તરોતાઝા

આરોગ્ય પ્લસ : જીવ-જંતુઓ તથા પ્રાણીઓના ડંખ વખતે પ્રાથમિક સારવાર

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

મધમાખીનો ડંખ:
મધમાખી પાછળ પડી હોય ત્યારે તેનાથી બચવા પવનથી વિરુદ્ધ દિશામાં દોડવું કેમ કે, મધમાખીની સામાન્ય સ્પીડ કલાકે 24થી 32 કિલોમીટર હોય છે, પરંતુ જ્યારે તેને પવનથી વિરુદ્ધ દિશામાં ઊડવાનું થાય ત્યારે તેની સ્પીડ તેનાથી અડધી થઈ જાય છે. વાંકા-ચૂકા નહિ, પરંતુ સીધા દોડવું. કેમ કે, વાંકા-ચૂકા દોડવાથી આપણી સ્પીડ ઘટી જાય છે, પરંતુ મધમાખીની સ્પીડ ઘટતી નથી.

  • મકાનની અંદર જવાનું શક્ય હોય તો તળાવ કે નદી જેવાં કોઈ જળાશયોમાં ન પડવું.
  • વધારે રંગીન કપડાં, ઘરેણાં અને અત્તરની સુગંધ મધમાખીને આપણા તરફ વધારે આકર્ષે છે માટે તેવા સમયે સાવધાની રાખવી.
  • શકય હોય ત્યાં સુધી મોઢાને ઢાંકીને રાખવું.
મધમાખી કરડી હોય તેના એલર્જી-રિએકશનનાં લક્ષણ:

- શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી.

- ડંખની જગ્યાની ચામડી લાલ થઈ જવી અને સોજો ચડવો.

- મોઢા અને ગળા ઉપર સોજો આવવો.

- આખું શરીર સોજી જવું અને ખંજવાળ આવી શકે.

- બ્લડપ્રેશર ઘટી જવું.

સાવધાની
મધમાખીના ડંખથી જો આવાં રિએકશનનાં લક્ષણો જણાતાં હોય તો તરત જ ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

મધમાખીને કયારેય જાણી જોઈને છંછેડવી નહીં.

જ્યાં મધમાખી કરડી હોય ત્યાં હાથથી ચોળવું. ખંજવાળવું કે ઘસવું નહીં.

મધમાખી કરડી હોય તેના ઉપચારો
1) મધમાખીનો કાંટો શક્ય હોય તેટલો જલદી કાઢી નાખવો. જેટલો જલદી કાંટો કાઢવામાં આવે તેટલું તેનું ઝેર શરીરમાં ઓછું પ્રસરશે.

2) મધમાખી કરડી હોય તે જગ્યાએ તરત જ તુલસીના પાનને મસળીને તેનો રસ લગાડવો અને 10-15 તુલસીનાં પાન ચાવી જવાં.

3) ખાવાનો સોડા જરાક પાણીમાં ઓગાળીને ડંખ પર વારંવાર લગાવવો.

4) મધમાખી કરડી હોય ત્યારે અહીં દર્શાવેલી કોઈ પણ વસ્તુ ડંખ પર લગાડી શકાય.
મીઠું, મીઠા લીમડાનો રસ, કપડાની અંદર બરફના ટુકડાઓ, કુંવારપાઠું, ટૂથપેસ્ટ, મધ, બટેકાના ટુકડા, પપૈયાની ચીર વગેરે 15-20 મિનિટ હળવા હાથે ઘસવા-લગાવવા.

5) ચીકણી માટી થોડાં પાણી સાથે ભેગી કરી ડંખ પર લગાવવી.

કૂતરું કરડે ત્યારે
પ્રાથમિક સારવાર:

1) સહુ પ્રથમ જ્યાં કૂતરું કરડ્યું હોય ત્યાં સાબુ અને પાણીથી વ્યવસ્થિત સાફ કરી, પાટાથી વીંટાળી દેવું.

2) જો વધારે લોહી નીકળતું હોય તો તે ભાગને પાટાથી દબાવી રાખવો.

3) હૉસ્પિટલમાં ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

સાવધાની:
કૂતરાઓ જ્યારે ખાતા, ઝગડતા, સૂતા કે મૈથુન કરતા હોય ત્યારે કાંઈ પદાર્થ મારીને વિક્ષેપ ન કરવો; તેમ કરવાથી તેઓ ગુસ્સે થઈ આપણા પર હુમલો કરીને કરડી શકે છે.

