તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
દેખાવે ઈડલી જેવી લગતી અને વિશેષ કરીને કેરળમાં ગરમ ગરમ નાસ્તા તરીકે પીરસવામાં આવતી ચોખા અને નાળિયેરના દૂધમાંથી બનતી આ આઇટમની ઓળખાણ પડી?

અ) કટલેટ બ) પાયસમ ક) મેંદુ વડા ડ) અપ્પમ

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ઉત્પ્રેરક દ્રવ્ય VITAMIN
પ્રજીવક BILE JUICE
પિત્તરસ SALIVA
જઠરરસ ENZYME

લાળરસ GASTRIC JUICE

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
જ્યાં જ્યાં રહું તે ઠેકાણે ધરતી સફેદ કરતું જાઉં,
પહાડો પર વસવાટ મારો, ગરમીએ પીગળી જાઉં.

અ) સાકર બ) મીઠું ક) બરફ ડ) પાણી

ગુજરાત મોરી મોરી રે
કોઈ દરદી ઓસ્ટિયોઆર્થરિટિસની સમસ્યાથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?

અ) સ્નાયુ બ) મજજાતંતુ ક) હાડકાં ડ) ત્વચા

માતૃભાષાની મહેક

અન્ન એટલે ખોરાક અથવા ખાવાની વસ્તુ. અન્ન ચાર પ્રકારનાં ગણાવાયા છે. પહેલો પ્રકાર છે ભક્ષ્ય એટલે કે દાંત વડે ચૂરો કરી ખવાય તેવું. બીજો છે ભોજ્ય જે કેવળ જીભ વડે હલાવી ચગળીને ઉતારાય તેવું. ત્રીજો પ્રકાર છે લેહ્ય એટલે કે જે ચાટવા જેવું હોય છે અને ચોથું છે ચોષ્ય જે ચૂસવાનું હોય છે. અન્નત્રાંસ એટલે અન્નનળીને બદલે ખોરાક શ્વાસનળીમાં જવાથી થતી ગભરામણ.

ઈર્શાદ
અશ્રુ પછીના આ સ્મિતનું દૃશ્ય તો જુઓ!
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.

– બરકત વિરાણી ’બેફામ’

માઈન્ડ ગેમ

માનવ શરીરની રચના અદ્ભુત છે. હાડકાં વગરની જીભ છે તો ટૂંટિયું વાળીને રહેતું આંતરડું છે. તબીબી વિજ્ઞાનના અભ્યાસમાં માનવ શરીર રચનાનું શાસ્ત્ર ક્યાં નામે ઓળખાય છે?

અ) વેસ્કોટોમી બ) લિમ્ફોનોમી ક) ન્યુરોલોજી ડ) એનાટોમી

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અન્નનળી ESOPHAGEAL CANCER
કિડની RENAL CELL CANCER
જઠર GASTRIC CANCER
મોટું આંતરડું COLORECTAL CANCER

ગર્ભાશય CERVICAL CANCER

માઈન્ડ ગેમ
ટાઇફોઇડ
ઓળખાણ પડી?
ખીચુ
ગુજરાત મોરી મોરી રે
હાર્ટ
ચતુર થઆપો જવાબ
ઉખાણું ઉકેલો
મીઠું

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…