ફન વર્લ્ડ | મુંબઈ સમાચાર
તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકી એમાં સામગ્રીથી ભરેલું માટલું રાખી પકવવામાં આવતી ચટાકેદાર વાનગીની ઓળખાણ પડી? દક્ષિણ ગુજરાતમાં ખ્યાતિ ધરાવે છે.
અ) લોચો બ) રતાળુ ક) ઉંબાડિયું ડ) પાનકી

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
સાવજ NARROW
સાવધ SIMPLE
સાલસ INSTRUMENT
સાધન CAUTIOUS
સાંકડું LION

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘વરનારાનું વરે ને ઘાંયજો ભાર લઈને ફરે’ કહેવતમાં ઘાંયજો શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) ઘાયલ બ) ઘાતક ક) વાળંદ ડ) મોચી

માતૃભાષાની મહેક
ઉપચારનો પ્રચલિત અર્થ છે ઉપાય, ઇલાજ, ચિકિત્સા,
સારવાર કે માવજત. ઉપચારનો અન્ય અર્થ છે પૂજાની સામગ્રી અને સંસ્કાર. તે મુખ્યત્વે કરીને સોળ ગણાય છે: આવાહન,
આસન, અર્ઘપાદ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, યજ્ઞોપવીત, ગંધ (ચંદન), પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, પરિક્રમા અને વંદના.

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી એન્કેફેલાઈટીસથી પીડાય એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા કરવામાં આવે તો એ માંદગીનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) આંખ બ) હૃદય ક) મગજ ડ) નાક

ઈર્શાદ
અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.
— મનોજ ખંડેરિયા

માઈન્ડ ગેમ
૨૨૫૦ ડૉલરમાં ખરીદેલી વસ્તુ જો ૧૯૭૫ પાઉન્ડમાં વેચી હોય તો નફો થયો કે નુકસાન અને કેટલા રૂપિયાનું? (૧ ડૉલર = ૮૩ રૂપિયા, ૧ પાઉન્ડ = ૧૦૫ રૂપિયા)
અ) ૨૬,૨૫૦ રૂપિયાનું નુકસાન બ) ૪૨૨૫ રૂપિયાનો નફો ક) ૨૦,૬૨૫ રૂપિયાનો નફો ડ) નહીં નફો, નહીં નુકસાન

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઉચિત PROPER
ઉત્સાહી ENTHUSIASTIC
ઉપકાર OBLIGATION
ઉપકરણ INSTRUMENT
ઉપરછલ્લું SUPERFICIAL

માઈન્ડ ગેમ
૬૫,૬૨,૫૦૦

ઓળખાણ પડી?
સંદેશ

ગુજરાત મોરી મોરી રે
ઉંમર

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
દહીં

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રધ્ધા આશર (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) પુષ્પા પટેલ (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) ભારતી બુચ (૧૧) લજિતા ખોના (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) મનીષા શેઠ (૧૪) ફાલ્ગુની શેઠ (૧૫) સુરેખા દેસાઈ (૧૬) નંદકિશોર સંજાણવાળા (૧૭) હર્ષા મહેતા (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) દિલીપ પરીખ (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) અરવિંદ કામદાર (૨૩) મહેશ સંઘવી (૨૪) મહેશ દોશી (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) પુષ્પા ખોના (૨૮) અંજુ ટોલિયા (૨૯) કલ્પના આશર (૩૦) તાહેર ઔરંગાબાદવાલા (૩૧) શીરીન ઔરંગાબાદવાલા (૩૨) ખુશરૂ કાપડિયા (૩૩) નિતીન બજરિયા (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) હિના દલાલ (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) ભાવના કર્વે (૩૯) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૦) શિલ્પા શ્રોફ

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button