કૂતરાની નજીક દોડવું નહિ, કૂતરાની આંખોમાં સીધું જોવું નહિ, જો કૂતરું તમારી નજીક આવે તો ત્યાં જ સ્થિર થઈ જાવું. મોટા ભાગના કૂતરાઓ તમને સૂંઘીને જતા રહેશે.

સર્પનો ડંખ
પ્રાથમિક સારવાર:

1) દર્દીએ અથવા સાથેની વ્યક્તિએ સર્પના ડંખના ઘાનું અવશ્ય નિરીક્ષણ કરી લેવું. જેથી સર્પડંખની ગંભીરતાનો ખ્યાલ આવી શકે. જેની વિગત નીચે આપેલ છે.

2) જખમી વ્યક્તિને જમીન પર સીધો સુવડાવી દેવો. તેને હલન-ચલન કરવાનું બંધ કરાવી દેવું.

3 ) શરીર પર પહેરેલાં ફીટ કપડાં તથા ઈજાના ભાગવાળા અંગનાં ઘરેણાં વગેરે કાઢી નાખવાં.

4) સર્પ કરડ્યો હોય ત્યારે જખમીને અહીં દર્શાવેલ રીત મુજબ તરત જ પાટો બાંધવો.

સર્પ કરડ્યો હોય ત્યારે પાટો બાંધવાની રીત

  1. જે અંગમાં સાપ કરડ્યો હોય તે અંગમાં નીચેથી પાટો બાંધવાનું શરૂ કરવું.
  2. પાટો ખૂબ દબાણથી બાંધવો.
  3. પાટો શક્ય હોય તેટલો ઊંચે સુધી બાંધવો.
  4. ઈજાગ્રસ્ત પગમાં ખપાટ મૂકવી.
  5. પાટો બાંધ્યા બાદ તુરત જ ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : ઝડપથી વજન ઘટાડવા માટે ઉપયોગી માલાબાર આમલી

સર્પ કરડ્યો હોય ત્યારે શું ન કરવું?

સર્પ કરડ્યો હોય ત્યારે પાટો બાંધવાની રીત

  1. જે અંગમાં સાપ કરડ્યો હોય તે અંગમાં નીચેથી પાટો બાંધવાનું શરૂ કરવું.
  2. પાટો ખૂબ દબાણથી બાંધવો.
  3. પાટો શક્ય હોય તેટલો ઊંચે સુધી બાંધવો.
  4. ઈજાગ્રસ્ત પગમાં ખપાટ મૂકવી.
  5. પાટો બાંધ્યા બાદ તુરત જ ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

સર્પદંશના ઉપચારો
1) 250 ગ્રામ શુદ્ધ ઘીને ગરમ પ્રવાહીરૂપ કરી દર્દીને વારંવાર પિવડાવવું. જેથી ઝાડા-ઊલટી થઈ ઝેર નીકળી જશે.

2) દર્દીને વારંવાર ઊલટી કરાવવી. જો કડવા લીમડાનાં પાન દર્દીને મીઠાં લાગે તો તેને ઝેરની અસર છે તેમ સમજવું. પાન કડવાં ન લાગે ત્યાં સુધી વારંવાર ચવરાવ્યાં કરવાં.

3) કરડેલા ભાગમાં તુલસીના પાનનો રસ વારંવાર લગાડવો.

4) કરડેલા ભાગમાં ત્યાં સુધી આંકડાનું દૂધ ભરતા રહો, જ્યાં સુધી તે ભાગ દૂધ ચૂસવાનું બંધ ન કરે.

5) કુતરિયા નામના ઘાસને મૂળ સહિત વાટીને તેનો રસ કાઢી ડંખ ઉપર તથા આસપાસ લગાડવો. આંખ તેમ જ નાકમાં પણ તે રસનાં ટીપાં નાખવાં અને તેના રસમાં સાકર નાખી ચમચી-ચમચી રસ દર બે કલાકે પિવડાવવો.

6) કેળના થડનો રસ 1 કપ જેટલો વારંવાર પિવડાવવો.

7) વટાણાના મૂળ વાટીને પાવા અને ડંખ ઉપર તેનો લેપ કરવો.

ખાસ નોંધ:
શક્ય હોય ત્યાં સુધી દર્દીને તુરંત જ હૉસ્પિટલ લઈ જવો.

અહીંયા દર્શાવેલ ઉપચારો કોઈ વિકલ્પ ન હોય ત્યારે કરવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button