સાવધાન , તમે પણ નથી કરી રહ્યાને…પ્લાસ્ટિકનો નાસ્તો- લંચ ને ડિનર ?!
‘પર્યાવરણને પ્લાસ્ટિકમુક્ત બનાવો’ની તીવ્ર ઝુંબેશ ચાલી રહી છે. એમાં હવે માઇક્રોપ્લાસ્ટિક્સનું દૂષણ ઉમેરાયું છે. એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમકારક પુરવાર થઈ શકે ? કવર સ્ટોરી-લોકમિત્ર ગૌતમ તમને કોઇ ડોક્ટર તપાસી રહ્યા હોય અને ઉપરથી નીચે નજર કર્યા બાદ થોડા ગંભીર બનીને એવું કહે કે ‘મિસ્ટર, તમે દર અઠવાડિયે પાંચ ગ્રામ -મહિનામાં ૨૦ ગ્રામ અને વર્ષમાં ૨૫૦ ગ્રામ જેટલું પ્લાસ્ટિક ઓહિયા રહ્યા છો. ! ’ તો એ સાંભળીને તમે અચૂક અવાક થઈ જવાના પછી તમે ડોકટરને કહેવાના આ ખાવા-પીવામાં પ્લાસ્ટિક વળી કયાંથી આવી ગયું ? નહીં ડોક્ટર સાહેબ, હું તો મારા ખાવાપીવા પર પૂરતું ધ્યાન રાખું છું ને શુદ્ધ આહાર જ કરું છું
’ તમને ભલે ડોકટરની વાત પર વિશ્ર્વાસ ન બેસે,પણ આજે દુનિયાની એક નહીં , એવી અનેક માઈક્રોપ્લાસ્ટિકને લઈને રિસર્ચ અને એનાં તારણ હાજર છે જે એ વાતને પુષ્ટિ આપે છે કે માણસ પણ પ્લાસ્ટિકનો શિકાર બની રહ્યો છે. અનેક બીજી વસ્તુઓની જેમ શરીરમાં પણ માઈક્રોપ્લાસ્ટિક પેસી રહ્યું છે. માઈક્રોપ્લાસ્ટિક ખરેખર તો પાંચ મિલીમીટરથી પણ ઓછી લંબાઈ ધરાવતા એવા નાના પ્લાસ્ટિકના ટુકડા છે, જે આપણા સમુદ્ર અને જળચર જીવન માટે ખતરનાક હોવા ઉપરાંત હવે એ વિભિન્ન રીતે સમુદ્રના ખાદ્ય પદાર્થો (સી ફૂડ)ની સાથે હવા, પાણી અને ભોજનના રૂપમાં ફેલાઈને માનવીના શરીરમાં પ્રવેશ પામી રહ્યો છે. એક આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર પીવાનાં પાણીથી લઈને ખાવાની વસ્તુઓ દ્વારા નેનો -પ્લાસ્ટિક માનવીના શરીરમાં ધીરે ધીરે એવી રીતે જમા થઇ રહ્યો છે. એટલું જ નહીં , હવે વૈજ્ઞાનિકોને આપણા મગજમાં માઇક્રોપ્લાસ્ટિકના પુરાવા પણ મળ્યા છે . એક અંદાજ મુજબ સરેરાશ વ્યક્તિ વર્ષે . આમ ભવિષ્યની પ્લાસ્ટિકની કચરાપેટી માનવીનું પેટ જ બની જશે!
આવું થવું શક્ય છે, કેમ કે આજે આખી દુનિયા છેલ્લા દોઢ દાયકાથી પ્લાસ્ટિકનાં જોખમો સામે સતત પોકાર કરી રહી છે. આજે દુનિયાનો કોઇ એવો દેશ નહીં હોય જે પોતાને ત્યાં પ્લાસ્ટિક પર પૂરી રીતે પ્રતિબંધ લાદી શકે.
