તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ઓળખાણ પડી?
સૌરાષ્ટ્રમાં ભાલ વિસ્તારના નળસરોવરના કિનારે વસતા માછીમારોના અલાયદી ઓળખ ધરાવતા નૃત્યની ઓળખાણ પડી? આ નૃત્ય મંજીરા નૃત્ય તરીકે પણ જાણીતું છે.
અ) ટિપ્પણી નૃત્ય બ) પઢાર નૃત્ય ક) ધમાલ નૃત્ય ડ) કેડિયું નૃત્ય

ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
તારા વિના શ્યામ કેસર ઘોળ્યાં વાલમિયા
અંબા માના ઊંચા લીધો રે, રંગમાં રંગતાળી
ઘોર અંધારી રે રાતલડીમાં મંદિર નીચા મોલ
સોના વાટકડી રે મને એકલડું લાગે
માએ કનકનો ગરબો નીકળ્યા ચાર અસવાર

ચતુર આપો જવાબ
ગરબામાં ખૂટતો
માએ ત્રીજે પગથિયે પગ મૂક્યો,
માના —— સમાણા નીર મોરી મા,
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
અ) સાથળ
બ) પગ
ક) પાની
ડ) ઢીંચણ

માતૃભાષાની મહેક
સંગીતના ગ્રંથોમાં નૃત્યના બે પ્રકાર છે: તાંડવ અને લાસ્ય. જેમાં ઉગ્ર અને ઉદ્ધત ચેષ્ટા હોય તેને તાંડવ કહે છે અને જે સુકુમાર અંગોથી કરવામાં આવે અને જેમાં શૃંગાર આદિ કોમળ રસોનો સંચાર હોય તેને લાસ્ય કહે છે. સંગીતનારાયણમાં લખ્યું છે કે: પુરુષના નૃત્યને તાંડવ અને સ્ત્રીના નૃત્યને લાસ્ય કહે છે. નૃત્યનો એક ત્રીજો ભેદ છે જે ત્રિભંગી નાચ કહેવાય છે.

ગુજરાત મોરી મોરી રે
પાટીદાર સમાજની કુળદેવીનું ૧૨૦૦ વર્ષ જૂનું ઉમિયા માતા મંદિર ગુજરાતના કયા નગરમાં આવેલું છે એ યાદશક્તિ ઢંઢોળી જણાવો. સો વર્ષ પહેલા એનો ર્જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
અ) ખેરાલુ બ) વિસનગર ક) ઉંઝા ડ) કડી

ઈર્શાદ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ,
પાય વાગે છે ઘુઘરીના ઘમકાર રે લોલ.
— માતાજીનો ગરબો

માઈન્ડ ગેમ
આજે આસો સુદ ત્રીજ અને ત્રીજું નોરતું. આ નોરતે મા દુર્ગાના કયા સ્વરૂપની પૂજા અને આરાધના કરવામાં આવે છે એ કહી શકશો?
અ) ચંદ્રઘંટા બ) શૈલપુત્રી
ક) બ્રહ્મચારિણી ડ) મહાગૌરી

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
અવયવ FOREHEAD
અંગુઠો LIMB
કપાળ NAIL
નાભિ THUMB
નખ NAVEL

માઈન્ડ ગેમ

ઓળખાણ પડી?
કિશોર જેના

ગુજરાત મોરી મોરી રે
આંખ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કાગળ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧) કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). સુભાષ મોમાયા ૩). મુલરાજ કપૂર ૪). નીતા દેસાઇ ૫). ભારતી બૂચ ૬). શ્રદ્ધા આસર ૭). ખૂશરૂ કાપડિયા ૮). ડૉ. પ્રકાશ કટકિયા ૯). ભારતી પ્રકાશ કટકિયા ૧૦). વીભા મહેશ્ર્વરી ૧૧). જ્યોતિ ખાંડવાલા ૧૨). પુષ્પા પટેલ ૧૩). મીનળ કોપડિયા ૧૪). હર્ષા મેહતા ૧૫). અમીષી બેન્ગાલી ૧૬). નીખીલ બેન્ગાલી ૧૭). તાહેર ઔરંગાબાદવાલા ૧૮). શીરીન ઔરંગાબાદવાલા ૧૯). અબદુલ્લા એફ. મુનીમ ૨૦). પ્રવીણ વોરા ૨૧). મહેન્દ્ર લોઢાવિયા ૨૨). મનીષા શેઠ ૨૩). ફાલ્ગુની શેઠ ૨૪). ભાવના કર્વે ૨૫). રજનિકાન્ત પટવા ૨૬). સુનિતા પટવા ૨૭). અરવિંદ કામદાર ૨૮). કલ્પના આશર ૨૯). જગદીશ ઠક્કર ૩૦). મહેશ દોશી ૩૧). સુરેખા દેસાઇ ૩૨). વીણા સંપટ ૩૩). દેવેન્દ્ર સંપટ ૩૪). જયવંત પદમશી ચિખલ ૩૫). શિલ્પા શ્રોફ ૩૬). દિલીપ પરીખ ૩૭). નીતીન જે. બજારિયા ૩૮). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૩૯). જ્યોત્ના ગાંધી ૪૦). રસિક જૂથાણી ( ટોરેન્ટો- કેનેડા), ૪૧). હીના દલાલ ૪૨). રમેશ દલાલ ૪૩). ઇનાક્ષી દલાલ ૪૪). હીરાબેન જશુભાઇ શેઠ ૪૫). મહેશ સંઘવી ૪૬). અંજુ ટોલિયા ૪૭) નયના ગિરીશ મિસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button