તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
ઘઉં અથવા બાજરાના લોટને ઘીથી શેકી તેમાં ગોળનું પાણી ધીમે ધીમે રેડીને બનાવેલા પ્રવાહી કે અર્ધપ્રવાહી ખોરાકની ઓળખાણ પડી? આ પેયમાં પૌષ્ટિક ગુણ ભરપૂર હોય છે.
અ) રાબ બ) અડદિયા ક) સાલેમ પાક ડ) મોહનથાળ

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ખેતી CROP
ઉગાડવું HORTICULTURE
બાગકામ FARMING
પાક HYDROPONICS
જળકૃષિ CULTIVATION

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
નરસિંહ મહેતાની રચના ‘રાત રહે જ્યાહરે પાછલી
ખટ ઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું’માં ખટ એટલે શું એ જણાવો.
અ) અવાજ બ) ખાટલો ક) છ ડ) ખટપટ

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી મેનિન્જાઇટિસ તકલીફથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ મુખ્યત્વે શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) કમર બ) મોઢું ક) શ્ર્વાસ ડ) મગજ

માતૃભાષાની મહેક
આણ એટલે કોઈનો સંદેહ દૂર કરવા કે કોઈની પાસે ધાર્યું કામ કરાવવા ઈશ્વર તરફથી શિક્ષાનો કે વહાલા માણસના નાશનો ભય દેખાડીને પોતાનો નિશ્ર્ચય જાહેર કરવાને લીધેલા શપથ, મનાઈ, સોગન, પ્રતિજ્ઞા અથવા કસમ. આણને લગતી પ્રતિજ્ઞામાં ઈશ્વર, દેવ કે રાજાને વચમાં આણવામાં (લાવવામાં) આવે છે માટે આણ કહેવાય છે.

ઈર્શાદ
કેટલીયે બાદબાકી અને કૈંક સરવાળા કર્યા,
સેંકડે એકાદ માણસ માંડ અહીં સાચા ઠર્યા.
— અશોકપુરી ગોસ્વામી

માઈન્ડ ગેમ
આ વર્ષે એક પણ દિવસ રજા પાડ્યા વિના રોજના સાડા આઠ કલાક કામ કરનારને પ્રતિ કલાક ૧૨૫ રૂપિયાના હિસાબે પહેલી જાન્યુઆરીથી ૩૦ એપ્રિલ સુધી કેટલા પૈસા મળે?
અ) ૧,૨૫,૨૫૦ રૂપિયા બ) ૧,૨૬,૯૦૦ રૂપિયા
ક) ૧,૨૭,૫૦૦ રૂપિયા ડ) ૧,૨૯,૦૦૦ રૂપિયા

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
પરિચારિકા NURSE
તબીબ DOCTOR
દવાખાનું DISPENSARY
ઔષધ MEDICINES
રુગ્ણાલય HOSPITAL

માઈન્ડ ગેમ
૯,૩૪,૪૮,૯૫૮

ઓળખાણ રાખો
અડદિયા

ગુજરાત મોરી મોરી રે
અન્નનળી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
સાવરણી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) હર્ષા મહેતા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના (૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) દીના વિક્રમશી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતીન બજરિયા (૪૭) વિજય આસર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button