તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
તાજેતરમાં ૫૦ ઓવરની વિશ્ર્વ કપ ક્રિકેટ સ્પર્ધામાં માત્ર ૪૦ બોલમાં સેન્ચુરી કરી વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનાર ખેલાડીની ઓળખાણ પડી?
અ) મિચેલ માર્શ બ) આઈડેન માર્કરમ ક) ગ્લેન મેક્સવેલ ડ) ક્વિન્ટન ડી કોક

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ચક્કર SWELLING
બળતરા VOMIT
ઊલટી GIDDINESS
સોજો PAIN
પીડા INFLAMMATION

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
કવિ કાન્તની અમર રચના ‘સાગર અને શશી’ની પંક્તિઓ છે
‘જલધિજલદલ પર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી’. દામિનીનો અર્થ જણાવો.
અ) દારુણ બ) દાડમ ક) વીજળી ડ) વાદળ

માતૃભાષાની મહેક
અનંગ એટલે અંગ વિનાનું અને અનંગ એટલે કામદેવ એવો પણ અર્થ છે, કારણ કે કામદેવને શરીર નથી એવી માન્યતા છે. અનંગઅરિ એટલે કામદેવનો શત્રુ, શિવ, મહાદેવ. શિવજીએ કામદેવને બાળી મૂક્યો હતો, માટે તે અનંગઅરિ (અરિ એટલે શત્રુ) કહેવાય છે. હવે ભાષાની મજા જુઓ કે કૃષ્ણ અનંગજનક કહેવાયા છે, કારણ કે તેમનો પુત્ર પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર મનાય છે.

ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી હેપેટાઇટિસથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા કરવામાં આવે તો એ મુખ્યત્વે શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) અન્નનળી બ) હૃદય ક) આંતરડું ડ) યકૃત

ઈર્શાદ
સરવર સૂના જળ વિના, ગોળ વિના કંસાર,
તેમજ સૂનો છે સદા, સ્નેહ વિના સંસાર.
— પ્રભુલાલ દ્વિવેદી

માઈન્ડ ગેમ
વેપારીએ લોખંડ બજારમાંથી ૪૨ રૂપિયા કિલોના ભાવે ભંગાર ખરીદ્યો તો ૧૨ ટન માલ ખરીદવા ૧૮% જીએસટી સાથે તેણે કેટલા પૈસા ચૂકવવા પડ્યા હશે?
અ) ૪,૨૨, ૧૨,૧૮૦ રૂપિયા
બ) ૫,૩૩,૬૫૫ રૂપિયા ક) ૫,૯૪,૭૨૦ રૂપિયા ડ) ૬,૧૦,૧૫,૫૦૦ રૂપિયા

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
હાથ પરમાણે ચૂડલો સોઈયે વાલમિયા
કાન પરમાણે ઠોળીયા સોઈયે વાલમિયા
અંગ પરમાણે કમખો સોઈયે વાલમિયા
ડોક પરમાણે હારલો સોઈયે વાલમિયા
પગ પરમાણે કડલાં સોઈયે વાલમિયા

માઈન્ડ ગેમ
અભય

ઓળખાણ પડી?
વિજયાદશમી

ગુજરાત મોરી મોરી રે
રગદોળવું

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ભરથાર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) મુલરાજ કપૂર (૪) શ્રદ્ધા આશર (૫) ભારતી બુચ (૬) ખુશરૂ કાપડિયા (૭) મીનળ કાપડિયા (૮) જ્યોતિ ખાંડવાલા (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) મહેન્દ્ર લોઢાવિયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) સુભાષ મોમાયા (૧૩) હર્ષા મહેતા (૧૪) તાહેર ઔરંગાબાદવાલા (૧૫) પ્રવીણ વોરા (૧૬) કલ્પના આશર (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) નંદકિશોર સંજાણવાળા (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) ડો. પ્રકાશ કટકિયા (૨૨) ભારતી પ્રકાશ કટકિયા (૨૩) ભાવના કર્વે (૨૪) વિણા સંપટ (૨૫) મહેશ દોશી (૨૬) નિતીન બજરિયા (૨૭) દેવેન્દ્ર સંપટ (૨૮) અંજુ ટોલિયા (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) દિલીપ પરીખ (૩૨) રમેશ દલાલ (૩૩) હિના દલાલ (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) સુરેખા દેસાઈ (૩૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જયવંત પદમશી ચિખલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button