ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
ચીનના એશિયાઈ રમતોત્સવમાં ભાલા ફેંક – જેવલિન થ્રોમાં ભારતે ગોલ્ડ મેડલ ને સિલ્વર મેડલ મેળવ્યા. ગોલ્ડ મેડલ નીરજ ચોપડાને મળ્યો, સિલ્વર મેડલ મેળવનાર ખેલાડીની ઓળખાણ પડી?
અ) રુદ્રાક્ષ પાટીલ બ) હૃદય છેડા ક) અર્જુન ચિમા ડ) કિશોર જેના
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
અવયવ FOREHEAD
અંગુઠો LIMB
કપાળ NAIL
નાભિ THUMB
નખ NAVEL
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ત્રણ અક્ષરનું મારું નામ, લખવા માટે આવું હું કામ,
છેલ્લો અક્ષર કાપતા કાગડો બનું, નાના મોટા સૌને ગમું.
અ) કલમ બ) રવેશ ક) વખત ડ) કાગળ
ગુજરાત મોરી મોરી રે
કોઈ દરદીને કેટરેક્ટની સમસ્યા છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ મુખ્યત્વે શરીરના કયા ભાગમાં તકલીફ ધરાવે છે એ કહી શકશો?
અ) આંતરડું બ) આંગળી ક) નાક ડ) આંખ
માતૃભાષાની મહેક
વ્યાકરણ ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. બીજા શાસ્ત્ર કદાચ ન ભણી શકીએ પણ વ્યાકરણનો અભ્યાસ જરૂરી છે. એના જ્ઞાન વિના અશુદ્ધ રૂપ વપરાતા સ્વજન ( પોતાના માણસ )ને બદલે શ્વજન (શ્વાન), સકલ ( સઘળું )ને બદલે શકલ (ખંડ અથવા ટુકડો) અને સકૃત્ ( એક વાર )ને બદલે શકૃત ( છાણ ) લખાય કે કહેવાઈ જાય. શુદ્ધ ભાષાના રક્ષણને માટે વ્યાકરણનું અધ્યયન આવશ્યક છે.
ઈર્શાદ
એ સૌથી વધુ ઉચ્ચ છે મિલનનો તબક્કો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
— મરીઝ
માઈન્ડ ગેમ
એ છાબડીમાં સાત સફરજન મુકવામાં આવ્યા છે તેમાંથી જો ચાર સફરજન તમે લઈ લો તો તમારી પાસે કેટલા સફરજન હશે?
અ) ૧૧ બ) ૩ ક) ૨૧ ડ) ૪
અ) ૧૬૬ બ) ૧૭૧ ક) ૧૭૬ ડ) ૧૮૨
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
છાતી CHEST
પેટ BELLY
કાંડું WRIST
પેઢા GUMS
કીકી PUPIL
માઈન્ડ ગેમ
ત્વચા
ઓળખાણ પડી?
જાસૂદ
ગુજરાત મોરી મોરી રે
ગળું
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કેરી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). નિતીન બજારિયા ૨). સુભાષ મોમાયા ૩). કિશોરકુમાર જીવણદાસ વેદ ૪). મુલરાજ કપૂર ૫). નીતા દેસાઇ ૬). ભારતી બૂચ ૭. શ્રદ્ધા આસર ૮). ડૉ. પ્રકાસ કટકિયા ૯). ભારતી પ્રકાશ કટકિયા ૧૦). હર્ષા મહેતા ૧૧). ખૂશરૂ કાપડિયા ૧૨). અમિષી બેન્ગાલી ૧૩). નીખીલ બેન્ગાલી ૧૪). પુષ્પા પટેલ ૧૫). વિભા મહેશ્ર્વરી ૧૬). તાહેર ઔરંગાબાદવાલા ૧૭). શીરીન ઔરંગાબાદવાલા ૧૮). અબદુલ્લા એફ. મુનીમ ૧૯). મહેન્દ્ર લોઢાવિયા ૨૦). પ્રવીણ વોરા ૨૧). જ્યોતિ ખાંડવાલા ૨૨). મીનલ કાપડિયા ૨૩). રમેશ દલાલ ૨૪). હીના દલાલ ૨૫). ઇનાક્ષી દલાલ ૨૬). જ્યોત્સના ગાંધી ૨૭). મનીશા શેઠ ૨૮). ફાલ્ગુની શેઠ ૨૯). મહેશ દોશી ૩૦). કલ્પના આશર ૩૧). રજનિકાન્ત પટવા ૩૨). સુનિતા પટવા ૩૩). અરવિંદ કામદાર ૩૪). દિલિપ પરીખ ૩૫). ભાવના કર્વે ૩૬). વીણા સંપટ ૩૭). દેવેન્દ્ર સંપટ ૩૮). અંજુ ટોલિયા ૩૯). રસિક જૂથાણી ( ટોરેન્ટો- કેનેડા) ૪૦). શિલ્પા શ્રોફ ૪૧). વિજય ગોરડીયા ૪૨). સુરેખા દેસાઇ