ઉદાહરણ રૂપે, જર્મની જેવા દેશમાં દરેક વ્યક્તિ, દરેક વર્ષે ૩૮ કિલો પ્લાસ્ટિકનો કચરો જ ઊભો ન કરે. યુરોપમાં દરેક વ્યક્તિ સરેરાશ ૨૪ કિલો પ્લાસ્ટિક કચરો દર વર્ષે પેદા કરે છે તો બીજી તરફ પ્લાસ્ટિકના જોખમ સામે અપીલ કરવા માટે અલગ અલગ સરકારો અને પર્યાવરણ તથા જળવાયુ સંગઠન અંધાધૂંધ પ્રચાર કરે છે અને એમાં સારું એવું ભંડોળ ખર્ચ કરી નાખે છે.
અહીં એક વાત સમજાતી નથી કે આખરે જ્યારે દુનિયાના આ દેશોએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નથી લાદવો તો પછી દિવસ-રાત રોદણાં શું કામ રડવાના? જો એવું ન હોય તો વૈજ્ઞાનિકો બૂમબરાડા પાડીને કહી રહ્યા છે કે પ્લાસ્ટિકની એક બોટલને નષ્ટ થવામાં પૂરાં ૧૦૦ વર્ષ નીકળી જતાં હોય છે અને પ્લાસ્ટિકની એક થેલીને નષ્ટ થવામાં પાંચસો વર્ષથી વધુનો સમય થઇ જતો હોય છે. તેમ છતાં વિશ્ર્વમાં પ્લાસ્ટિકનો વપરાશ કોઇ પણ રીતે ઓછો નથી થઇ રહ્યો.
પ્લાસ્ટિક પર્યાવરણમાં ભળીને વિભિન્ન ચીજોના પેકેજિંગનો ભાગ બનીને આપણા શરીરનો હિસ્સો બની રહ્યો છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ ટ્રિપલ રિફાઈન્ડેડ સાકર અને સોલ્ટ્-મીઠુંમાં પ્લાસ્ટિકના નાના કણ એટલે કે માઈક્રોપ્લાસ્ટિકની હાજરી હોય છે. આ બે એવાં ઉત્પાદન છે જેના થકી તમે સીધે સીધા દરરોજ થોડું થોડું પ્લાસ્ટિક અજાણતા જ તમારા શરીરમાં પધરાવી દો છો. આ અહેવાલની વાત માનીએ તો અત્યારે બજારમાં વેચાતા કોઇ પણ બ્રાન્ડના મીઠા અને સાકરમાં માઈક્રોપ્લાસ્ટિકની હાજરી રહેલી છે. સૌથી વધુ માત્રા આયોડાઈઝ્ડ મીઠામાં છે એવું પેલા અહેવાલમાં છે.
શરીરમાં એક વાર પ્લાસ્ટિકના કણ પહોંચી જાય તો કૅન્સરથી લઇને શરીરમાં સોજા આવવા કે પછી અન્ય બીમારીઓ જેમ કે ફેંફસાં નબળા પડી જવા, એમાં સોજા આવી જવા જેવી બીજી અન્ય બીમારીઓ શરીરમાં પેસી જાય , જેને કારણે તમારી કાર્યક્ષમતા પર પણ અસર પહોંચતી હોય છે..
અન્ય દેશોના નાગરિકોની સરખામણીમાં આપણે ભારતીયો મીઠા અને સાકરનું અનેકગણું સેવન કરીએ છીએ. આને કારણે હૃદય રોગનું જોખમ ભારતીયોમાં વધુ પ્રમાણમાં છે.
સો વાતની એક વાત એ છે કે સવારના નાસ્તાથી લઇને રાતના ભોજનમાં તમારા શરીરમાં ધીમે પગલે પ્લાસ્ટિકના ટુકડા જમા થઇ રહ્યા છે, જે ભારે જોખમ ઊભું કરી શકે છે માટે સાવધાન …!