ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
પાચન SNUFF
પ્રાશન FASTING
ઉપવાસ OINTMENT
તપખીર EATING
મલમ DIGESTION
ઓળખાણ પડી?
વિટામિન એ, બી, સી ધરાવતા પીચ જેવા પણ એના કરતાં ઓછી કેલરી ધરાવતા અને મુખ્યત્વે ચીનમાં ઉગતા આ ફળની ઓળખાણ પડી?
અ) Tangerine બ) Clementine ક) Nectarine ડ) Mandarin
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ખીલતા ફૂલને કદી મ્લાન મેં દીઠું નથી’ પંક્તિમાં મ્લાન શબ્દનો અર્થ જણાવો.
અ) કરમાયેલું બ) મજેદાર ક) ખુશ્બુદાર ડ) રંગીન
માતૃભાષાની મહેક
વિષ્ણુના હજાર નામ પૈકી એક છે ઔષધ. તે યજ્ઞકાર્યમાં ઔષધિરૂપ છે, વળી શારીરિક અને માનસિક વ્યાધિઓમાં તેમનું શરણ એ જ ઔષધ છે. વળી તેમનું નામ સ્મરણ એ ઔષધિની પણ ઔષધિરૂપ છે, સંસારરૂપ રોગનું ઔષધ છે, અથવા જીવોને પુનરાવૃત્તિ મટાડનાર છે તેથી તે ઔષધ કહેવાય છે.
ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ VETERINARY SCIENCE ના અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) વનસ્પતિ બ) પ્રાણી ક) જમીન ડ) પાણી
ઈર્શાદ
બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ,
આપદ કાળે જાણીએ તલમાં કેટલું તેલ.
— લોક રચના
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૧, ૮, ૨૨, ૪૩, ૭૧, ——-
અ) ૮૮ બ) ૯૯
ક) ૧૦૬ ડ) ૧૧૩
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ધબકારા PALPITATION
નાડી PULSE
પરસેવો છૂટવો PERSPIRE
પુરસ્થગ્રંથિ PROSTATE
ફેફસાનું PULMONARY
માઈન્ડ ગેમ
૧૬૮૦૭
ઓળખાણ પડી?
Mangosteen
ગુજરાત મોરી મોરી રે
રક્ત
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પૈસા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) શ્રદ્ધા આશર (૧૨) મીનળ કાપડિયા (૧૩) પુષ્પા ખોના (૧૪) મહેશ દોશી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) રજનીકાંત પટવા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) સુનીતા પટવા (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) ભાવના કર્વે (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) પ્રતીમા પમાણી (૨૭) જયવંત પદમશી ચિખલ (૨૮) સુરેખા દેસાઈ (૨૯) હર્ષા મહેતા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) કલ્પના આશર (૩૨) અંજુ ટોલિયા (૩૩) નીતા દેસાઈ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અલકા વાણી (૩૬) દિલીપ પરીખ (૩૭) મહેન્દ્ર લોઢાવિયા (૩૮) પ્રવીણ વોરા (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) નિખિલ બંગાળી (૪૧) અમીશી બંગાળી (૪૨) જગદીશ ઠક્કર (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) નિતિન બજરિયા (૫૦) નંદકિશોર સંજાણવાળા