તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
દિવાળી આવે અને જાતજાતના ફટાકડા ફૂટે. ફટાકડાના નાનાંમોટાં ૮૦૦૦ કારખાનાં ધરાવતી ફટાકડાની રાજધાની તરીકે ઓળખાતા શહેરની ઓળખાણ પડે છે?
અ) ઉત્તરકાશી બ) રાંચી ક) કોચી ડ) શિવકાશી

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કૅન્સર OPHTHALMOLOGIST
મગજ NEPHROLOGIST
કિડની CARDIOLOGIST
હૃદય ONCOLOGIST
આંખ NEUROLOGIST

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘રસ્તો જોઈને ચાલીએ અને કંથ જોઈને મ્હાલીએ’ કહેવતમાં કંથનો અર્થ જણાવો. ગજા પ્રમાણે કામ કરવું એ આ કહેવતનો ભાવાર્થ છે.
અ) ગળું બ) કાથો ક) પતિ ડ) મહેલ

માતૃભાષાની મહેક
દિવાળીમાં દીવા પ્રગટાવવામાં આવે છે, કારણ કે રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં સર્વ દૈવી તત્ત્વોના પ્રતિનિધિ રામે સર્વ આસુરી તત્ત્વોના પ્રતિનિધિ રાવણને પરાજય આપ્યો. એ વિજયથી રામરાજ્યની સ્થાપના થઈ. રામના વિજયની ઉજવણી તેણે જ કરવાની હોય જેના દિલમાં રામ વસેલા હોય, કેમ કે માણસોના દિલને અથવા આત્માને અજવાળવાને એક ઈશ્ર્વર જ સમર્થ છે એ અજવાળાની જ કિંમત છે.

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી કોલોન કૅન્સરથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ મુખ્યત્વે શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) આંતરડું બ) મગજ ક) નાક ડ) કિડની

ઈર્શાદ

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

  • અનિલ ચાવડા માઈન્ડ ગેમ
    બાપીકી મિલકત વેચવાથી મળેલા ૧૮ કરોડ રૂપિયા આઠ જણ વચ્ચે સરખે ભાગે વહેંચ્યા બાદ દરેક જણે મળેલા વારસાની ૧૫ ટકા રકમ દાન કરી. પ્રત્યેક વ્યક્તિનો દાનનો આંકડો જણાવો.
    અ) ૩૦,૫૬,૭૦૦ રૂપિયા બ) ૩૩,૭૫,૦૦૦ રૂપિયા
    ક) ૩૫,૨૫,૯૦૦ રૂપિયા ડ) ૩૭,૦૦,૦૦૦ રૂપિયા

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
પથ્ય DIET
વિરેચન PURGATIVE
મીમાંસા EXAMINATION
ચિકિત્સા TREATMENT
ઓસડિયા MEDICINAL PLANT

માઈન્ડ ગેમ
૫૧,૬૦,૦૦૦ રૂપિયા

ઓળખાણ પડી?
પેપરમિન્ટ

ગુજરાત મોરી મોરી રે
ફેફસાં

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ગૌરવ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) મૂળરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) જ્યોતિ ખાંડવાલા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન જે. બજરીયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખીલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજીતા ખોના (૧૫) મીનળ કાપડીયા (૧૬) નીતા દેસાઈ (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતી ખાંડવાલા (૧૯) મહેશ દોશી (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાલા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) અરવિંદ કામદાર (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) કલ્પના આશર (૩૩) નીતા દેસાઈ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) હીનાબેન દલાલ (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) દિલીપ પરીખ (૩૯) જગદીશ ઠક્કર (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) રસિક જૂઠાણી ટોરોન્ટો કેનેડા (૪૨) અબદુલ્લા મુનીમ (૪૩) તાહેર ઔરંગાબાદવાલા (૪૪) શીરીન ઔરંગાબાદવાલા

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત