસ ઈંડા ઈમ્પ્લાન્ટેશન માટે સારા રહે છે. જેનો અર્થ છે 100 ટકા રિકવરી. સામાન્ય રીતે 15 થી 20 ઇંડા બેચમાં સ્થિર કરવામાં આવે છે. ધ્યાનમાં રહે કે અંડાશય વૃદ્ધ થાય છે, ગર્ભાશય ક્યારેય વૃદ્ધ થતું નથી. તેથી, મહિલા તેના જીવનના 40 વર્ષ પછી પણ બાળકને જન્મ આપી શકે છે, જો યુવાનીમાં તેણે તેના ઇંડા ફ્રીઝ કરાવ્યા હોય. આવી સ્થિતિમાં જન્મજાત ખામીની શક્યતા પણ ઓછી રહે છે. તે બેંકમાં તમારી પ્રજનન ક્ષમતાનો વીમો લેવા જેવું છે.
બીજી મહત્ત્વની બાબત એ છે કે તમે તમારા ઇંડા કઢાવવાના ત્રણ મહિના પહેલા તમે વ્યાયામ કરો, સાં ખાઓ છો, વજન ઓછું કરો છો અને ત્રણ મહિના પહેલા સિગારેટ અને આલ્કોહોલ છોડી દો છો.
જન્મજાત ખામીના જોખમને દૂર કરવા માટે, ઇંડા કઢાવવાના બે મહિના પહેલા દરરોજ 5 એમજી મિલિગ્રામ ફોલિક એસિડ લો. યુવાન સ્ત્રીઓએ તેમના ઇંડાની સંખ્યાને સમજવા માટે દર વર્ષે એન્ટિ-મુલેરિયન હોર્મોનનું પરીક્ષણ કરાવવું જોઈએ. નોર્મલ કાઉન્ટ 4 થી 6 એનજી/એમએલ છે, પરંતુ જો તે લગભગ 2 એનજી/એમએલ છે તો તે લાલ ઝંડી સમાન છે.
ક્લિનિકના આધારે ફ્રીઝિંગનો ખર્ચ રૂ. 80,000 થી રૂ. 1.8 લાખની વચ્ચે થઈ શકે છે. સ્ટોરેજ ખર્ચ વાર્ષિક રૂ. 50,000 થી વધુ છે. આશા કહે છે, મારા માટે, મારા બાળકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે તે એક સારા રોકાણ સમાન છે.