તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
લોનાવાલાની ચીકી ઉપરાંત ખૂબ જ જાણીતી માવાની મીઠાઈની ઓળખાણ પડી? એમાં ડ્રાયફ્રૂટ તેમજ વિવિધ પ્રકારની ફ્લેવર ઉમેરવામાં આવે છે.
અ) બરફી બ) ફજ ક) ખજૂર પાક ડ) અંજીર પાક

ભાષા વૈભવ…

ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ખાડી SAILOR
ખાટકી CREEK
ખાણ MANURE
ખારવો MINE
ખાતર BUTCHER
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
બીજા રાજ્યમાં ગયેલા કાસદને માનપાન મળે, એનું અપમાન કરવામાં આવે તો રાજા વીફરે. આ વાક્યમાં કાસદ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) કારકુન બ) વજીર ક) દૂત ડ) સેનાપતિ
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી કોલોન કેન્સરથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ માંદગીનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) લોહી બ) હાડકા ક) કિડની ડ) આંતરડું
માઈન્ડ ગેમ
હિથ્રો એરપોર્ટથી ઘરે જવા માટે પ્રતિ કલાક 50 માઈલની ઝડપે કાર ચલાવતા 240 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે એ ગણતરી કરી જણાવો.
અ) 4 કલાક 30 મિનિટ બ) 4 કલાક
ક) 3 કલાક ડ) 3 કલાક 45 મિનિટ
માતૃભાષાની મહેક
6 પ્રકારના અગ્નિ છે. જે અગ્નિમાંથી માત્ર ધુમાડો નીકળે તેને ધૂમાગ્નિ, મુઠ્ઠીમાં આવી શકે તેટલાં જાડાં લાકડાંની આઠમા ભાગની ચીરી સળગાવી જે અગ્નિ કરવામાં આવે તે દીપ્તાગ્નિ, ચોથા ભાગની ચીરી વડે અગ્નિ કરાય તે મંદાગ્નિ, એક લાકડાંની બે ચીરી સાથે સળગાવીને કરેલા અગ્નિને મધ્યમાગ્નિ, એવી પાંચ ચીરી સાથે સળગાવી કરેલો અગ્નિ ખરાગ્નિ અને જે અગ્નિથી વાસણના મથાળા સુધી ચોતરફ જ્વાળા ફેલાય તેને ભડાગ્નિ કહે છે.
ઈર્શાદ
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,
મન પહોંચતા જ પાછું વળે – એમ પણ બને.

— હિમલ પંડ્યા

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
સાવજ LION
સાવધ CAUTIOUS
સાલસ SIMPLE
સાધન INSTRUMENT

સાંકડું NARROW

માઈન્ડ ગેમ
20,625 રૂપિયાનો નફો
ઓળખાણ પડી?
ઉંબાડિયું
ગુજરાત મોરી મોરી રે
મગજ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
વાળંદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button