તરોતાઝા

ઉગાડો દેશી બોરેજ, શિયાળામાં કરશે છે ઘરના વૈદ્યનું કામ

વિશેષ – રેખા દેશરાજ

દેશી બોરેજ ને આપણે ભારતીય બોરેજ એટલે કે અજમો કહી શકીએ, પરંતુ આ અજમાથી થોડી અલગ ઔષધિ છે. તમે એને ભારતમાં લોકપ્રિય થઇ રહેલ મેક્સિકન ફુદીનો કહી શકો છો. એવું માનવામાં આવે છે કે એના મૂળ ભારત અથવા તો આફ્રિકામાં છે પરંતુ મેક્સિકોમાં લોકપ્રિય થવાથી મેક્સિકન કહેવાય છે. એના ફૂલ અને પાનનો કાઢો શિયાળામાં થતી ઉધરસ, તાવ અને બેચેનીમાં ખૂબ રાહત આપે છે. જો કોઈને મૂત્ર સંબંધી કોઈ વ્યાધિ હોય તો આનો ઉપયોગ મૂત્ર પ્રવાહને વધારવામાં મદદ કરે છે. ફેફસાંના સોજાને ઓછો કરવામાં અને રક્તશુદ્ધ કરવા માટે પણ આનો ખૂબ ઉપયોગ થાય છે. કુલ બોરેજ એક એવી જડીબુટ્ટીવાળો છોડ છે, જેના ફૂલ, પાન, એમાંથી મળતું તેલ અને એના બીજ બધાની ઔષધીય મહત્તા છે. માટે જ આ છોડ ઘરમાં ઉગાડ્યો હોય તો ઘરના વૈદ્યની ગરજ સારે છે.

નિષ્ણાતની મદદ લો

પરંતુ આગળ વધતા પહેલા એ વાત સારી રીતે ગાંઠે બાંધી લો કે કોઈપણ જડીબુટ્ટી જેના વિષે આપણને વધારે માહિતી ન હોય અને આપણો પારિવારિક અનુભવ ન હોય, એના ઉપયોગ પહેલા કોઈ જડીબુટ્ટી નિષ્ણાત પાસેથી માહિતી જરૂર લેવી જોઈએ નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન થઇ શકે છે. અમે વાચકોને ફક્ત જડીબુટ્ટી વિષે પ્રારંભિક માહિતી આપીએ છીએ. ઉપયોગની માહિતી નિષ્ણાત પાસેથી જ લેવી જોઈએ.

બોરેજના ઔષધીય ઉપયોગ

બોરેજનો આયુર્વેદમાં ઘણી ઔષધીઓમાં ઉપયોગ થાય છે. એના તેલનો ઉપયોગ ખરજવું અને ખોપડીમાં જે લાલ ચકામાં થઇ જાય છે, જેમાં ખૂબ ખંજવાળ આવે છે, તેમાં એનો ઉપયોગ થાય છે. આને ત્વચાની ન્યુરોડર્મોટાઇટિસ સ્થિતિ કહેવાય છે, જેમાં આ ખૂબ ઉપયોગી છે. આ ત્વચા વિકારોની સાથે પેઢામાં સોજો, પીએમએસ એટલે કે પ્રી-મેનેટ્સટુલ સિન્ડ્રોમ (માસિક ધર્મ). મધુમેહ, મનની ચંચળતા અને તાણની સ્થિતિમાં પણ ભાવનાત્મક ફાયદો આપે છે. જેને હાંફ ચડવાની સમસ્યા એટલે કે શ્વસન સંબંધી સમસ્યા હોય, કોઈપણ પ્રકારનો શારીરિક સોજો, દુખાવો, અસ્થમા અને હૃદયરોગ માં પણ બોરેજનો છોડ ખૂબ ઉપયોગી છે.

