તરોતાઝા

સેલ્ફ કેરથી મળે છે ખુશી

મારા જીવનમાં ઘણું ટેન્શન છે. તમે આ વાત લગભગ દરેક માનવીને બોલતા સાંભળ્યા હશે. આપણે માનીએ કે ન માનીએ પણ તાણ એ આપણા જીવનનો હિસ્સો છે. દુનિયામાં ભાગ્યેજ કોઈ એવો માણસ હશે જેના જીવનમાં ટેન્શન ન હોય. આપણે એનાથી હેરાન થવા અને પરાજિત થવાને બદલે તાણ ઓછ ી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આની શરૂઆત આપણે હેલ્થકેર વડે કરી શકીએ. સેલ્ફકેર વડે આપણે તાણ અને નકારાત્મક વિચારો દૂર કરી શકીએ એટલું જ નહીં, પરંતુ આપણને જીવન જીવવાનો માર્ગ મળી શકે અને મગજ અને તંદુરસ્તી બન્નેને સારું રાખવામાં મદદ મળે છે. આથી સેલ્ફકેરની રીતો અને એના ફાયદાની બાબતમાં જાણવું જરૂરી છે. પોતાને સમય દેવો, હોબીઝ માટે સમય કાઢવો અને આપણા શોખ પર ધ્યાન દેવું જ સેલ્ફકેર છે. જો તમે આ શરૂ કરશો તો તમને આનંદ મળશે અને તમારી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્થિતિ મજબૂત થશે. આથી આખો દિવસ બધાને સમય આપનારે પોતાના માટે સમય કાઢવો જોઈએ.

અહીંથી કરો શરૂઆત
થોડા સકારાત્મક પગલાં તમને ડિપ્રેશનમાંથી બહાર લાવશે. આની શરૂઆત ગરમ પાણીથી સ્નાન વડે કરો. તમારા માનીતા શેમ્પૂ અને લોશનનો ઉપયોગ કરો. ગરમ પાણીથી શરીરમાં બ્લડ સર્કયુલેશન સારું થાય છે અને તાણ ઓછી થાય છે. આને જરૂર ટ્રાય કરો. તમારા ખુશખુશાલ જીવનનું આ એક રહસ્ય છે.

બેધડક જીવો
અનેક વાર આપણને એની અનુભૂતી થતી નથી કે ઘરેથી કામ વિના બહાર નીકળતા નથી. આને લીધે આપણા વ્યવહારમાં ચીડિયાપણું આવી જાય છે. ક્યારેક આ ચીડિયાપણાનું કારણ જાણવા મળતું નથી. આથી માહોલ બદલવો જરૂરી છે. આવા સમયે તમે વૉકિંગ શરૂ કરો. ખુલ્લી હવામાં શ્ર્વાસ લો. લોકોને મળો અને મુક્ત જીવો.

તમારી હૉબીને સમય આપો
ઘરની જવાબદારી અને ઓફિસના કામની વચ્ચે આપણે આપણી જિંદગી જીવવાનું ભૂલી જઈએ છીએ અને આપણે આપણા શોખ ભૂલી જઈએ છીએ. આ તમારી ભૂલ છે. થોડી મિનિટ તમારા શોખ માટે રાખો. ગમે તો પેન્ટિગ કરો, સ્વેટર ગૂંથો, સ્કિન કેર કરો. તમને ગમે એ કરો. પોતાના માટે સમય કાઢો.

અકારણ કંઈ કરો
ક્યારેક અકારણ કરેલી બાબતો તમને ખુશી અપાવે છે. એક કપ ચા-કોફી લઈને બાલકનીમાં બેસો અથવા તો બારીમાંથી બહાર જુઓ અને ચાની ચુસકી લો. હંમેશાં પાર્ટનરના સથવારાનો આગ્રહ ન રાખો. ક્યારેક જીવનસાથીને પણ સ્પેશ આપો જેથી નિકટતા વધશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button