ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કોણી THROAT
કાંડું WAIST
કમર ELBOW
કંઠ HAND
કર WRIST
ઓળખાણ પડી?
આપણે ત્યાં ભીંડા તરીકે ઓળખાતું આ શાક અંગ્રેજી ભાષામાં કયા નામથી પ્રચલિત છે અને વેચાણ પણ થાય છે એની ખબર છે?
અ) Artichokes બ) Leeks ક) Courgettes ડ) Okra
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘રેતી દેખી સેતુ બાંધો છો તમે’ વાક્યમાં સેતુ શબ્દનો અર્થ જણાવો.
અ) તાળું બ) પુલ ક) મહેલ ડ) ભીંત
માતૃભાષાની મહેક
કોઠી એટલે અનાજ ભરી રાખવાનું સાધન. દિવાળીમાં કોઠી નામનું દારૂખાનું ફોડવામાં આવે છે. એક જાતનું સહેજ કાંટાવાળું મોટું ઝાડ કોઠી કહેવાય છે. તેના લાડુ જેવડાં ગોળ ધોળાં કોચલાવાળા ફળ કોઠાં કહેવાય છે. ખાળના મેલા પાણીની કુંડી પણ કોઠી કહેવાય છે. પાકી કોઠીએ કાંઠા ન ચડે એટલે સમય સરી ગયા પછી કંઈ ન બની શકે એ અર્થ છે.
ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ THEOLOGYના અભ્યાસ સાથે સંકળાયેલી છે એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) તર્કશાસ્ત્ર બ) થિયેટર ક) ધર્મ ડ) હવામાન
ઈર્શાદ
સાહેબ તમારી પ્રેક્ટીસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે,
અમારા કુટુંબના દરેક જણે કોઈ ને કોઈ રોગ રાખ્યો છે.
ડો. શ્યામલ મુન્શી
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૧, ૧૦, ૨૮, ૫૫, ૯૧, ——-
અ) ૧૨૭ બ) ૧૩૦
ક) ૧૩૬ ડ) ૧૪૪
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
કોળિયો MORSEL
ચાવવું MASTICAT
સૂંઘવું SMELL
ગ્રંથિ GLAND
બળતરા INFLAMMATION
માઈન્ડ ગેમ
૩૧૨૯
ઓળખાણ પડી?
Parsnip
ગુજરાત મોરી મોરી રે
શબ્દ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ભલામણ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ભારતી બુચ (૫) ધીરેન્દ્ર ઉદેશી (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) સુરેખા
દેસાઈ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) લજિતા ખોના (૧૨) વિભા મહેશ્ર્વરી
(૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) કમલેશ મૈઠિઆ (૧૫) શ્રદ્ધા આશર (૧૬) ખુશરૂ કાપડિયા (૧૭) પુષ્પા પટેલ (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) પ્રવીણ
વોરા (૨૦) અશોક સંઘવી (૨૧) કિશોર સંઘરાજકા (૨૨) નિખિલ બંગાળી (૨૩) અમીશી બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) મીનળ કાપડિયા (૨૭) મહેશ દોશી (૨૮) હર્ષા મહેતા (૨૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૦) ભાવના કર્વે (૩૧) સુનીતા પટવા (૩૨) રજનીકાંત પટવા (૩૩) જગદીશ
ઠક્કર (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) અલકા વાણી (૩૭) અરવિંદ કામદાર (૩૮) દિલીપ પરીખ (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી
(૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) નિતીન બજરિયા (૪૫) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) હેમા હરીશ ભટ્ટ