કેવી રીતે ઉપયોગ કરશો

બોરેજના પાનને સલાડ તરીકે ખાઈ શકાય છે, સૂપ તરીકે પી શકાય છે. તેના તેલને શરીરે લગાડી શકાય છે. આ રીતે તેનો ઘણીરીતે ઉપયોગ થઇ શકે છે. તમારા માટે કયો સારો ઉપયોગ હોઈ શકે, એ જાણકાર કહી શકશે અને તમારી સમસ્યા પર તેનો ઉપયોગ નિર્ભર છે. જેની ત્વચા ખૂબ સખત થઈ જતી હોય, એમની ત્વચા મુલાયમ કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. હકીકતમાં બોરેજના બીજમાં ગામા લીનોલેનીક એસિડ (જીએલએ) નામક એક ફેટી એસિડ હોય છે એના લીધે બધા ફાયદા મળે છે. બોરેજના ફૂલમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે.

ઘરમાં કેવીરીતે ઉગાડશો દેશી બોરેજ

સવાલ એ છે કે બોરેજ જેવી ખુબ ઉપયોગી હર્બલ ઔષધિ કુંડામાં કેવી રીતે ઉગાડવી? આ ખૂબ સરળ છે. ઘરમાં બોરેજ જડીબુટ્ટીનો છોડ વાવવા માટે ખાતર, બોરેજના બીજ, અને મધ્યમ આકારનું કુંડુ જોઈશે. બોરેજના બીજ કોઈપણ સારી હર્બલ બીજ વેચવાની દુકાનમાં મળી જશે. સારી નર્સરીમાં આના છોડ પણ મળે છે. તમે દુકાનમાંથી બીજ લાવો અથવા નર્સરીમાંથી છોડ.

આવી રીતે બનાવો માટી અને ખાતર

કેટલીક વાતોનું ધ્યાન રાખો,જે જમીન કે કુંડામાં બોરેજના બીજ ઉગાડવા માગતા હો અથવા છોડ રોપવા માગતા હો ત્યારે સૌથી પહેલા એ માટીને એક બે દિવસ તડકામાં સુકવી દો. એક કુંડા માટે અંદાજે ચાર કિલો માટી સુકવી દો અને એમાં એક થી દોઢ કિલો ઓર્ગેનિક ખાતર ભેળવો . હવે આ બંનેને સારી રીતે ભેળવીને મિક્સ કરીને કુંડામાં ભરી દો અથવા જે જમીનમાં રોપવો હોય ત્યાં થોડો ખાડો ખોદીને માટીને ભરી દો. હવે બોરેજના બીજને એક કે બે ઇંચ ઊંડે દબાવી દો. ત્રણથી ચાર દિવસમાં બોરેજનો છોડ ઊગવા લાગશે.

ધ્યાન રાખો

એક વાતનું ધ્યાન રાખો કે જે માટીમાં બોરેજના બીજ વાવો, એમાં ભેજ હોવો જરૂરી છે. ભેજથી જ બીજ ઊગે છે. એટલે ખાતર અને માટીને મિક્સ કરીને તૈયાર કરેલી માટીમાં પાણી નાખીને એને એટલી નરમ રાખો કે એમાં છોડ ઊગે. શક્ય હોય તો કેમિકલયુક્ત ખાતર ન વાપરો. આમાં વર્મિકંપોસ્ટ અથવા અળસિયાવાળું ખાતર અને ગોબરવાળું ખાતર વધારે ઉપયોગી છે. જ્યાં સુધી બોરેજનો છોડ ઊગીને ચાર કે પાંચ ઇંચ જેટલો ન થઇ જાય, એને આકરા તડકાથી દૂર રાખો અને હા, બીજા છોડની જેમ થોડા થોડા અંતરે એમાં ખાતર અને પાણી નાખતા રહો. વચ્ચે વચ્ચે ઘરમાં જુદીજુદી ખાદ્ય સામગ્રીઓમાંથી બનતું નેચરલ કીટકનાશક સ્પ્રે કરતા રહો. પાંચ થી સાત અઠવાડિયામાં તમારા બગીચામાં ઊગેલો બોરેજનો છોડ તમને એ બધા જ ફાયદા આપશે જેની અમે શરૂઆતમાં વાત કરી હતી. શિયાળા માટે આ સૌથી ઉપયોગી હર્બ માંથી એક છે. તેના ઉપયોગથી આપણે ઠંડી અને એનાથી થતી અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker