ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
શિયાળો આવી ગયો છે અને શરીરને સુધારી દૃઢ કરે અને રોગ મટાડે એવી ઔષધી નાખીને દાળના ઉપયોગથી બનાવવામાં આવતા પાકની ખાવાની મોસમ આવી છે એવા એક પાકની ઓળખાણ પડે છે?
અ) ઓરમું બ) અડદિયા ક) સાલમ પાક ડ) મોહનથાળ
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
પરિચારિકા HOSPITAL
તબીબ DISPENSARY
દવાખાનું DOCTOR
ઔષધ NURSE
રુગ્ણાલય MEDICINES
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અસલના વખતમાં ગામડાઓમાં સાસુ વહુને કહેતા કે ‘સંધ્યાટાણું થાય એ પહેલા સંજવારી કાઢી લેજો.’ આ કહેણમાં સંજવારીનો અર્થ શું થાય એ જણાવો
અ) વાસણ બ) લોટ ક) મલાઈ ડ) સાવરણી
માતૃભાષાની મહેક
શિયાળાને ટાઢની ઋતુની સાથે આરોગ્યપ્રધાન ઋતુ પણ માનવામાં આવે છે, કારણ કે આ મોસમમાં પાચનશક્તિ શ્રેષ્ઠ રીતે કામ કરતી હોય છે. શિયાળા માટે ટાઢની મોસમ, શીત કાળ, ઠંડી ઋતુ, હેમંત અને શિશિર ઋતુ, કાર્તિકથી માઘ મહિના સુધીની ટાઢની મોસમ એવા પ્રયોગ પણ વપરાય છે. કવિ દયારામએ લખ્યું છે કે ‘શિયાળે શીતળ વા વાય પાનખરે ઘઉં પેદા થાય.’
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી એસોફેજાયટીસની તકલીફથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ મુખ્યત્વે શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) આંખ બ) પગ ક) અન્નનળી ડ) ફેફસા
ઈર્શાદ
કેવો પ્રભાવ મારા હૃદય પર કરી ગયાં?
કોની વ્યથામાં આંખથી અશ્રુ સરી ગયાં?
– ‘લતીફ’ સુરતી
માઈન્ડ ગેમ
૧૮ કરોડ, ૩૨ લાખ ૬ હજાર ૯૪૭માંથી ૮ કરોડ, ૯૭ લાખ ૫૭ હજાર ૯૮૯ની બાદબાકી કરવામાં આવે તો જવાબ શું આવે એ ધ્યાનપૂર્વક ગણીને જણાવો.
અ) ૮,૯૨,૪૭,૧૫૨ બ) ૯,૦૫,૮૪, ૩૩૨ ક) ૯,૩૪,૪૮,૯૫૮ ડ) ૯,૪૯,૭૭,૧૫૦
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
કૅન્સર ONCOLOGIST
મગજ NEUROLOGIST
કિડની NEPHROLOGIST
હૃદય CARDIOLOGIST
આંખ OPHTHALMOLOGIST
માઈન્ડ ગેમ
૩૩,૭૫,૦૦૦ રૂપિયા
ઓળખાણ રાખો
શિવકાશી
ગુજરાત મોરી મોરી રે
આંતરડું
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પતિ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) પ્રવિણ વોરા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન જે. બજરીયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખીલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજીતા ખોના (૧૫) મીનળ કાપડીયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતી ખાંડવાલા (૧૯) મહેશ દોશી (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાલા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) અરવિંદ કામદાર (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) કલ્પના આશર (૩૩) નીતા દેસાઈ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) હીનાબેન દલાલ (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) દિલીપ પરીખ (૩૯) જગદીશ ઠક્કર (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) વિલાસ સી. અંબાણી (૪૪) અબદુલ્લા મુનીમ (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) રસિક જુઠાણી ટોરંટો