ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?.
વિશ્ર્વના સૌથી પ્રાચીન ઔષધ તરીકે જાણીતી આ વનસ્પતિની ઓળખાણ પડી? એમાં વિટામિન એ, વિટામિન સી અને મેંગેનિઝ સારી માત્રામાં હોવાથી ગુણકારી ગણાય છે.
અ) પેપરમિન્ટ બ) મેરીગોલ્ડ ક) એલોવેરા ડ) ફેનુગ્રીક
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
પથ્ય EXAMINATION
વિરેચન MEDICINAL PLANT
મીમાંસા DIET
ચિકિત્સા PURGATIVE
ઓસડિયાં TREATMENT
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લોકવાર્તાના કથાનકને પોતાની એક ગરિમા હોય છે. સમાજમાં તેનું માનવંતુ સ્થાન છે. એના પોતાના નિશ્ર્ચિત મૂલ્યો હોય છે. આ રજૂઆતમાં ગરિમાનો અર્થ જણાવો.
અ) ગરમી બ) લાવણ્ય ક) ખાસિયત ડ) ગૌરવ
માતૃભાષાની મહેક
વૈદક અનુસાર સ્વેદ એટલે શરીરમાંથી પરસેવો કાઢવા માટે શરીરને ગરમી આપવા કરવામાં આવતો ભીનો કે સૂકો શેક. પસીનો લાવવાની દરેક ક્રિયાને સ્વેદ કહી શકાય. જેમકે, ગરમી, શેક, તડકે બેસવું, કસરત વગેરે સ્વેદનો રૂઢ અર્થ શેક કરવો એમ થાય છે. તેના મુખ્ય ચાર પ્રકાર ગણાય છે: ૧. તાપ સ્વેદ, ૨. ઉપનાહ સ્વેદ, ૩. દ્રવ સ્વેદ અને ૪. બાષ્પ સ્વેદ.
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી ક્ષયથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ મુખ્યત્વે શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) આંખ બ) ઘૂંટણ ક) ફેફસાં ડ) હોજરી
ઈર્શાદ
તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
— શૂન્ય પાલનપુરી
માઈન્ડ ગેમ
વારસામાં મળેલા ૬૪ લાખ રૂપિયાના ચોથા હિસ્સાની સખાવત કર્યા પછી બાકી રહેલી રકમના ૫૦ ટકા બિઝનેસમાં રોકવાથી એક વર્ષમાં ૧૫% નફો થયો તો વર્ષાન્તે કેટલી રકમ થઈ?
અ) ૪૮,૭૫,૦૦૦ રૂપિયા બ) ૪૯,૧૦,૫૦૦ રૂપિયા ક) ૫૦,૦૦,૦૦૦ રૂપિયા ડ) ૫૧,૬૦,૦૦૦ રૂપિયા
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ચક્કર GIDDINESS
બળતરા INFLAMMATION
ઊલટી VOMIT
સોજો SWELLING
પીડા PAIN
માઈન્ડ ગેમ
૫,૯૪,૭૨૦ રૂપિયા
ઓળખાણ પડી?
ગ્લેન મેક્સવેલ
ગુજરાત મોરી મોરી રે
યકૃત
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વીજળી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) મૂળરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડૉ. પ્રકાશ કટકિયા (૭) ભારતી કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન જે. બજરીયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખીલ બંગાળી (૧૨) અમીષી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજીતા ખોના (૧૫) મીનળ કાપડીયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતી ખાંડવાલા (૧૯) મહેશ સંઘવી (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાલા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) અરવિંદ કામદાર (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) કલ્પના આશર (૩૩) નીતા દેસાઈ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) રમેશ દલાલ (૩૬) હીનાબેન દલાલ (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) દિલીપ પરીખ (૩૯) જગદીશ ઠક્કર (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) વિલાસ સી. અંબાણી (૪૪) અબદુલ્લા મુનીમ (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા