તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
અર્ધ ચંદ્રાકાર સ્વરૂપે તૈયાર કરવામાં આવતી ફ્રેન્ચ પેસ્ટ્રીની ઓળખાણ પડી? આ આકારના બ્રેડ પણ મળે છે જે હોશે હોશે ખવાય છે.
અ) Cannoli બ) Palmier ક) Gallette ડ) Croissant

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કાકડી SCRAPPER
ખમણી WATER – POT
ગળણી PINCERS
ગાગર COARSE WICK
ચીપિયો FILTER

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`ઘર પ્રમાણે બારસાખ રાખવી શાણા માણસનું લક્ષણ છે’ પંક્તિમાં બારસાખ શબ્દનો અર્થ જણાવો.
અ) બગીચો બ) બાલકની
ક) બારણાંનું ચોકઠું ડ) આંગણું

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ PHILATELY ના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) ગૂઢ વિદ્યા બ) ફિલોસોફી ક) સ્ટેમ્પ ડ) ટેલિવિઝન

માતૃભાષાની મહેક
ઈલાજ શબ્દ અરબી ભાષામાંથી ઊતરી આવ્યો છે. અરબી શબ્દ ઈલાજનો અર્થ થાય છે તેણે જીત્યું. રોગને જીતી શકે મતલબ કે એને દૂર કરી શકે, મટાડી શકે એ ઈલાજ. દર્દીના ઇલાજ વખતે ઔષધ અને ઉપચાર એ બંને અર્થ સામેલ હોય છે. યુક્તિ, ઉપાય એવા પણ ઈલાજના અર્થ છે. નાઇલાજ મારે જવું પડ્યું વાક્યમાં એ અર્થ અભિપ્રેત છે.

ઈર્શાદ
તમારે આ સોળમું વરસ ચાલ્યું જાય, એમાં શણગારો સોળ ઉમેરાય,
પછી બત્રીસ લખણાઓ જો આવે તો ખોટું શું? સરવાળો સાચો કહેવાય. – ઉદયન ઠક્કર
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
4, 5, 11, 34, 137, ——-
અ) 495 બ) 540
ક) 686 ડ) 711

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
પાચન DIGESTION
પ્રાશન EATING
ઉપવાસ FASTING
તપખીર SNUFF
મલમ OINTMENT

માઈન્ડ ગેમ
106

ઓળખાણ પડી?
Passion Fruit

ગુજરાત મોરી મોરી રે
પ્રાણી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
કરમાયેલું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button