ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
અફીણ INDIGO
ખજૂર OPIUM
ગળી BORAX
ટંકણખાર ALUM
ફટકડી DATE
ઓળખાણ પડી?
સહેજ કડછી ભાજીનો પાઉડર અને ઘઉંનો લોટ, ચણાનો લોટ અને અડદના લોટના મિશ્રણથી અને ગુંદર, સૂંઠ અને ગંઠોડા પાઉડર ઉમેરી બનતા શિયાળુ પાકની ઓળખાણ પડી?
અ) ગુંદર પાક બ) અડદિયા પાક ક) મગજ ડ) મેથી પાક
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મહામારી વખતે કે બીજી કોઈ મોટી આપત્તિ વખતે લોકોએ ઉચાળા ભર્યા એમ કહેવાય છે. ઉચાળા ભર્યાનો અર્થ શું થાય એ જણાવો.
અ) ઊંચાઈ પર ગયા બ) ગણતરી ઊંધી પડી
ક) નિરાશ થઈ ગયા ડ) સરસામાન સાથે નીકળી ગયા
માતૃભાષાની મહેક
શિયાળ લુચ્ચાઈથી શિકાર કરવા માટે જાણીતું છે. શિયાળ તાણે સીમ ભણી ને, કૂતરું તાણે ગામ ભણી કહેવત બહુ જાણીતી છે જેનો અર્થ થાય છે કે સહુ પોતપોતાનો લાભ જુએ. એક મજેદાર રૂઢિપ્રયોગ છે સિંહ કે શિયાળ? લક્ષણો અનુસાર બંને વિરોધાભાસી પ્રાણી છે. આ પ્રયોગનો અર્થ છે સમાચાર સારા કે માઠા ? હા કે ના જવાબની અપેક્ષા હોય ત્યારે પણ આ પ્રયોગ વપરાય છે.
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દીએ કેટરેકટની સર્જરી કરાવવી પડશે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા કરવામાં આવે તો શરીરના કયા ભાગમાં તકલીફ હોય એ કહી શકશો?
અ) ગળું બ) કાન ક) આંખ ડ) કિડની
ઈર્શાદ
મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ,
જેટલે ઊંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ.
– ‘શૂન્ય’ પાલનપુરી
માઈન્ડ ગેમ
અખિલેશને ૧૦૦ માર્કના એક એવા સાત પેપરમાં અનુક્રમે ૮૨, ૯૪, ૯૭, ૮૮, ૯૩, ૯૬ અને ૯૪ માર્ક આવ્યા. અખિલેશને કેટલા ટકા માર્ક આવ્યા એ કહી શકશો?
અ) ૮૯% બ) ૯૦%
ક) ૯૨% ડ) ૯૩.૫ %
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
અખરોટ WALNUT
અરીઠા SOAP NUT
અળસ LINSEED
કસ્તુરી MUSK
ગાંજો HEMP
માઈન્ડ ગેમ
૫,૯૪,૭૨૦ રૂપિયા
ઓળખાણ પડી?
જેઠીમધ
ગુજરાત મોરી મોરી રે
નાક
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
આશા છોડી દેવી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) મૂળરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન જે. બજરીયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખીલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજીતા ખોના (૧૫) મીનળ કાપડીયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતી ખાંડવાલા (૧૯) મહેશ દોશી (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાલા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) અરવિંદ કામદાર (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) કલ્પના આશર (૩૩) નીતા દેસાઈ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) હીનાબેન દલાલ (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) દિલીપ પરીખ (૩૯) અંજુ ટોલિયા (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) રસિક જુઠાણી ટોરંટો ક્રનેડા) (૪૪) અબદુલ્લા મુનીમ (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) દિલિપ પારીખ (૪૮) જયવંત પદમશી ચિખલ (૪૯) નયના ગિરીશ મિસ્ત્રી