તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ઘટ્ટ થયેલા ગાઢા દૂધમાં સાકર અથવા ગોળ ઉમેરી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈની ઓળખાણ પડી? આ મીઠાઈમાં ક્યારેક ચોકલેટ પણ ઉમેરવામાં આવે છે.
અ) રસમંજરી બ) સંદેશ ક) અમ્રિતી ડ) ચમચમ
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ઉચિત SUPERFICIAL
ઉત્સાહી OBLIGATION
ઉપકાર ENTHUSIASTIC
ઉપકરણ PROPER
ઉપરછલ્લું INSTRUMENT
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘અમે મહિયારા રે, ગોકુળ ગામના. મારે મહી વેચવાને જાવા મહિયારા રે, ગોકુળ ગામના’. પંક્તિમાં મહી શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) અંદર બ) દૂધ ક) મહિનો ડ) દહીં
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી પ્રોજેરિયાથી પીડાય એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય છે એ કહી શકશો?
અ) યાદશક્તિ બ) ઉંમર ક) પ્રસ્વેદ ) સમજણ શક્તિ
માતૃભાષાની મહેક
એક જ વાત એટલે ચોક્કસ હકીકત. ઠીક છે, વાત છે તારી ! એટલે પછી તારી શી વલે કરું છું તે જોજે. ધમકી આપતાં આ શબ્દો બોલાય છે. વખત આવે ત્યારે વાત એટલે સમય આવશે ત્યારે કહેવા યોગ્ય થશે. વાએ વાત ચાલવી એટલે મુક્તપણે વાત થવી. જનતાનો વિષય થઈ પડવો: ચારે બાજુ હકીકત જાણીતી થવી. વાત ઉપાડી લેવી એટલે કોઈ બોલતું હોય તેમાંથી બીજાએ આગળ શરૂ કરવું.
ઈર્શાદ
આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
રુઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં.
— ગની દહીંવાલા
માઈન્ડ ગેમ
વારસામાં મળેલી સવા કરોડ રૂપિયાની રકમના 30 ટકા સત્કાર્યમાં વાપરી નાખ્યા પછી હાથમાં રહેલી રકમના 25 ટકા શૅરબજારમાં રોક્યા પછી કેટલી રકમ હાથમાં રહી?
અ) 63,75,390 બ) 64,90,750 ક) 65,62,500 ડ) 66,30,450
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ

A                         B

હડપચી CHIN
મૂછ MUSTACHE
અધર LIP
હોજરી STOMACH
નખ NAIL
માઈન્ડ ગેમ
84
ઓળખાણ પડી?
પોંક
ગુજરાત મોરી મોરી રે
આંખ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
કચરો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button