તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.co પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
ફણગાવેલા BLOSSOM
બરુ MOSS
ખીલેલા REED
નીંદણ SPROUT
શેવાળ WEED

ઓળખાણ પડી?
તીવ્ર વાસ અને કાંટાળી છાલ ધરાવતા મોટા કદના ફળની ઓળખાણ પડી? ઈશાન એશિયા વિસ્તારમાં આ ફ્રૂટ ‘ફળના રાજા’નો ખિતાબ ધરાવે છે.
અ) Rambutan બ) Lychee ક) Duria ડ) Akebi

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ગયા મહિને જ બધા પર ઉપનયન સંસ્કાર થયા’ વાક્યમાં ઉપનયન શબ્દનો અર્થ જણાવો.
અ) ઉપવાસ બ) જનોઈ વિધિ ક) નામકરણ ડ) નેત્રદાન

માતૃભાષાની મહેક
રોગ એટલે તંદુરસ્તીમાં બગાડો, મંદવાડ, માંદગી. રોગ ત્રણ જાતના છે: શારીરિક, આગંતુક અને માનસિક. શરીરમાં રહેનાર વાત, પિત્ત અને કફના કારણથી જે રોગ થાય તેને શારીરિક કહે છે. ઝેર અથવા તો બહારથી આવનાર દાહ વગેરેને આગંતુક રોગ કહેવાય છે. મનગમતી વસ્તુ ન મળવાથી જે ગ્લાનિ થાય તેને માનસિક રોગ કહેવાય છે.

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ VEXILLOLOGYના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) વિચારસરણી બ) વેક્સિન ક) સૌંદર્ય ડ) ધ્વજ

ઈર્શાદ
તું જો હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
— ગૌરાંગ ઠાકર

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૬, ૧૬, ૨૮, ૪૨, ૫૮, ૭૬ ——-
અ) ૮૦ બ) ૮૮
ક) ૯૬ ડ) ૧૦૦

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
કાકડી COARSE WICK
ખમણી SCRAPPER
ગળણી FILTER
ગાગર WATER – POT
ચીપિયો PINCERS

માઈન્ડ ગેમ
૬૮૬

ઓળખાણ પડી?
Croissant

ગુજરાત મોરી મોરી રે
સ્ટેમ્પ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
બારણાંનું ચોકઠું

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) ભારતી પ્રકાશ કટકિયા (૫) મુલરાજ કપૂર (૬) નીતા દેસાઈ (૭) જયશ્રી બુચ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લાહ એફ. મુનીમ (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) લજિતા ખોના (૧૪) શ્રદ્ધા આશર (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પ્રવીણ વોરા (૨૦) મીનળ કાપડિયા (૨૧) મહેશ દોશી (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) નંદકિશોર સંજાણવાળા (૨૬) ભાવના કર્વે (૨૭) સુરેખા દેસાઈ (૨૮) અશોક સંઘવી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) મહેન્દ્ર લોઢાવિયા (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) કલ્પના આશર (૩૬) જગદીશ ઠક્કર (૩૭) અલકા વાણી (૩૮) દિલીપ પરીખ (૩૯) પ્રતિમા પમાણી (૪૦) પુષ્પા ખોના (૪૧) મહેશ સંઘવી (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) જયવંત પદમશી ચિખલ (૪૪) નિતીન બજરિયા (૪૫) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) અરવિંદ કામદાર (૪૮) જ્યોત્સના ગાંધી (૪૯) રમેશ દલાલ (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) હિના દલાલ (૫૨) રસિક જુથાણી – ટોરંટો – કેનેડા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button